ETV Bharat / state

Jamnagar Police લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરતા વૃદ્ધ સામે એકશન

author img

By

Published : Dec 14, 2021, 5:25 PM IST

જામનગર લાખોટા તળાવના (Lakhota Lake Jamnagar) ઝરૂખામાં શનિવારે બપોરે તરૂણી સાથે એક લંટ શખ્સ અડપલાં કરતાં મળી આવ્યો હોવાથી સિકયુરિટી દ્વારા કરાયેલી જાણના આધારે જામનગર પોલીસે (Jamnagar Police) નરાધમ શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મ અને પોકસો (Pokso Act) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Jamnagar Police લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરતા વૃદ્ધ સામે એકશન
Jamnagar Police લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરતા વૃદ્ધ સામે એકશન

  • લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરતા વૃદ્ધ સામે લેવાયા એકશન
  • જામનગર લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરવી પડી ભારે
  • વૃદ્ધ સામે પોક્સો સહિતની કલમ લગાવામાં આવી

જામનગર: શહેરના લાખોટાના તળાવ (Lakhota Lake Jamnagar)) ગેઇટ નં-1 પાસેના ઝરૂખામાં આશરે 45 વર્ષના શખ્સે સ્કૂલ ડ્રેસ પહેરેલી સગીરા ઝરૂખામાં લઇ જઇ શારીરિક અડપલા કરતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ અંગે સિકયુરિટી દ્વારા જામનગર પોલીસમાં (Jamnagar Police) જાણ કરાતા મહિલા PSI આર.કે.ગોસાઇ (PSI R.k Gosai) તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને તરૂણી તથા શખ્સને પોલીસ ચોકીએ લઇ આવી પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સગીરા ભાયા આંબલીયા નામના શખ્સ સાથે બે મહિનાથી સંપર્કમાં આવી હતી અને ભાયાની પુત્રી અને સગીરા બંને સાથે અભ્યાસ કરે છે.
જામનગર પોલીસે વૃદ્ધની કરી અટકાયત
ભાયાની પુત્રી અને સગીરા બંને સાથે અભ્યાસ કરતી હોવાથી બંનેની એકબીજાના ઘરમાં અવર-જવર હોવાના કારણે તરૂણીને પોતાની મોહઝાળમાં ફસાવી લેવામાં આલી હતી. તપાસ દરમિયાન બાતમી મળી કે, આજથી એક મહિના પહેલા સગીરા સાથે પોતાના જ ઘરમાં દુષ્કર્મ પણ આચર્યું હતું અને ત્યાર પછી તરૂણી સ્કૂલે જાય ત્યારે ત્યાંથી તેને તળાવની પાળે લઇ જઇ તાળવના ઝરૂખામાં લંપટલીલા કરવા જતાં કેમેરામાં કેદ થયો હતો.

Jamnagar Police લાખોટા તળાવ પર સગીરા સાથે અશ્લીલ હરકતો કરતા વૃદ્ધ સામે એકશન
સગીરાના માતા-પિતાએ વૃદ્ધ વિરુદ્ધ નોંધાવી ફરિયાદસમગ્ર ઘટના પછી પોલીસે તરૂણીના પિતાની ફરીયાદના આધારે આરોપી ભાયા આંબલીયા સામે દુષ્કર્મ ગુજારવા અંગેની કલમ તેમજ પોકસો એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરેપીની તાત્કાલિક ધોરણે અટકાયત કરી લેવામાં આવી છે, જયારે પીડિતાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં (GG Hospital Jamnagar) મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવી છે.

આ પણ વાંચો: જામનગરમાં પોલીસ સ્ટેશનમાં બેફામ અપશબ્દ બોલી ધમાલ મચાવનારા શખ્સ સામે ફરિયાદ દાખલ

આ પણ વાંચો: જામનગરમાં ચોરાઉ ડીઝલનો જથ્થો ઝડપાયો, 4.31 લાખનું ડીઝલ સીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.