ETV Bharat / state

Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત

author img

By

Published : Feb 14, 2023, 3:16 PM IST

વેરાવળના તબીબ ચગની આત્મહત્યા કેસને ઈને હવે પોલીસ પરિવારના સભ્યોનું નિવેદનને તરફ આગળ વધી છે. ચગની આત્મહત્યા બાદ પરિવાર ખુબ શોકમગ્ન હતો. તેથી પોલીસે સામાજિક રિવાજ પૂર્ણ કરવા માટે સમય લીધો હતો.

Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત
Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત

ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત

ગીર સોમનાથ : વેરાવળના તબીબ ડો અતુલ ચગના આત્મહત્યા કેસ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક આજે પરિવારના સભ્યોનું નિવેદનોને લઈને કાર્યવાહી કરવા જઈ રહી છે. ડોક્ટર અતુલ ચગના મૃત્યુ બાદ પરિવારના સભ્યો શોકગ્રસ્ત અને સામાજિક કામો તેમજ અંતિમ સંસ્કારમાં હતા. જેને લઈને પણ પોલીસે આજે ચગ પરિવારનું નિવેદન લેવાનું નક્કી કર્યું છે.

પરિવારના નિવેદનોને લઈને આગળ પોલીસ : ગીર-સોમનાથ જિલ્લા પોલીસની ટીમ ડોક્ટર અતુલ ચગના પરિવારના લોકોને મળશે અને તેમની આત્મહત્યા પાછળના જે નિવેદનો છે તેની નોંધ કરશે. અગાઉ જાણવાજોગ આકસ્મિક અરજીના આધારે પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે આજે વિધિવત રીતે પોલીસ ચગ પરિવારના નિવેદનોને લઈને આગળ વધી રહી છે.

આ પણ વાંચો : Veraval Doctor Suicide : તબીબ અતુલ ચગની આત્મહત્યાની સુસાઈટ નોટમાં નામ ખુલ્યા તે કોણ

પોલીસનું નિવેદન : છેલ્લા ત્રણ દિવસથી વેરાવળના તબીબ અતુલ ચગની આત્મહત્યાનો મામલો હવે ધીમે ધીમે રાજકીય રંગ પણ મેળવતો થયો છે, ત્યારે સમગ્ર મામલાને લઇને આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ પરિવાર ખુબ શોકમગ્ન હતો. અંતિમવિધિ બાકી હોવાને કારણે પણ પોલીસ પરિવારના અન્ય સભ્યોનું નિવેદન લેવાનું સામાજિક રિવાજ પૂર્ણ કરવા માટે સમય લીધો હતો. આજથી સોમનાથ પોલીસ ચગ પરિવારજનો ના નિવેદન લેવાનું શરૂ કરશે. આગામી દિવસોમાં સમગ્ર મામલામાં જે રીતે નિવેદનો અને પુરાવાઓ પ્રાપ્ત થતા જશે, તે મુજબ કેસની પ્રગતિ અને સાચા આરોપી સુધી પહોંચવામાં પોલીસને મદદ મળશે.

આ પણ વાંચો : Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ

સુસાઈટ નોટમાં બે નામનો ઉલ્લેખ : ઉલ્લેખનીય છે કે, ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા પ્રકરણમાં સ્થળ પરથી મફલર, સ્યુસાઇડ નોટને મળી આવી હતી. મળેલી તમામ વસ્તુને ફોરેન્સિક તપાસ માટે મોકલીને સમગ્ર આત્મહત્યા કેસમાં તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. આત્મહત્યા પૂર્વે ડોક્ટર અતુલ ચગે સુસાઇડ નોટ લખી છે. તેમાં બે વ્યક્તિના નામોનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. સુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાનો ઉલ્લેખ થયો છે. તે વ્યક્તિ કોણ છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, પરિવારના નિવેદનો બાદ કેવા કેવા ખુલાસા બહાર આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.