ETV Bharat / state

ડોસા ગામે આગની ઘટનામાં એક જ પરિવારમાં ત્રીજા સભ્યનું મોત

author img

By

Published : Mar 23, 2021, 4:39 PM IST

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે મુસ્લિમ પરિવારના ઘરેથી માત્ર 10 દિવસમાં ત્રીજો જનાજો ઉઠતા સમગ્ર ગામમાં શોકમય વાતાવરણ બની ગયું હતું. ડોળાસા ગામના સરપંચ ઉજીબેન મોરીએ આ પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવા માંગણી કરી હતી.

એક જ ઘરમાંથી 2 માસુમ બાળકી સહિત ત્રણના જનાજા ઉઠ્યા
એક જ ઘરમાંથી 2 માસુમ બાળકી સહિત ત્રણના જનાજા ઉઠ્યા

  • ડોળાસા ગામમાં 2 માસુમ બાળકી સહિત 3 ના જનાજા ઉઠતા ગમગીની પ્રસરી
  • ડોળાસામાં એક ઘરમાં આગનો બનાવ બન્યો હતો
  • આગની બનેલી ઘટનામાં પરિવારના દાઝી ગયેલા 5 સભ્‍યો પૈકી 3ના મૃત્‍યુ થયા

ગીર સોમનાથઃ કોડીનાર તાલુકાના ડોળાસા ગામે મુસ્લિમ પરિવારના ઘરેથી માત્ર 10 દિવસમાં ત્રીજો જનાજો ઉઠતા સમગ્ર ગામમાં શોકમય વાતાવરણ બની ગયું હતું. ડોળાસા ગામના સરપંચ ઉજીબેન મોરીએ આ પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવા માંગણી કરી છે. જિલ્‍લાના ડોળાસા ગામના મુસ્લિમ પરિવારના 5 સભ્‍યોમાં ઈકબાલભાઈ રહેમાનભાઈ બ્લોચ, અલ્લારખાબેન ઈકબાલભાઈ બ્લોચ, અલાસા ફાવ્યું, ઉજમા અને અફસાનો સમાવેશ થાય છે.

શ્રમિક પરિવારની કઠણાઈ

ઈકબાલભાઈ અત્યંત છે અને ડોળાસા સહિત આજુ-બાજુના ગામોમાંથી નાળીયેરના ત્રોફા લઈ આવી અને અલ્લારખાબેન ડોળાસાના બસ સ્ટેશનમાં રેકડી રાખી નાળીયેર વેચે છે. બંને માણસ સવારથી સાંજ સુધી તનતોડ મહેનત કરે, ત્યારે 200 થી 250 રૂપિયા સુધી કમાય છે. આમ આ પરિવારનું ગાડું દોડવા લાગ્‍યુ હતું. જેથી પરિવારે આશા સેવી હતી કે, કાલે સારૂ થઈ જશે પણ આ પરિવારની કઠણાઈ જાણે બે ડગલા આગળ રાહ જોતી હોય તેમ ગત 9 મી માર્ચના રોજ પતિ-પત્ની મજુરી કરી ઘરે આવ્‍યા બાદ અલ્લારખાબેને રસોઈ બનાવવા માટે ગેસનો ચૂલો પેટાવા ગયેલા, ત્‍યારે આગ લાગી હતી. આ આગમાં ઈકબાલભાઈ, તેમના પત્ની અલ્લારખાબેન, દીકરીઓ અલસીફા,અફસા અને અલ્હાજ સમેટાઈ ગયા હતા, ત્‍યારબાદ તમામને સારવાર માટે ઉનાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ડોળાસા ગામ સહિત પંથકમાં ગમગીન શોક છવાયો

દાઝી ગયેલા 5 પૈકી 3 સભ્‍યોની હાલત ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ મુસ્લિમ સમાજ દ્વારા પરિવારનો સારવારનો ખર્ચ ઉપાડયો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા ગત તા.12 ના રોજ અફસાનું, તા.17 ના રોજ અલ્સીફાનું અને ગઇકાલે તા.22 ના રોજ ઈકબાલભાઈનું અવસાન થયું હતુ. આમ, એક જ ઘરેથી ત્રણ-ત્રણ જનાજા ઉઠતા સમગ્ર મુસ્લિમ સહિત તમામ સમાજના લોકો સ્તબ્ધ બની ગયા હતા. આ કરૂણ ઘટનાના આક્રંદથી ડોળાસા ગામ સહિત પંથકમાં ગમગીન શોક છવાઇ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.