ETV Bharat / state

ગીરસોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત, દર્દીઓને અન્યત્ર નહીં ખસેડવા પડે

author img

By

Published : Sep 25, 2020, 11:54 AM IST

ગીરસોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. આ ઉપરાંત 60 બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત રાખવામાં આવેલા છે. જેના કારણે દર્દીઓને અન્યત્ર ખસેડવાની હવે જરૂર નહીં પડે તેમ માનવામાં આવી રહ્યું છે.

girsomnath
ગીરસોમનાથ

ગીરસોમનાથ : જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. આ ઉપરાંત 60 બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત કરવામાં આવેલા છે. જેના કારણે દર્દીઓને અન્યત્ર ખસેડવાની હવે જરૂર નહીં પડે તેમ માનવામાં આવી રહ્યું છે.

ગીરસોમનાથ
ગીરસોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત

કોવિડ 19 એટલે કે, નોવેલ કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-4 અને સરકારી હોસ્પિટલ-1 તેમજ 60 બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે 100 બેડ ઓક્સિજન સાથે 27 બેડ આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે ખાનગી હોસ્પિટલમા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ ખાતે -30 બેડ ઓક્સિજન સાથે 6 બેડ આઈસીયુ સાથે અને 4 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. શ્રીજી હોસ્પિટલ વેરાવળ ખાતે 21 બેડ જેમા 19 બેડ ઓક્સિજન સાથે 5 બેડ આઈસીયુ, 2- વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

ગીરસોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત
ગીરસોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત

સોમનાથ હોસ્પિટલ વેરાવળ-30 બેડ જેમા 22 બેડ ઓક્સિજન સાથે 6-બેડ આઈસીયુ સાથે 1-વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અલિફ હોસ્પિટલ વેરાવળ-30 બેડ સાથે 25 બેડ ઓક્સીજન સાથે 6-બેડ આઈસીયુ અને 1 વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.