ETV Bharat / state

જામનગર રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો, ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા

author img

By

Published : Oct 2, 2020, 7:13 PM IST

જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રકે રોડની બાજૂમાં પાર્ક કરેલી રીક્ષાને પાછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 13 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને 4 એમ્બ્યુલન્સની મદદથી જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Accident on Jamnagar Rajkot Highway
Accident on Jamnagar Rajkot Highway

જામનગરઃ રાજકોટ-જામનગર હાઈવે પર શુક્રવાર બપોરે ટ્રક અને પેસેન્જર રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જાંબુડા પાટીયા પાસે આવેલા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી એક રિક્ષા સાથે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જીજી હોસ્પિટલ
13 ઇજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

અકસ્માતના કારણે અહીં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.

જામનગર રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો

ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા 13 લોકોને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂરઝડપે જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જાબુડાના પાટીયા પાસે ઉભી રહેલી ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અથડાયો હતો.

આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 13 લોકોને નાની મોટી ઇજા થતા તેમને તાત્કાલિક 4 એમ્બ્યુલન્સની મદદથી જીજી હોસ્પિટલ જામનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.