ETV Bharat / state

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ

author img

By

Published : Jun 20, 2021, 7:18 PM IST

જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે નોંધપાત્ર કાર્ય કરનારા 2 વિદ્વાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ

  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ
  • સંસ્કૃત ભાષા માટે નોંધપાત્ર કાર્ય કરનારા બે વિદ્વાનોને કરાયા સન્માનિત
  • રવિવારે સોમનાથના સાનિધ્યમાં ઓડિટોરિયમ ખાતે યોજાયો કાર્યક્રમ



ગીર સોમનાથ : આપણી સાંસ્કૃતિક અને આદ્યાત્મિક વારસો સંસ્કૃત ભાષામાં છે. જેથી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સંસ્કૃતનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સ્પષ્ટ જોગવાઇ છે. આ હેતુથી વર્ષ 1996થી પ્રતિવર્ષ “શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક' સંસ્કૃત ભાષાના જ્ઞાતા વિજ્ઞાનને સમ્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. સોમનાથ સુવર્ણચંદ્રક સમર્પણ માટે વિદ્વાનોની પસંદગી માટે બનેલી સમિતિની ભલામણ અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની અનુમતિથી શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક, સન્માન પત્ર, સન્માન શાલ અને રૂ.1 લાખના રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયો સુવર્ણ ચંદ્રક સન્માન સમારોહ

જાણો ક્યા 2 વિદ્વાનોને કરાયા સન્માનિત

જે મુજબ આજે રવિવારે સોમનાથના સાનિધ્યમાં ઓડિટોરિયમ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારની અધ્યક્ષતામાં સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વર્ષ 2020નો સુવર્ણ ચંદ્રક ડૉ.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને 2021નો ડૉ. હર્ષવદન મનસુખલાલ જાની (હર્ષદેવ માધવ)ને અર્પણ કરવામાં આવ્યો હતો. સન્માનિત બંન્ને વિદ્વાનોમાં ડો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદીએ દેશ-વિદેશમાં સંસ્કૃત માટે દ્વારકાધીશ એકેડમી એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારકા દ્વારા સંસ્કૃત ભાષાને એક નવી ઉંચાઇ બક્ષી છે. સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. જ્યારે ડૉ.હર્ષવદન મનસુખલાલ જાની (હર્ષદેવ માધવ) જેઓ સંસ્કૃતના સંશોધક રહ્યા છે. સંસ્કૃતમાં તેઓએ કાવ્યો, નાટ્યસંગ્રહ, કહાની, ઉપન્યાસ, વિવેચન પ્રદાન કરેલું છે. જેથી બંન્નેને સન્માનિત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.