ETV Bharat / state

સિંહ બાળના શિકાર પ્રયાસના આરોપીઓની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટે નામંજૂર કરી

author img

By

Published : Feb 24, 2021, 2:07 PM IST

ગીર-સોમનાથ જિલ્લાના ખાંભા રેન્જમાંથી વન વિભાગે ફાસલા નાખી સિંહ બાળાને ઇજા પહોંચાડનારા શિકારીઓની ટોળીને ઝડપી લીધી હતી. આ ગુનાના આરોપીઓએ જામીન મેળવવા સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલની દલીલોના આધારે તમામ આરોપીઓની જામીન નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે.

ન્યાય મંદિર
ન્યાય મંદિર

  • ખાંભા રેન્જમાંથી વન વિભા ગેસિંહ બાળાને ઇજા પહોંચાડનારા શિકારીઓની ટોળીને ઝડપી લીધી
  • નવ આરોપીઓએ જામીન માટેની અરજી સેસન્સ કોર્ટેં ફગાવી
  • જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જામીન નામંજૂર કરવા કરી દલીલ


ગીર સોમનાથ : જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતુ કે, ખાંભા રેન્જમાંથી વન વિભાગના RFO ગળચર, રતનપરા, ACF દક્ષાબેન ભારાઇ સહિતના સ્ટાફે જંગલ વિસ્તારમાં ફાંસલા ગોઠવી વન્ય પ્રાણીઓનો શિકાર કરી તેના શરીરના અંગોનું વેચાણ, વપરાશ કરતી ટોળકીને આજથી થોડા દિવસો પહેલા જ ઝડપી લીધી હતી. જે આરોપીઓ પૈકીના 1. મણીબેન હબીબ પરમાર 2. અસ્માલ સમસેર પરમાર 3. રાજેશ મનસુખ પરમાર 4. મનસુખ ગુલાબ પરમાર 5. સમસેર ગુલાબ પરમાર 6. માનસીંગ ગની પરમાર 7. અરવિંદ ગની પરમાર 8. નુરજહા મનસુખ પરમાર અને 9. ભીખા સમસેર પરમારે જામીન મેળવવા માટે પ્રિન્સીપાલ ડ્રિસ્ટીક એન્ડ સેસન્સ કોર્ટના જજ શ્રી વિષ્ણુપ્રસાદ ગીરજાશંકર ત્રિવેદી સમક્ષ અરજી કરી હતી.

મદદનીશ સરકારી વકીલ
મદદનીશ સરકારી વકીલ

જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જામીન નામંજૂર કરવા દલીલ કરી

જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજમાં તેના અવળા પ્રત્યાઘાતો પડે અને ખોટો મેસેજ જઇ શકે છે. તેમજ વન્ય પ્રાણીઓનું જીવન જોખમમાં આવે તેવી દલીલોને માન્ય રાખી તમામ 9 આરોપીઓની જામીનની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

સિંહ બાળનો શિકાર કરનાર આરોપી
સિંહ બાળનો શિકાર કરનાર આરોપી

જામીનની અરજી સુત્રાપાડા જયુ. મેજી.એ નામંજૂર કરી

મળતી માહિતી અનુસાર પકડાયેલા આરોપીઓની અન્ય ગુનાઓમાં સંડોવણી અને આંતર રાજ્ય ગેંગ સામેલ હોવાનું જણાતા સુત્રાપાડા કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા જામીન મેળવવા અરજી કરાઇ હતી. અરજી જયુ. મેજી. સુત્રાપાડાએ નામંજૂર કરતા તમામ આરોપીઓએ સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.

ખાંભા રેન્જ વન વિભાગ
ખાંભા રેન્જ વન વિભાગ

આર્થિક ઉપાજનની લાલચમાં લોકો પશુ પક્ષીઓની તસ્કરી કરે છે

સરકારી વકીલ કેતનસિંહ વાળા જણાવ્યું હતુ કે, આર્થિક ઉપાજનની લાલચમાં ફસાઇને ગીર અભ્યારણની આસપાસ વસતા લોકો પશુ પક્ષીઓની તસ્કરી કરે છે. અંધશ્રધ્ધાથી પ્રેરાઇને તાંત્રિક હેતુઓ માટે વેચતા હોય છે અને આવા કિસ્સામાં અતિ કઠોર અભિગમ અપનાવવામાં ન આવેે તો ગીરની કુદરતી સંપત્તિ અને પ્રાણીઓનું રક્ષણ થઇ શકશે નહિ. તેના આધારે જામીન અરજી ફગાવી દીધી હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.