ETV Bharat / state

ગૌવંશ હત્‍યા અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ

author img

By

Published : Apr 3, 2021, 5:26 PM IST

Updated : Apr 3, 2021, 7:14 PM IST

વેરાવળમાં ગૌવંશ હત્‍યા અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની માગ સાથે હિન્‍દુ સંગઠના કાર્યકરો ઉપવાસ પર ઉતર્યા હતા. પોલીસને જાણ થતાં સંગઠનના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ગૌવંશ હત્‍યા અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ
ગૌવંશ હત્‍યા અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ

  • વેરાવળમાં અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે કાર્યવાહી
  • હિન્દુ યુવા સંગઠન પ્રમુખ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
  • હિન્‍દુ સંગઠનના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્‍ટેશન લઇ જવાયા

ગીર સોમનાથઃ વેરાવળ શહેર સહિત જિલ્‍લામાં ચોક્કસ લોકો સંગઠિત ગુનાખોરી તળે ગૌહત્‍યા અને ગૌતસ્‍કરીની ગેરકાયદે પ્રવૃતિ આચરતા હોઇ છે, ત્યારો ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા હિન્‍દુ સંગઠન દ્વારા માગ કરવામાં આવી હતી.

હિન્‍દુ સંગઠનના કાર્યકરોની અટકાયત કરાઇ

વેરાવળ અને સમગ્ર જિલ્‍લામાં ચોક્કસ લોકો દ્વારા ગૌહત્‍યા અને ગૌતસ્‍કરી કરાઇ રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ગુનેગારો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માગ સાથે આજે વેરાવળમાં હિન્દુ યુવા સંગઠન પ્રમુખ આમરણાંત ઉપવાસ પર ઉતરતા તંત્ર દોડતુ થયું હતુ. થોડીવારમાં જ પોલીસે ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિત હિન્‍દુ સંગઠનના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્‍ટેશને લઇ ગયા હતી.

ગૌવંશ હત્‍યા અને તસ્‍કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ

આપણ વાંચોઃ ઉમરગામ પોલીસે ગૌવંશ તસ્કરી કરનાર સંજાણના શખ્સની કરી ધરપકડ

ગૌવંશ હત્‍યાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ

વેરાવળમાં રીંગરોડ પર આવેલા દુઃખ ભંજન હનુમાન મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ જતીનબાપુ ગૌવંશની હત્યા અને તસ્કરી કરતા આરોપીઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. આ તકે તેમના સમર્થનમાં સંગઠનના અનેક કાર્યકરો પર ઉપવાસમાં જોડાયા હતા. આ અંગે સંગઠનના કાર્યકર શૈલેષ મેસવાણીયાએ જણાવેલ કે, વેરાવળ અને જિલ્લામાં ગૌવંશની હત્યા અને તસ્કરીના અસંખ્ય ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જે પૈકી અમુક ગુનાના આરોપીઓ પાસા હેઠળ જેલમાં પણ ધકેલાય છે પરંતુ તેઓ પાસામાંથી પણ તાત્કાલીક છૂટી જાય છે અને ફરી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ આચરી રહ્યા છે. ત્‍યારે ગૌવંશની હત્યા અને તસ્કરી પણ એક સંગઠિત ગુનાખોરી છે અને આરોપીઓ એકબીજા સંગઠિત થઈ ગુનો આચરે છે, ત્યારે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંકુશમાં લેવા અમલમાં લવાયેલા નવા ગુજસીટોક કાયદા હેઠળ આવા આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અમારી સંગઠનની માંગણી છે. આ મુદ્દે સરકારમાં અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરી હોવા છતાં નક્કર કાર્યવાહી ન થઇ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આપણ વાંચોઃ પંચમહાલમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે લઇ જવાતા ગૌવંશનો બચાવ્યા

પોલીસે ઉપવાસ આંદોલનને અટકાવવા કાર્યવાહી કરી

હિંદુ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હોવાની જાણ થતાં વેરાવળ પોલીસનો કાફલો પણ દુઃખ ભંજન હનુમાનજી મંદિર ખાતે દોડી જઇ પોલીસ સ્‍ટાફએ ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

Last Updated :Apr 3, 2021, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.