ETV Bharat / state

સોમનાથમાં નવા વર્ષે લાગી ભક્તોની કતાર, મહાદેવને કરી કોરોના પર વિજય અપાવવા પ્રાર્થના

author img

By

Published : Nov 16, 2020, 4:48 PM IST

somnath
somnath

આજથી વિક્રમ સંવત 2077નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. નવા વર્ષ પર રાજ્યના મોટાભાગના ધર્મસ્થળો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે યાત્રિકોનો જમાવડો સોમનાથ તીર્થમાં જોવા મળી રહ્યો છે. યાત્રિકો સાથે ETV ભારતે વાત કરતાં તમામે માત્ર એક જ પ્રાર્થના કરી હતી કે સોમનાથ મહાદેવ કોરોનાની મહામારીમાંથી વિશ્વ અને દેશને બચાવે.

  • વિક્રમ સંવત 2077ના પેહલા દિવસે સોમનાથમાં યાત્રીઓનુ માનવ મહેરામણ
  • કોરોનાથી સંસારનું રક્ષણ કરવા ભાવિકોએ કરી પ્રાર્થના
  • સોમનાથ મહાદેવના દ્વારે કોરોના સામે લોકોએ વિજય અપાવવા કરી માગ

સેમનાથ: વિક્રમ સંવંત 2077ના નવા વર્ષે સોમનાથ તીર્થમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભાવીકો ઊમટ્યાં હતા. સૌએ વિશ્વકલ્યાણ સાથે મહામારીમાંથી દાદા સૌને મુક્ત કરે તેવી પ્રાર્થના કરી હતી. મહામારી વચ્ચે સોમનાથ મંદીરે આજે વહેલી સવારથી ભાવીકો ઊમટ્યાં હતાં અને સવારથી જ મંદીર બહાર ભક્તોની કતારો જોવા મળી હતી.

સોમનાથમાં નવા વર્ષે લાગી ભક્તોની કતાર

કોરોના સામે રક્ષણ મળે તેવી પ્રાર્થના

સૌ ભાવિકોએ મહાદેવને કોરોના સામે રક્ષણ મળે તેવી પ્રાર્થના કરી હતી. સમુદ્ર મંથનમાં મહાદેવે હળાહળ વિષ પીને માનવતાની રક્ષા કરી તેવી રીતે સોમનાથ દાદા આપણા દેશ અને સમગ્ર વિશ્વને કોરોનાની મહામારીમાંથી મુક્તી અપાવે સાથે જ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.