ETV Bharat / state

લંડનની સંસ્થા દ્વારા ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંક કાર્યરત

author img

By

Published : May 12, 2021, 9:47 AM IST

લંડનની સંસ્થા દ્વારા ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંક કાર્યરત
લંડનની સંસ્થા દ્વારા ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંક કાર્યરત

ગીરગઢડામાં કોરોનાનું સંક્રમણ વધી જતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજનના અભાવે દર્દીઓ હેરાન થઈ રહ્યા હતા. ત્યારે ગીરગઢડામાં લંડનની સેવાભાવી સંસ્થાના સહયોગથી નિઃશુલ્ક ઓકિસજન બેંકનો પ્રારંભ થતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતા દર્દીઓને સમયે ઓકિસજન મળી જતા મૃત્યુ આંક ઘટ્યો છે. આમ ઓકિસજન બેંક દર્દીઓ માટે સંજીવની સમાન બની છે.

  • ગીરગઢડાની ઓકિસજન બેંક દર્દીઓ માટે બની સંજીવની
  • સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન સાથે 30 બેડ કાર્યરત
  • દર્દીઓ અને સગા-સંબંધીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા

ગીર-સોમનાથઃ ગીરગઢડા તાલુકામાં સરકારી સામૂહિક આરોગ્ય સેન્ટર આવેલું છે. અચાનક જ કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તંત્રના અથાક પ્રયત્નો છતાં સરકારી ઓકિસજન ઓછો જ પડતો હતો. પરિણામે અનેક દર્દીઓ અહિંથી ઉના તેમજ વેરાવળ તરફ દોટ મૂકતા હતા અને ઓકિસજનના અભાવે આવા દરરોજના પાંચથી દસ દર્દીઓ મોતને ભેટતા હતા.

લંડનની સંસ્થા દ્વારા ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંક કાર્યરત
લંડનની સંસ્થા દ્વારા ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંક કાર્યરત

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં વધારો, 222 નવા કેસ નોંધાયા

લંડનની દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટનો જનતાની સેવા કરવાનો મનસૂબો જાણી સંપર્ક કર્યો હતો

ગીરગઢડાના રહીશ એવા ડોકટર ધીરૂભાઈ દુધાત તેમજ સુરતના ડોકટર મુકુલ પટેલ દ્વારા લંડન સ્થિત દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ વિસ્તારની જનતાની સેવા કરવાનો મનસૂબો જાણી સંપર્ક કર્યો હતો અને એમના આર્થિક સહયોગથી ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંકની શરૂઆત કરવામાં આવી હતી.

કોરોનાના ઓકિસજન સાથે 30 બેડ શરૂ કરાયા હતા

111 જેટલા જમ્બો સિલિન્ડરની આ બેંક CHC સેન્ટરને સંજીવની પુરવાર થઈ અને તેનાથી સેન્ટરના તમામ મેડિકલ સ્ટાફમાં જોમ પુરાયું હતું. તેમની મહેનત અને સહકારથી કોરોનાના ઓકિસજન સાથે 30 બેડ શરૂ કરાયા હતા. આ તમામ બેડ ઓકિસજનની સગવડતા સાથે શરૂ કરાતા મૃત્યુ આંક ઘટ્યો છે.

લંડનની સંસ્થા દ્વારા ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંક કાર્યરત
લંડનની સંસ્થા દ્વારા ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંક કાર્યરત

ઓકિસજન સિલિન્ડર સરળતાથી મળી રહે અને સતત રીફિલિંગ થતા રહે છે

ગામના ઉત્સાહી યુવાનોની ટીમ દ્વારા ઓકિસજન બેંક મેનેજ કરવાનું આયોજન કરાયું હતું. જેટલા પણ સિલિન્ડર ખાલી થાય એ અલગથી ઓકિસજન ભરાવીને ફરી એ રીફીલ સિલિન્ડર ઓકિસજન બેંકમાં જમા થતા હતા. રાત-દિવસની સતત ચાલતી આ પ્રક્રિયા દ્વારા હવે આ જગ્યાએ સારવાર માટે આવેલા દર્દી કયારેય નિરાશ નથી થતા. ઓકિસજન સિલિન્ડર સરળતાથી મળી રહે અને સતત રીફિલિંગ થતા રહે છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથના સૈયદ રાજપરામાં દર બીજા દિવસે એક દર્દીનું દવાના અભાવે મોત, ગ્રામજનોનો આક્ષેપ

સ્કુલના બિલ્ડિંગમાં કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે

સેવા ફાઉન્ડેશન લંડનના ટ્રસ્ટી ભારતી બહેન અને બીપીનભાઈ કંટારીયા દ્વારા તમામ દર્દીને તેમજ તેમની સારવાર અર્થે આવનારા લોકોને કોઈપણ જાતના આર્થિક ભાર વગર મફત ગરમ ભોજન મળી રહે એવી સુવિધા ગોઠવાઈ છે. આ ઉપરાંત એક સ્કુલના બિલ્ડિંગમાં કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. આ સેન્ટરમાં 40 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.