ETV Bharat / state

Missing fisherman body found : લાપતા માછીમારોમાંથી 1નો મૃતદેહ મળ્યો, 6 હજુ પણ લાપતા

author img

By

Published : Dec 3, 2021, 6:35 PM IST

ગીર સોમનાથના ઉનાના નવાબંદરમાં (Missing Fisherman in Una seacost) બે દિવસ પૂર્વે રાત્રીના ફુંકાયેલા તોફાની પવનના લીધેે સર્જાયેલ તારાજીમાં લાપતા 7 માછીમારોની શોધખોળમાં વઘુ એક માછીમારોનો મૃતદેહ આજે સવારે તંત્રની (Navabandar Fisheries Department ) ટીમને મળી (Missing fisherman body found) આવ્‍યો છે. જયારે આજે સાંસદ રાજેશ ચૂડાસમા (MP Rajesh Chudasama) પણ નવાબંદરની મુલાકાતે પહોંચી અસરગ્રસ્‍ત માછીમારોને મળ્યા છે.

Missing fisherman body found : લાપતા માછીમારોમાંથી 1નો મૃતદેહ મળ્યો, 6 હજુ પણ લાપતા
Missing fisherman body found : લાપતા માછીમારોમાંથી 1નો મૃતદેહ મળ્યો, 6 હજુ પણ લાપતા

  • ઉનાના નવાબંદરમાં તોફાની પવનમાં લાપતા 1 માછીમારનો મૃતદેહ આજે મળ્‍યો
  • એનડીઆરએફ, કોસ્‍ટગાર્ડ, નેવી, મરીન પોલીસ કરી રહી છે અવિરત શોધખોળ
  • સાંસદ રાજેશ ચૂડાસમાએ સહાય અપાવવા અસરગ્રસ્‍ત માછીમારોને આશ્વાસન આપ્‍યું

ઉના- તારાજીની આ ઘટનામાં કુલ બે માછીમારોના મૃતદેહો અત્‍યાર સુધીમાં મળી આવ્‍યાં (Missing fisherman body found) છે. હજુ પણ લાપતા 6 જેટલા માછીમારોની શોઘખોળ (Missing Fisherman in Una seacost) એનડીઆરએફ, કોસ્‍ટગાર્ડ, નેવી અને મરીન પોલીસની સંયુકત ટીમ કરી રહી છે. નવાબંદરના (Navabandar Fisheries Department ) મૃત માછીમારોના પરિવારજનોને તથા બોટોને થયેલ નુકસાન સંદર્ભે તેના માલિકોને સત્‍વરે પુરતી સહાય મળે તે માટે સરકારને રજુઆત કરી છે. જયારે ફીશરીઝ વિભાગની ટીમે પણ નવાબંદરની મુલાકાત લઇ નુકસાનીની વિગતો એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

સાંસદ રાજેશ ચૂડાસમા સમક્ષ નુકસાનની રજૂઆતો
સાંસદ રાજેશ ચૂડાસમા સમક્ષ નુકસાનની રજૂઆતો

બુધવારે મોડીરાત્રે તોફાની પવનોમાં બોટો ડૂબી હતી

ઉનાના નવાબંદરમાં બુધવારની મોડીરાત્રીના બે કલાક સુધી ફુંકાયેલ ભારે તોફાની પવનના કારણે 10 જેટલી ફીશીગ બોટોએ જળસમાઘિ લીઘેલી જયારે તેમાં રહેલ 12 માછીમારો લાપતા (Missing Fisherman in Una seacost) બન્‍યા હતાં. ઘટનાને લઇ ગઇકાલથી જ તંત્રએ કોસ્‍ટગાર્ડના હેલીકોપ્‍ટર અને વેસલ બોટ તથા નેવીના ચોપર પ્‍લેન મારફત રેસ્‍કયુ ઓપરેશન કરી લાપતા બોટો અને માછીમારોની શોઘવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ચાર માછીમારોને જીવિત બચાવી લીઘેલ જયારે જળસમાધિ લીધેે પાંચ બોટોનો કાટમાળ (Navabandar Fisheries Department ) તંત્રની ટીમને મળી આવ્‍યો હતો. જયારે ગઇકાલે મોડીસાંજે લાપતા 8 માછીમારોની શોઘખોળ દરમ્‍યાન શોહીલ રહેમાન શેખ (ઉ.વ.22) નામના માછીમારનો મૃતદેહ (Missing fisherman body found) મળી આવેલ હતો. ગઇકાલે મોડીસાંજે 25 સભ્‍યોની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી.

આજે સવારે જેટી પાસેથી મળ્યો માછીમારનો મૃતદેહ

એનડીઆરએફ, કોસ્‍ટાગાર્ડ, નેવી, મરીન પોલીસની સંયુકત ટીમોએ હેલીકોપ્‍ટર, વેસલ હોડી અને બોટો મારફત લાપતા 7 માછીમારો તથા પાંચ બોટોની (Missing Fisherman in Una seacost) રાતભર શોઘખોળ કરી હતી. જેમાં સવારે નવાબંદરના માછીમાર રામુભાઇ દેવાભાઇ બાંભણીયા (ઉ.વ.44)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી ટીમને આવેલ હતો. જેથી મૃતદેહને (Missing fisherman body found) પીએેમ અર્થે ઉના સરકારી હોસ્‍પીટલએ ખસેડવામાં આવેલો છે. જયારે નવાબંદરમાં થયેલ તારાજીના કારણે ફીશીગ બોટો, માછીમારોને અને બંદરને થયેલ નુકસાનીની વિગતો એકત્ર કરવા માટે ફીશરીઝ વિભાગની ટીમે (Navabandar Fisheries Department )પણ મુલાકાત લઇ કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળે છે.

સાંસદે કર્યું સ્થળ નિરીક્ષણ

જયારે આજે સવારે સાંસદ રાજેશભાઇ ચૂડાસમા (MP Rajesh Chudasama) નવાબંદરમાં સર્જાયેલ તબાહીની પરિસ્‍થ‍િતિનો તાગ મેળવવા નવાબંદર પહોચ્‍યા હતાં. જયાં સાંસદે બંદરના અસરગ્રસ્‍ત વિસ્‍તારોનું રૂબરૂ સ્‍થળ નિરીક્ષણ કર્યુ હતું. નવાબંદરના માછીમાર સમાજના આગેવાનોને મળી નુકસાનીની વિગતો જાણી સરકાર તરફથી પુરી સહાય અપાવવાનું આશ્વાસન આપ્‍યું હતું. બાદમાં રાહત- બચાવની કામગીરી કરી રહેલા (Navabandar Fisheries Department ) તંત્રના મુખ્‍ય અધિકારીઓ પાસેથી વિગતો જાણી લાપતા માછીમારોની શોઘખોળની કામગીરી ઝડપી કરવા સૂચન કર્યુ હતું. આ મુલાકાત સંદર્ભે સાંસદ રાજેશ ચૂડાસમાએ એક વાતચીતમાં જણાવ્યું કે તોફાની પવનના કારણે નવાબંદરની ઘણી ફીશીગ બોટો નાનું-મોટું નુકસાન થયું છે. જયારે લાપતા બનેલ માછીમારોને ઝડપથી પતો મળે તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. નવાબંદરમાં ફીશીગ બોટોને થયેલું નુકસાન તથા મૃત્‍યુ પામેલા માછીમારોના પરિવારને મદદરૂપી સહાય અપાવવા મુખ્‍યપ્રધાન રજૂઆત કરીશ. સાંસદની મુલાકાતમાં તેમની સાથે ઉનાના પૂર્વ ધારાસભ્‍ય કે.સી.રાઠોડ, જિ.પ.ચેરમેન હરીભાઇ સોલંકી, રાજુભાઇ ડાભી, જિલ્‍લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર સાથે રહ્યા હતાં.

આ પણ વાંચોઃ ઉનાના નવાબંદરમાં તોફાની પવન ફુંકાતા 10 બોટોની જળસમાઘિ અને 12 ખલાસીઓ થયા લાપતા

આ પણ વાંચોઃ પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.