ETV Bharat / state

Mehsana Rape case: પરિણીત સ્ત્રી સાથે રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ, હિંમતનગરથી કરી ધરપકડ કરી

author img

By

Published : Jun 27, 2021, 1:09 PM IST

મહેસાણા (Mehsana) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પરિણીત સ્ત્રી તેમના 5 માસના બાળકને લઈ તેમના પિયર જતી હતી. ત્યારે મહિલા 5 મહિનાના બાળક સાથે એકલી હોવાથી રિક્ષા ચાલકે મહિલા સાથે દુષ્કર્મ (Rape Case) આચર્યુ હોવાની ઘટના સામે આવી છે.

Mehsana Rape case: પરિણીત સ્ત્રી સાથે રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ,
Mehsana Rape case: પરિણીત સ્ત્રી સાથે રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ,

  • મહેસાણામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી
  • પરિણિત સ્ત્રી પર રિક્ષા ચાલકે આચર્યુ દુષકર્મ
  • 5 માસના બાળક સાથે પિયર જતી વેળાએ બની ઘટના

મહેસાણાઃ જિલ્લામાં ગુન્હાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઉભા કરતી એક ઘટના ઊંઝા-વિસનગર પંથકથી સામે આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પરિણીત સ્ત્રી તેમના 5 માસના બાળકને લઈ તેમના પિયર જતી હતી. તેના પિયર જવા માટે રિક્ષામાં બેઠી હતી. આ દરમિયાન મહિલા 5 મહિનાના બાળક સાથે એકલી હોવાથી તેનો મજબૂરીનો ફાયદો ઉઠાવવા રિક્ષા ચાલકની નિયત ખરાબ થતાં મહિલા પાસે અંગતપળો માણવાની માંગણી કરી હતી. જોકે મહિલા તે માટે સહમત ન થતા રસ્તામાં અવાવરું જગ્યાએ રીક્ષા લઈ ગયો હતો. જ્યાં મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપી રીક્ષા ચાલકે મુસ્તકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

ઊંઝા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો

રીક્ષા ચાલકે મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને વિસનગર બસ સ્ટેન્ડ ખાતે ઉતારી ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે મહિલાએ પોતાના સ્નેહીજનોને જાણ કરતા મહિલાએ હિંમત દાખવી ઊંઝા પોલીસ મથકે બનાવની હકીકત જણાવી રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધાવ્યો હતો.

દુષ્કર્મ આચરનારા આરોપીની હિંમતનગરથી ધરપકડ

પરિણીત સ્ત્રી પર દુષ્કર્મ આચરનારા રિક્ષા ચાલક આરોપી વોટ્સએપ પર મૂકેલા ફોટાથી ઓળખાઈ જતા હિંમતનગરથી ઝડપી લેવામાં આવ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચરનારા શખ્સનો મોબાઈલ નંબર સામે આવતા તેના વોટ્સએપમાં મુકેલા ફોટાથી પોલીસે (Police) આરોપી મુસ્તકની ઓળખ કરતા આરોપી પોતે દાસજ ગામનો હોવાનું સામે આવ્યુ છે. તે હિંમતનગર સાઈડ પર હાજર હોવાથી પોલીસે હિંમતનગરથી આરોપીની ધરપકડ કરી છે. તો મહિલાનું મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી કરી બનાવ અંગેના જરૂરી નિવેદનો અને પુરાવા મેળવી આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ લેવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Mehsana Rape case: પરિણીત સ્ત્રી સાથે રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ,
Mehsana Rape case: પરિણીત સ્ત્રી સાથે રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ,

આ પણ વાંચોઃ વિજાપુરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો નરાધમ ઝડપાયો

મહેસાણા જિલ્લામાં દુષ્કર્મના અનેક કિસ્સાઓ

તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વિજાપુરમાં પણ 7 વર્ષની બાળકીને આઈસ્ક્રિમની લાલચ આપી નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. જેને પોલીસે ગણતરીની કલાકોમાંજ આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.