ETV Bharat / state

Jamnagar news: 80 પુરુષ અને 30 મહિલા પોલીસની બાઈક સ્ટંટ ટીમના અદભુત કરતબો

author img

By

Published : Apr 27, 2023, 4:43 PM IST

પોલીસ બાઈક સ્ટંટ ટીમ દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પોતાની કરતબો બતાવશે. આ ઉજવણી પૂર્વે જામનગર વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં બે કિલોમીટર લાંબી પરેડ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનશે

amazing-stunts-by-80-men-and-30-women-police-bike-stunt-team-jamnagar
amazing-stunts-by-80-men-and-30-women-police-bike-stunt-team-jamnagar

પોલીસની બાઈક સ્ટંટ ટીમના અદભુત કરતબો

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2010 થી નેજા હેઠળ શરૂ થયેલી પોલીસ બાઈક સ્ટંટ ટીમ દ્વારા જામનગરમાં થશે. અદભૂત મોટરસાયકલ પર કરતબો 1 લી મેના ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી આ વર્ષે જામનગરમાં થનાર છે. આ ઉજવણી પૂર્વે જામનગર વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શહેરમાં બે કિલોમીટર લાંબી પરેડ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનશે
શહેરમાં બે કિલોમીટર લાંબી પરેડ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનશે

બાઈક સ્ટંટ ટીમના અદભુત કરતબો: જે અંતર્ગત અમદાવાદ હેડકવાર્ટર ખાતેથી મેજર કીરણસિંહ પરમાર અને કોચ અલ્પેશ અગ્રાવતના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાંથી 80 પુરૂષ અને 30 મહિલાઓની બાઈક ટીમ જામનગરમાં સ્થાપના દિવસની ઉજવણીમાં કરતબ બતાવશે. આ તૈયારીના ભાગરૂપે ટીમ દ્વારા શહેરના રાજમાર્ગો પર અને હેડક્વાર્ટર ખાતે આ ટીમ દ્વારા પ્રેકટિસ દરમિયાન વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યાં હતાં. રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં પ્રથમ વખત થતી હોય પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ દ્વારા તૈયારીઓમાં કોઇ કચાશ ન રહી જાય તે અંગેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉપરાંત તૈયારીઓના ભાગરૂપે પોલીસ હેડકવાર્ટર ખાતે પરેડનું રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

80 પુરૂષ અને 30 મહિલાઓની બાઈક ટીમ જામનગરમાં સ્થાપના દિવસની ઉજવણીમાં કરતબ બતાવશે
80 પુરૂષ અને 30 મહિલાઓની બાઈક ટીમ જામનગરમાં સ્થાપના દિવસની ઉજવણીમાં કરતબ બતાવશે

આકર્ષણનું કેન્દ્ર: જામનગરમાં આગામી 1લી મેના રોજ રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે જે અનુસંધાને શહેરમાં રિહર્સલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ સમગ્ર રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. અન્ય જિલ્લામાથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો જામનગર ખાતે આવ્યા છે. અહીં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં શહેરમાં બે કિલોમીટર લાંબી પરેડ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે પરેડમાં પોલીસ જવાનો મહિલા અને પુરુષ બાઈક પર સ્ટંટ કરતા નજરે પડશે.

'ટીમ સતત પ્રેક્ટિસ કરે છે. મહિનો પહેલા જે તે કાર્યક્રમ મહિલા અને પુરુષ પ્રેક્ટિસ કરે છે. ખાસ કરીને દિલ્હી ખાતે યોજાતી પરેડમાં પણ આ ટીમ જાય છે અને કરતબ બતાવે છે તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં પણ જે તે જગાએ ઉજવણીમાં સ્પેશિયલ બાઈક ટીમ જોડાઈ છે. બાઈક સ્ટંટ કરવા ખૂબ અઘરા છે તો કે યુવકોએ જાહેર માર્ગો પર આવા બાઈક પર સ્ટંટ ન કરવાની સલાહ પણ મેજર આપી રહ્યા છે કારણ કે આજકાલ સોશિયલ મીડિયામાં યુવકો અને યુવતીઓ જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા હોય છે અને અને લોકોના મોત પણ નિપજ્યા છે.' -મેજર કિરણસિંહ પરમાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવી હતી સ્પેશિયલ બાઈક સ્ટંટ ટીમ: વધુમાં કિરણસિંહે જણાવ્યું હતું કે, 'દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમને સ્પેશિયલ બાઈક સ્ટંટ ટીમ બનાવી હતી અને હમેશા તેઓ અંગત રસ લઈ જવાનોનો ઉત્સાહ પણ વધારતા હતા. એમણે જે કાર્ય અમારી ટીમને સોંપ્યું તે એમે નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છીએ.

આ પણ વાંચો SWAGAT: સ્વાગત સેવાના 20 વર્ષ પૂર્ણ થતા PM મોદી વિડીયો કોનફરન્સથી લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે

આ પણ વાંચો Gandhinagar News : જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, 551 વિકાસકાર્યોની ભેટ આપશે મુખ્યપ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.