ETV Bharat / state

ગીરસોમનાથનું આ ગામ કોરોના સામે લડવા તત્પર, શહેરથી પણ વધુ તૈયારી દર્શાવી

author img

By

Published : Apr 13, 2020, 1:23 PM IST

ગીર સોમનાથનું વીઠ્ઠલપુર ગામ કોરોનાને ઝાકારો આપવા કટીબદ્ધ બન્યું છે. જિલ્લાના શહેરોમાં જે સાવચેતી નથી તે માત્ર 3 હજારની વસ્તીના ગામે કરી બતાવ્યું છે. આખું ગામ સેનેટાઈઝ કરાવામાં આવ્યું છે તો CCTV અને લાઉડ સ્પીકરથી મોનીટરીંગ કરાય છે. ગામના તમામ લોકો સેનીટાઈઝ મશીનમાંથી જ પસાર થાય છે, અન્ય રસ્તાઓ બંધ કરાયા છે.

ગીરસોમનાથનું આ ગામ કોરોના સામે લડવા મોટા શેહરો કરતા વધુ તૈયાર
ગીરસોમનાથનું આ ગામ કોરોના સામે લડવા મોટા શેહરો કરતા વધુ તૈયાર

ગીર સોમનાથઃ મહામારી કોરોના સામે વિશ્વ જજુમી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર નજીકના 3 હજારની વસ્તીનું વીઠ્ઠલપુર ગામ ઊદાહરણ સમુ કામ કરી રહ્યુ છે. અહી સરપંચ પ્રતાપભાઈ અને તેની ટીમ દ્રારા આખા ગામને કોરોના મુક્ત રાખવા ભારે જહેમત ઊઠાવી છે. તો આ ગામે રાજ્યભરના અન્ય ગામોને પણ ઊદાહરણ પુરૂ પાડ્યું છે.

ગીરસોમનાથનું આ ગામ કોરોના સામે લડવા મોટા શેહરો કરતા વધુ તૈયાર

આખા ગામના તમામ રસ્તા બ્લોક કરી માત્ર મુખ્ય ગેઈટ પર સેનેટાઈઝ મશીન મૂક્યુ છે, જે ગામના બે યુવાનોની કોઠાસુજથી બનાવેલું છે. સાથે આખા ગામની શેરીઓમાં બે વખત પંપ દ્રારા સેનેટાઈઝ કરવામાં આવે છે. તો લોકડાઉનના અમલ માટે શેરીએ શેરીએ લાઉડ સ્પીકરો દ્રારા પંચાયતમાંથી સૂચના અપાય છે અને ગામમાં સીસીટીવી દ્રારા વોચ રખાય રહી છે.

આ ગામના યુવાનોએ વેસ્ટમાંથી બેસ્ટ સેનેટાઇઝિંગ મશિન બનાવ્યું છે, જેમાં નહીવત ખર્ચ થયો છે. તો અન્ય ગામોને પણ જો આ મશીન બનાવી લોકોના આરોગ્ય માટે સગવડ ઊભી કરવી હોય તો આ ગામના યુવાનો ત્યાં જઈ તેને માર્ગદર્શન આપવા તૈયાર છે. આમ શહેરોમાં ન હોય તેવી સુવીધા આ કોરોના મહામારી સામે વીઠ્ઠલપુર ગામે જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.