ETV Bharat / state

ગીર-સોમનાથ જિલ્લામાં ઓક્સિજન બેડ અને વેન્ટીલેટર બેડ વધારવા બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

author img

By

Published : May 12, 2021, 11:32 AM IST

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. જેના પગલે રાજ્ય સરકાર સુવિધામાં વધારો કરે તે અર્થે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે ધરણા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

  • જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા તથા આવેદનનો કાર્યક્રમ
  • ઓક્સિજન બેડની સંખ્યા માત્ર 70 લોકો માટે જેને વધારવાની માંગ કરાઇ
  • જિલ્લા મથક દ્વારા RTCPR ટેસ્ટ લેબોરેટરી તાત્કાલિક શરૂ કરવી

ગીર-સોમનાથ : જિલ્લામાં કોરોનાની ગંભીર બેકાબૂ પરિસ્થિતી ઉભી થઈ છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા તથા આવેદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા નીચે મુજબની અમારી રજૂઆત રાજય સરકારને આપશ્રીના મારફતે રજૂ કરવા આવેદન આપવામાં આવ્યું છે.

કોરોના કેસના રેશિયાના મુજબ ઓક્સિજન બેડ અને વેન્ટીલેટર બેડ વધારવા
ગીર-સોમનાથ જિલ્લાની 10 લાખની વસ્તીમાં જિલ્લા મથકની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા માત્ર 70 લોકો માટે રાખવામાં આવેલી છે. તેમજ માત્ર 20 વેન્ટીલેટર બેડ હોવાથી જે સુવિધા ખુબ જ ઓછી હોય તો વસ્તીના તથા કોરોના કેસના રેશિયાના મુજબ તાત્કાલિક ઓક્સિજન બેડ અને વેન્ટીલેટર બેડ વધારવા જોઈએ.

આ પણ વાંચો : જાગૃત નાગરિકે 2 કરોડ રૂપિયાની કોવિડ ગ્રાન્ટ મામલે મેયર, ભાજપના કોર્પોરેટરને પાઠવ્યું આવેદન પત્ર

એન્ટીજન ટેસ્ટ કીટ ખુબ ઓછી માત્રામાં આવે તેમાં વધારો કરવો

જિલ્લા મથક દ્વારા RTCPR ટેસ્ટ લેબોરેટરી તાત્કાલિક શરૂ કરવી જોઇએ. આજની સ્થિતિએ RTCPR ટેસ્ટનો રિપોર્ટ પાંચ દિવસે આવે છે તે બીજા દિવસે મળે તેવી વ્યવસ્થા કરવા એન્ટીજન ટેસ્ટ કીટ ખુબ ઓછી માત્રામાં આપણા જિલ્લામાં આવતી હોય તેમા તાત્કાલિક વધારો કરી અવરિત પણે એન્ટીજન ટેસ્ટ શરૂ કરવો જરૂરી છે.
આ પણ વાંચો : સુરત ગ્રામીણ વિસ્તારમાં ઇન્જેક્શન અને વેક્સિનની અછત મામલે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

જિલ્લામાં માત્ર 20 વેન્ટીલેટર બેડ તૈયાર કરાયા

ગીર સોમનાથ જિલ્લો 10 લાખની વસ્તી ધરાવતો જિલ્લો છે. જેની સામે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા માત્ર 70 લોકો માટે રાખવામાં આવેલી છે. તેમજ માત્ર 20 વેન્ટીલેટર બેડ તૈયાર કરાયા છે. જેથી RTCPR ટેસ્ટ લેબોરેટરી તાત્કાલિક શઇએ. આજની સ્થિતિએ RTCPR ટેસ્ટનો રિપોર્ટ પાંચ દિવસે આવે છે તે બીજા દિવસે મળે તેવી વ્યવસ્થા કરવા એન્ટીજન ટેસ્ટ કીટમાં વધારો, રેમડેસીવર તથા જરૂરી ઈન્જેકશન અને દવાની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવા જેવી અનેક માંગ કરાઈ છે.
નાયબ કલેક્ટરને આવેદન આપ્યું
ધારાસભ્ય વિમલ ચુડાસમા, વિરોધપક્ષના નેતા અભય જોટવા, મનસુખ ગોહેલ, અશોક ગદા, દિનેશ રાયઠઠ્ઠા, રાકેશ ચુડાસમા, મહેશ ચૂડાસમા સહિતની અધ્યક્ષતામાં નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.