ETV Bharat / state

તાલાલાથી ગલીયાવડનાં રોડનું અધુરૂં કામ બે મહિનાથી બંધ, અઢી કિ.મી.નાં માર્ગ પર ચાલવું પણ કઠીન

author img

By

Published : Jun 8, 2021, 5:09 PM IST

Gujarat News
Gujarat News

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરથી ગલીયાવડ ગીર ગામે જતો અઢી કિ.મી.નો માર્ગ પાકો પેવરથી બનાવવાનો છે, પરંતુ કોન્ટ્રાક્ટરે માર્ગ ઉપર મેટલીંગ કામ કરી બે માસથી માર્ગની કામગીરી બંધ કરી દીધી હોવાથી માર્ગ ઉપર કરેલા મેટલીંગ કામ ઉખડવા લાગતા માર્ગ ઉપરથી રાહદારીઓએ પસાર થવું કઠીન બની ગયું છે. જેથી તુરંત માર્ગ ઉપરનું પેવર કામ શરૂ કરાવવા ગામના અગ્રણી તથા ગ્રામજનોએ માંગણી કરી છે.

  • તાલાલાથી ગલીયાવડનાં રોડનું અધુરૂં કામ બે મહિનાથી બંધ, અઢી કિ.મી.નાં માર્ગ પર ચાલવું પણ કઠીન
  • પાકા પેવર રોડનું કામ ચાલુ કર્યા પછી માત્ર મેટલ પાથરી કોન્ટ્રાક્ટર ગાયબ?
  • હવે મેટલ પણ ઉખડવા માંડતા કામ ફરી ચાલુ નહીં થાય તો ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી

ગીર સોમનાથ : તાલાલા ગીરથી ગલીયાવડ ગીર ગામે જતો અઢી કિ.મી.નો માર્ગ પાકો પેવરથી બનાવવાનો છે, પરંતુ કોન્ટ્રાક્ટરે માર્ગ ઉપર મેટલીંગ કામ કરી બે માસથી માર્ગની કામગીરી બંધ કરી દીધી હોવાથી માર્ગ ઉપર કરેલા મેટલીંગ કામ ઉખડવા લાગતા માર્ગ ઉપરથી રાહદારીઓએ પસાર થવું કઠીન બની ગયું છે. જેથી તુરંત માર્ગ ઉપરનું પેવર કામ શરૂ કરાવવા ગામના અગ્રણી તથા ગ્રામજનોએ માંગણી કરી છે.

ગીર સોમનાથ સમાચાર
ગીર સોમનાથ સમાચાર

આ પણ વાંચો : જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે જાહેર માર્ગ પર મહિલા શિક્ષિકાની પતિએ છરીના ઘા ઝીંકી કરી હત્યા

માર્ગ ઉપરથી પસાર થવું કઠીન બની ગયું

બાંધકામ વિભાગના મુખ્ય અધિકારીઓને પાઠવેલા પત્રમાં અગ્રણીઓએ જણાવ્યું છે કે, તાલાલા ગીરથી ગલીયાવડ ગીર જતો અઢી કિ.મી. લાંબો માર્ગ પાકો પેવરથી બનાવવા એક વર્ષ પહેલા કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. જે બાદ કોન્ટ્રાક્ટરે પ્રથમ માર્ગ ઉપર મેટલીંગ કામ કર્યુ હતું. મેટલીંગ કામ પૂર્ણ થયા બાદ બે માસથી કામગીરી બંધ કરી જતા રહ્યો છે. પરીણામે માર્ગ ઉપરની મેટલ ઉખડવા લાગી હોવાથી થોડા દિવસમાં મેટલ ઉખડી જતાં માર્ગ મેટલના પથ્થરોથી ભરાઈ જતા માર્ગ ઉપરથી પસાર થવું કઠીન બની ગયું છે. જેના લીધે ગામના લોકોની સુવિધા વધવાને બદલે સમસ્યા વધી ગઈ હોવાથી ગ્રામજનો ત્રાહીમામ થઈ ગયા છે.

આ પણ વાંચો : કપરાડાના શીલધા ગામના થાપલ હેડી ફળીયાના સ્થાનિકોએ રોડ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન

માર્ગ ઉપર વારંવાર બને છે અકસ્માતોના બનાવો

પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, મેટલીંગ કામ બાદ માર્ગ પેવરથી પાકો બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરે સમયસર શરૂ કરી મેટલ ઉખડી જવાથી ઉભી થયેલ સમસ્યા દુર કરવા માંગણી કરી છે, પરંતુ આજ સુધી પરીણામ આવ્યું નથી. જેથી માર્ગ ઉપર વારંવાર અકસ્માતોના બનાવો બનવા લાગ્યા છે. જે ગામના નિર્દોષ લોકો માટે આફતરૂપ બનેલા હોવાથી તાલાલા ગલીયાવડ માર્ગ ઉપર મેટલ કા JCBથી ઉખેડી ગયેલા મેટલ ઉપડાવી લ્યો અથવા માર્ગ પાકા પેવરથી બનાવી ગ્રામજનોની સમસ્યાનો અંત લાવવા માંગણી કરી છે.

ગામની પ્રજા યોગ્ય ન્યાય મેળવવા કચેરી સામે ઉપવાસ કરશે

ગલીયાવડ ગીર ગામની પ્રજાની સુખાકારી માટે રૂપિયા 2 કરોડ 41 લાખના ખર્ચે બની રહેલા નવનિર્મીત માર્ગ પાકો પેવરથી બનાવવાની કામગીરી વહેલાસર શરૂ કરવામાં નહીં આવે તો ગલીયાવડ ગીર ગામની પ્રજા યોગ્ય ન્યાય મેળવવા આપની કચેરી સામે ઉપવાસ સાથે લોક લડતના મંડાણ કરશે તેવી ચીમકી અંતમાં આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.