ETV Bharat / state

સોમનાથમાં જર્જરીત હાલમાં સૂર્યમંદિર મળી આવ્યું

author img

By

Published : Jun 12, 2021, 9:38 PM IST

સોમનાથમાં જર્જકરિત હાલતમાં પૌરાણિક સૂર્ય મંદિર મળી આવ્યું છે જેના ફોટાની ટ્વીટ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી આર્કીયોલોજી વિભાગ હરકતમાં આવ્યું હતું અને સોમનાથ પહોંચી તપાસ હાથ ધરી હતી.

xx
સોમનાથમાં જર્જરીત હાલમાં સૂર્યમંદિર મળી આવ્યું

  • સોમનાથમાં જર્જરીત હાલતમાં સુર્ય મંદિર મળી આવ્યું
  • વડા પ્રધાન મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવી
  • આર્કીયોલોજી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી

ગીર-સોમનાથ: સોમનાથ નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ પિયુષ ફોફનડીના જણાવ્યા મુજબ તેઓ દ્વારા બે દિવસ પૂર્વે જર્જરિત સૂર્ય મંદિરની તસવીરો સાથે પી.એમ નરેન્દ્ર મોદીને ટીવીટ કરી ધ્યાન દોર્યું હતું.

ઓરક્યોલોજી ટીમ પહોંચ તપાસ માટે

ટ્વીટ બાદ પી.એમ.ઓ માંથી રાજ્યના ટુરિઝમ અને આર્કીયોલોજી વિભાગને રિપોર્ટ માટે આદેશ અપતા બન્ને વિભાગની ટીમ પ્રભાસ તીર્થે આવી પહોંચી હતી અને જર્જરિત સૂર્ય મંદિરો નો રૂબરૂ મુલાકાત સાથે પાલિકા પ્રમુખ પિયુષ ફોફનડી પાસે થી બેઠક યોજી વિગતો મેળવી હતી.

આ પણ વાંચો : 11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - ખોડલધામ મંદિર ભક્તો માટે મૂકાશે ખુલ્લું

5 જેટલા મંદિરો જર્જરીત હાલતમાં

પ્રભાસ તીર્થ ક્ષેત્રના પૌરાણિક સૂર્ય મંદિરો અંગે સ્થાનિક સોમપુરા તીર્થપુરોહિત બટુકશંકર દવેના જણાવ્યા પ્રમાણે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મુજબ પ્રભાસ ક્ષેત્રમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભીમે 12 જેટલા સૂર્ય મંદિરોની સ્થાપના કરી હતી. દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજે છે પ્રભાસ તીર્થ માં જ પાંચ જેટલા સૂર્ય મંદિરો હાલ જર્જરિત સ્થિતિમાં મોજુદ છે.

સોમનાથમાં જર્જરીત હાલમાં સૂર્યમંદિર મળી આવ્યું

વડા પ્રધાન દ્વારા નોંધ લેવામાં આવી

પી.એમ નરેન્દ્ર મોદી દ્વારા પૌરાણિક સૂર્ય મંદિરોની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતા પ્રભાસ ક્ષેત્ર ના લોકોમાં ખુશી સાથે પૌરાણિક સૂર્ય મંદિરો ફરી ઉજાગર થવાની આશા જાગી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આશરે દોઢ મહિના બાદ મંદિરોના દ્વાર ખુલ્યા

અત્યાર સુધી માત્ર બોર્ડ મારીને સંતોષ

આ મંદિરન પુરાતત્વ ખાતાંના તાબામાં છે. પુરાતત્વ ખાતાએ ત્યાં બોર્ડ મારવા સિવાય કશું કર્યું નથી. સોમનાથના સ્થાનિક આગેવાનો પણ આ અને આવા બીજા મંદિરો તથા અવશેષોની જાળવણી માટે અત્યાર સુધી ખાસ કશું કરી શક્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.