ETV Bharat / state

ઉનામાં પતિનું કોરોનાથી મોત સહન ન થતાં પત્નિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

author img

By

Published : May 2, 2021, 10:12 AM IST

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. દેશમાં કેટલાય લોકોના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા છે. સાથે પરિવારજનો કોરોનાગ્રસ્ત દર્દીના મોતને સહન કરી શકતા નથી. ત્યારે ઉનામાં પણ કોરોનાથી પતિનું મોત થતાં પત્નિને પતિનો વિરહ સહન ના થતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

ઉનામાં પતિનું કોરોનાથી મોત સહન ન થતાં પત્નિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
ઉનામાં પતિનું કોરોનાથી મોત સહન ન થતાં પત્નિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

  • પતિના મોત નિપજ્યાને 24 કલાક બાદ પત્નિએ ગળાફાંસો ખાઇ અનંતની વાટ પકડી
  • વિજયભાઇ અને અંજુબેનને સંતાન ન હોવાથી દિકરો-દિકરી દત્તક લીધા હતા
  • દતક લીધેલા પુત્ર-પુત્રીની કોરોનાએ છત્રછાયા છીનવી લેતા અરેરાટી ફેલાઇ ગઇ હતી


ગીર-સોમનાથઃ કોરોના માહામારીએ અનેક પરિવારને બેઘર કરી નાખ્યા છે. ત્યારે શહેરના ગણેશ ખારા વિસ્તારમાં રહેતા દેવીપુજક પરિવારના મોભીનું કોરોનાથી મોત નિપજ્યું હતું. ત્યારે પત્નિને પતિના મોતનો વિયોગ સહન ન થતાં પતિના મોતના 24 કલાકમાં જ ગળેફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યું હતું. દતક લીધેલા પુત્ર-પુત્રીની કોરોનાએ છત્રછાયા છીનવી લેતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. જ્યારે મૃત હાલતમાં પત્નિ પોસ્ટમોટમ રૂમમાં જોવા મળી હતી.

ઉનામાં પતિનું કોરોનાથી મોત સહન ન થતાં પત્નિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
ઉનામાં પતિનું કોરોનાથી મોત સહન ન થતાં પત્નિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

આ પણ વાંચોઃ જામનગરમાં ભૂમાફિયાઓના ત્રાસથી મેડિકલ સ્ટોરના માલિકે ગળેફાંસો ખાધો, પરિજનોએ SPને કરી રજૂઆત

ઉના શહેર અને પંથકમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે

આ ઘટના અંગેની મળતી વિગત મુજબ, છેલ્લા ઘણા દિવસોથી ઉના શહેર અને પંથકમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમ અનેક પરિવાર ઘરનો માળો વિખાઇ ગયેલા હોવાના બનાવ બન્યા છે. ત્યારે શહેરના ગણેશ ખારા વિસ્તારમાં રહેતા દેવીપુજક પરિવારના મોભી મજૂરી કામ કરી પોતાના પરિવારનું પેટ્યુ રળતા હતા. વિજયભાઇ કોરોના સંક્રમિત થતાં તેમની પાસે સારવારના પણ પુરતા પૈસા ન હતા અને હોસ્પીટલમાં બેડ ન મળતા અને જોઇએ તેવી સારવાર ન મળતા કોરોના સામે વિજયભાઇ જંગ હારી જતા ગુરૂવારે મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

દેવી પુજક પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી

વિજયભાઇના પત્નિ અંજુબેનને પતિનો વિયોગ સહન ન થતાં છેવટે અંજુબેન પણ જાણે કે હિંમત હારી ગયા હોય, તેમ શનિવારે સમી સાંજના સમયે ઘરના પંખા પર ચુંદડી લટકાવી જીવન ટુંકાવ્યુ હતું. વિજયભાઇ અને અંજુબેનને સંતાન ન હોવાથી અને પોતાનું એકલાપણુ દૂર કરવા દિકરો-દિકરી દત્તક લીધા હતા. પોતાના પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરતા હોવાથી કાળમુખા કોરોનાએ પિતાને છીનવી લીધા બાદ પત્નિએ ગળેફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યું હતું. ત્યારે સંતાનો એકલા અટુલા થઇ જતાં દેવી પુજક પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.