ETV Bharat / state

ઉનાના 16 અને ગીરગઢડાના 11 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત થયો

author img

By

Published : May 31, 2021, 2:12 PM IST

ઉના અને ગીરગઢડા તાલુકામાં બાકી ગામોમાં વીજ પુરવઠો યુધ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા કોન્ટ્રાકટરની 102 ટીમના 688 ટેકનિશયનો, PGVCLની 39 ટીમના 207 લાઇનમેન ટેકનીશયનો કામ કરી રહ્યા છે. તૌકતે વાવાઝોડાને લીધે વીજ પુરવઠો, વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશાયી નુકસાનગ્રસ્ત થતા બંધ થઇ ગયો હતો. PGVCL દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી ચાલુ છે.

ઉનાના 16 અને ગીરગઢડાના 11 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત થયો
ઉનાના 16 અને ગીરગઢડાના 11 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત થયો

  • ગીર-સોમનાથ જિલ્લામાં PGVCLની અવિરત કામગીરી
  • ઉનાના 16 અને ગીરગઢડાના 11 ગામોમાં વીજ પૂરવઠો પુર્વવત થયો
  • ઉનામાં 112 અને ગીરગઢડામાં 37 ટ્રાન્સફોર્મર ચાલુ કરાયા

ગીર-સોમનાથ: તૌકતે વાવાઝોડાને લીધે વીજ પુરવઠો, વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશાયી નુકસાનગ્રસ્ત થતા બંધ થઇ ગયો હતો. PGVCL દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી ચાલુ છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં વીજળી આવ્યા બાદ હવે ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોમાં વીજ પુરવઠો પુર્વવત કરવા ગામે ગામ કામ ચાલુ છે.

આ પણ વાંચો: રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

PGVCLની 39 ટીમના 207 લાઇનમેન ટેકનીશયનો કામ કરી રહ્યા છે

ઉના PGVCL ડિવિઝનના એકઝ્યુકેટીવ એન્જીનીયર જાડેજાએ જણાવ્યું હતું કે, ઉના અને ગીરગઢડા તાલુકામાં બાકી ગામોમાં વીજ પુરવઠો યુધ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા કોન્ટ્રાકટરની 102 ટીમના 688 ટેકનિશયનો, PGVCLની 39 ટીમના 207 લાઇનમેન ટેકનીશયનો કામ કરી રહ્યા છે. ઉના તાલુકામાં 1652 વીજપોલ ફરી પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. ગીરગઢડામાં 772 વીજપોલ ફરી નાખવામાં આવ્યા છે. ઉના તાલુકામાં 112 અને ગીરગઢડા તાલુકામાં 37 ટી.સી. રીસ્ટોર કરાયા છે. ઉનાના 81 ગામોમાંથી 16 અને ગીરગઢડાના 57 માંથી 11 ગામમાં વીજળી આવી છે.

આ પણ વાંચો: ખોરવાયેલા વીજ પૂરવઠાને કાર્યરત કરવા માટે 49 ટિમો ભાવનગર ખાતે આવી પહોંચી

વાવાઝોડામાં PGVCLને મોટું નુકસાન થયું છે

વાવાઝોડામાં PGVCLને મોટું નુકસાન થયું છે. ખોરવાયેલો વીજ પુરવઠો ચાલુ કરતા મહિનાઓ લાગે તેવું કામ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે બધી જ કામગીરીમાં બહારથી માણસો બોલાવીને યોગ્ય આયોજન કરીને થોડા જ દિવસોમાં વીજળી એક પછી એક ગામમાં પુન:ચાલુ થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.