ETV Bharat / state

2 વિઘામાં 40 મણ કાળા ઘઉંનું વાવેતર કરનારા ઊના તાલુકાનાં સૌપ્રથમ ખેડૂત

author img

By

Published : Mar 9, 2021, 11:45 AM IST

ઉના તાલુકાનાં જુની વાજડી ગામનાં પ્રગતિશીલ ખેડુતે કાળા ધઉનું સફળ વાવેતર કરતાં ઉત્પાદન વધ્યુ છે અને સ્વાદિષ્ટ ભૂરા રંગની રોટલી થતાં આ ધંઉ ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાનું જણાય રહ્યુ છે.

ઉના
ઉના

  • પરેશભાઈ નાગજીભાઈ ડાગોદરાએ કર્યુ કાળા ઘઉંનું સફળ વાવેતર
  • ઉત્પાદનનો ઉતારો 2 વિઘામાં 30થી 40મણ જોવા મળ્યો
  • જાંબુ અને બ્લુ બેરીના ફળોનાં ખનિજ તત્વો ધરાવે છે કાળા ઘઉં
    કાળા ઘઉંની મિઠાઈ
    કાળા ઘઉંની મિઠાઈ

ગીર સોમનાથ: ઉના તાલુકાનાં જુના વાજડી ગામનાં પ્રગતિશીલ ખેડુત પરેશભાઈ નાગજીભાઈ ડાગોદરાએ ઈન્દોરથી રુપિયા 100નાં કીલો ભાવે કાળાં ધંઉનું બિયારણ લાવી પોતાના ધર વપરાશ હેતું બે વિધા જમીનમાં તેનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે જે સમયે સૌરાષ્ટ્રમાં ધઉંનું ઉત્પાદન થાય છે તેના કરતા પંદર દિવસ મોડી આ ઘઉંની ખેતી થાય છે અને બીજા ધઉં કરતા બે ઘણું વધુ પાણી આપવાનું હોય છે. તેનાં કારણે કાળાં ધઉંનું ઉત્પાદન ચર્ચાનો વિષય બન્યું છે. તેના છોડમાં કોઈ પ્રકારના રોગ પણ અત્યાર સુધી જોવા મળ્યો નથી. તેના ઉત્પાદનનો ઉતારો પણ બે વિઘામાં 30થી 40મણ જોવા મળ્યો છે. ઉપરાંત કાળા રંગનાં ધઉં ખાવામાં લિજ્જતદાર હોય છે અને રોટલી પણ ભૂરા રંગની થાય છે.

કાળા ધઉં
કાળા ધઉં

ધઉંનો રંગ કાળો શા માટે??

ફળ, શાકભાજી અને અનાજનો રંગ તેમાં રહેલા પ્લાન્ટ પિગમેન્ટ કે રંગદ્રવ્ય કણોની માત્રામાં પર આધારીત હોય છે. કાળાં ધઉંમાં એનથૉસાએનિન નામનાં દ્રવ્યકણો છે, તેમાં સામાન્ય ધઉં કરતાં 100થી 200 PPM એનથૉસાએનિનનું પ્રમાણ છે. તેના બીજ કાળાં ફળોની મદદથી તૈયાર કરવામાં આવે છે. જેમાં જાંબુ અને બ્લુ બેરીના ફળોનાં ખનિજ તત્વો જોવા મળે છે. આ ઘઉં સરેરાશ ધઉંની સરખામણીમાં 60ટકા વધારે આર્યન ધરાવે છે.

આ પણ વાંચો:સંપૂર્ણ ઓર્ગેનીક ખેતીથી આ ખેડૂત દંપતિ આશરે 11 લાખ રૂપિયાની મેળવે છે વાર્ષિક ઉપજ

કાળા ઘઉં ઘણા રોગો માટે ફાયદાકારક

કાળા ઘઉંમાં સામાન્ય ધઉં કરતાં વધુ પોષકતત્વો હોવાને કારણે મેદસ્વીતા, હ્રદયરોગ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, કુપોષણ અને કેન્સર જેવાં ગંભીર રોગોમાં કાળાં ધંઉ રાહત આપે છે, તેમ પરેશભાઈ જણાવે છે.

ગૌમૂત્ર અને છાણ દ્વારા ઓર્ગેનિક ખેતી કરી થાય છે ઉત્પાદન

પંજાબનાં માહોલીમાં નેશનલ એડીફુડ બાયોટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટ(NABI)નાં વૈજ્ઞાનિકોએ 8 વર્ષ પહેલાં રિસર્ચ દ્વારા કાળા, જાંબુડી અને ભૂરા રંગની જાતી વિકસાવી છે. તેને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ માનવ વપરાશ માટે મંજુરી આપ્યા બાદ ગુજરાતનાં અનેક ખેડુતોએ 2020નાં વર્ષમાં તેનું વાવેતર કર્યું હતું. ઊના તાલુકામાં પહેલી વાર જુની વાજડી ગામની જમીનમાં પરેશભાઈ નાગજીભાઈ ડાગોદરાએ કાળાં ધઉંનું સફળ વાવેતર કર્યું છે.

આ પણ વાંચો:પાટણ: અનાવાડા ગામના વયોવૃદ્ધ ખેડૂતે ઓર્ગેનિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.