ETV Bharat / state

સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના ખૂણે ખૂણેથી 350 કલાકારો આવી 5 દિવસ કરશે કલા સાધના

author img

By

Published : Mar 26, 2022, 1:59 PM IST

જ્યોતિર્લિંગ સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર દેશના (Azadi Ka Amrut Mahotsav in Somnath) ખૂણે ખૂણેથી 350થી વધુ કલાકારો પાંચ દિવસ સુધી કલા સાધના કરશે. આ સાધનામાં 33 ગ્રુપ પોતાની લોક સંસ્કૃતિ પ્રદર્શિત કરશે. જેમાં ગાયન, વાદન અને નૃત્યના ત્રિવેણી (Kala Sadhana Program in Somnath) સંગમ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલાસાધના કરાશે.

સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના ખૂણે ખૂણેથી અઢળક કલાકારો પાંચ દિવસ સુધી કરશે કલા સાધના
સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના ખૂણે ખૂણેથી અઢળક કલાકારો પાંચ દિવસ સુધી કરશે કલા સાધના

ગીર-સોમનાથ : સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના ખૂણે ખૂણેથી આવેલા 350થી (Kala Sadhana program in Somnath) વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલા સાધના કરશે. સોમનાથ ચોપાટી ખાતે આસામ, મણિપુર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગણા સહિતના રાજ્યની પ્રાદેશિક કલા પ્રસ્તુત કરાશે. ગાયન, વાદન અને નૃત્યના ત્રિવેણી કલા સંગમનો સોમનાથની જનતા અને યાત્રીઓને લાભ મળશે.

સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના ખૂણે ખૂણેથી અઢળક કલાકારો પાંચ દિવસ સુધી કરશે કલા સાધના

આ પણ વાંચો : Toll booth close in Junagadh: રાજકોટ સોમનાથ વચ્ચેના બેમાંથી એક ટોલબૂથ બંધ થશે?

નૃત્ય અને ભક્તિમય પ્રસ્તુતિ - સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ (Folk Cultural Program in Somnath) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં સમુદ્રકિનારે યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત અમૃત ધારા મહોત્સવમાં આસામ, મણિપુર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી આવનાર 350થી વધુ કલાકારો પરંપરાગત નૃત્ય અને ભક્તિમય સંગીતનીએ પ્રસ્તુતિ રજૂ કરશે.

આ પણ વાંચો : Roads In Gir Somnath: ગીર સોમનાથ આવી રહેલા CR પાટીલ સમક્ષ લાટીના ગ્રામજનો વિરોઘ પ્રદર્શન કરશે

"33 ગ્રુપ પોતાની લોક સંસ્કૃતિ પ્રદર્શિત કરશે" - આ અમૃત ધારા ઉત્સવ સંદર્ભે જાણકારી આપતા સંગીત નાટક અકાદમીના પ્રોગ્રામ ઓફિસર તેબા દેવીએ જણાવ્યું કે, "ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં હેઠળની સ્વાયત સંસ્થા સંગીત નાટક એકેડમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav in Somnath) હેઠળ આયોજિત આ અમૃતસર સ્વર ધારા ઉત્સવ 26 માર્ચ થી 30 માર્ચ સુધી યોજાનાર છે. જેમાં દેશના ખૂણે ખૂણેથી 350થી વધુ કલાકારોના 33 ગ્રુપ પોતાની લોક સંસ્કૃતિ પ્રદર્શિત કરશે. જેમાં ગાયન વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલાસાધનાના કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.