ETV Bharat / state

St Sangamam In Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રીઓ ફર્યા ફેર ફૂદરડી

author img

By

Published : Apr 20, 2023, 4:32 PM IST

સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યાત્રિકોના ઉત્સવ તરીકે જામી રહ્યો છે. આજે બીજા તબક્કામાં સોમનાથ આવેલા સૌરાષ્ટ્રિયન તમિલોએ ફેર ફુદરડી ફરીને તેમની સંગમ યાત્રાની શરૂઆત કરી છે.

ST Sangamam in Somnath  : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રીઓ ફર્યા ફેર ફૂદરડી
ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રીઓ ફર્યા ફેર ફૂદરડી

રેલવે સ્ટેશન વિસ્તારમાં જ ફેરફુદરડીની મજા

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ખાતે આયોજિત થયેલો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હવે જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાત્રિકોનો ઉત્સવ પણ ખૂબ જ જોવા મળે છે. આજે બીજા તબક્કામાં સોમનાથ આવેલા તમિલ્યનો એ ફેર ફુદરડી ફરીને તેમની સંગમ યાત્રાની શુભ શરૂઆત કરી છે.

તમિલયનો સૌરાષ્ટ્ર કલ્ચરથી થયા અભિભૂત : સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. 17 તારીખથી શરૂ થયેલો અને 15 દિવસ સુધી ચાલનારો ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તમિલનાડુથી આવતા પ્રવાસીઓનો ઉત્સાહ પણ ખૂબ જ જોવા મળે છે. આજે બીજા તબક્કામાં તમિલનાડુથી આવેલા યાત્રિકોના જથ્થાને રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનુ ઉદાહરણ પૂરી પાડતી ફેર ફુદરડી ફરીને બીજા તબક્કાના યાત્રિકોએ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સ્વરોજગારીને મળ્યું સ્થાન

કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિના મિલન માટે કરાયું : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન બે રાજ્યોની ધાર્મિક સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્કૃતિને જાણી અને માણી શકાય તે માટે આયોજન કરાયું છે. ગુજરાત આવતા પ્રવાસીઓને આવકારવા માટે ગુજરાતની સંસ્કૃતિ સમાન લોક નૃત્ય દાંડિયા સાથે યાત્રિકોને આવકારવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો Saurashtra Tamil Sangamam: સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો આરંભ, રાષ્ટ્રીય નેતાઓ રહ્યા હાજર

રેલવે સ્ટેશન વિસ્તારમાં જ ફેર ફુદરડી ફરી : તેવી જ રીતે તમિલનાડુથી આવેલા કેટલાક કલાકારો પણ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન તમિલનાડુની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ રજૂ કરી રહ્યા છે. જેના માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે તેવી ધાર્મિક સંસ્કૃતિ અને પારિવારિક સંસ્કૃતિને જોડી શકાય તે માટે કાર્યક્રમ મહત્વનો મનાય છે. ત્યારે આજે બીજા જથ્થાને આવકારતા તમિલનાડુના યાત્રિકો પણ ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં ફેર ફુદરડી ફરતા જોવા મળ્યા હતા.

અનેક કાર્યક્રમો દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાન : આપને જણાવીએ કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથ ખાતે ચાલી રહ્યો છે ત્યારે સોમનાથને આંગણે સ્વરોજગારીને પ્રોત્સાહનનો હેતુ સિદ્ધ થાય તેવા પ્રયાસો થતાં પણ જોવા મળી રહ્યાં છે. બંને રાજ્યોના લોકો તમિલનાડુ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના કાપડ ઉદ્યોગ સાથે માહિતગાર થાય તે માટે ગુજરાતના વિખ્યાત પટોળાનું વણાટ કામ કાર્યક્રમ સ્થળ પર ચાલી રહ્યું છે. સંગમમાં આવતાં મહેમાનો બંને રાજ્યોની હસ્તકલાઓને જાણે અને એકબીજાના સ્વરોજગારના પ્રયાસોનું સામ્ય માણે તે માટે પટોળાનું વણાટકામ લાઇવ જોવા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તેનો લાભ પણ લેવાઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.