ETV Bharat / state

Gandhinagar News: ઝવેરી પંચના રિપોર્ટ પર રાજ્ય સરકારની નિષ્ક્રિયતા મુદ્દે કૉંગ્રેસ આકરાપાણીએ, ઓબીસી બચાવો આંદોલન શરૂ કરાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 6:52 PM IST

ઓબીસી બચાવો આંદોલનની શરૂઆત
ઓબીસી બચાવો આંદોલનની શરૂઆત

સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજ દિન સુધી કોઈ નિર્ણય ન થતા કૉંગ્રેસે ઓબીસી બચાવો આંદોલન શરૂ કર્યુ.

ઓબીસી બચાવો આંદોલનનો પ્રારંભ

ગાંધીનગર: ગુજરાતમાં ઝવેરી પંચ મુદ્દે ફરીથી કૉંગ્રેસ રાજ્ય સરકાર પર આકરાપાણીએ થઈ છે.સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી.સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023 ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજ દિન સુધી કોઈ નિર્ણય ન થતા કૉંગ્રેસ પક્ષ દ્વારા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે obc બચાવો આંદોલન શરૂ કર્યું હતું.જ્યારે કૉંગ્રેસ અને સામાજિક આગેવાનો દ્વારા ઓબીસી બચાવો સમિતિ રચના કરવામાં આવી છે.

ઝવેરી પંચની તવારીખઃ 13 એપ્રિલના રોજ રિપોર્ટ સરકારમાં જમા કરવામાં આવ્યો. ઝવેરી પંચ દ્વારા ગુજરાતના અલગ અલગ ઝોન તૈયાર કરીને સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં 13 જુલાઈ 2022 થી આયોગે કામગીરી હાથ ધરી હતી. 21 ઓગસ્ટ 2002 થી 26 ઓગષ્ટ 2022 સુધી લોકોના લીધા મંતવ્ય લીધા હતા જ્યારે ઝોન પ્રમાણે એક મધ્યસ્થ સેન્ટર પણ રાખવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, મધ્ય ગુજરાતમાં બરોડા, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટથી સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં ઝવેરી રિપોર્ટ બાબતે બન્ને પક્ષો આમને સામને આવતા ગૃહમાં નહિ પણ ગૃહ પૂર્ણ થયાના 13 દિવસ બાદ રિપોર્ટ સરકાર માં જમા થયો હતો.

સૌથી પહેલા આ કોંગ્રેસનું મંચ નથી પરંતુ ઓબીસી સમાજ અને સામાજિક આગેવાનોએ ભેગા થઈને આ સ્ટેજની રચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસીનો ચહેરો બતાવીને રાજકારણ કરી રહ્યા છે પરંતુ તેમના આજે ગુજરાતમાં 52% વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં પણ આ સમાજ સાથે તમામ રીતે ભેદભાવ અને અન્યાય થઈ રહ્યો છે.OBC તમામ રીતે પાછળ ધકેલાઈ રહ્યો છે...અમિત ચાવડા(નેતા, ગુજરાત વિધાનસભા વિપક્ષ)

ભાજપના નેતાઓને આમંત્રણ: આ કોંગ્રેસનું નહિ પરંતુ તમામ ઓબીસી સમાજ દ્વારા આ મંચ તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે ભાજપના ઓબીસી સમાજના આગેવાનોને પણ ઓબીસી અનામત બચાવો આંદોલનમાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભાજપ સહિત દરેક પક્ષના નેતાઓ અને અગ્રણીઓને આ આંદોલનમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.

મુખ્ય માંગણીઓઃ

1. સૌથી પહેલા ગુજરાતમાં જાતે આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે.

2. લોકલ બોડીમાં ૨૭ ટકા અનામત

3. બજેટ માં ઓબીસી માટે ખાસ અલગ બજેટ ૨૭ ટકા

4. કોર્પોરેટટીવ એસોસિએશન છે તેમાં અનામત હોવી જોઈએ.

સરકાર OBC વિરોધી: સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી.સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023 ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજ દિન સુધી કોઈ નિર્ણય ન થતા કૉંગ્રેસે ઓબીસી બચાવો આંદોલન શરૂ કર્યુ. અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર વાકપ્રહાર કરતા જણાવ્યું કે રીપોર્ટ રાજ્ય સરકાર પાસે આવી ગયો છે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી જેથી સ્પષ્ટ થાય છે કે આ સરકાર ઓબીસી વિરુદ્ધની સરકાર છે. ઝવેરી પંચનો રિપોર્ટમાં સરકારે હજી સુધી કઈ કર્યું નથી અને છેલ્લા એક વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ થઈ શકતી નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અટવાઈઃ આજે છેલ્લા એક વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ નથી એક વર્ષથી વહીવટદારોનું રાજ છે અને સરકાર પોતાની મનમાની ચલાવી રહી છે. લગભગ 7,100 જેટલી ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકા અને 20 તાલુકા પંચાયતની ચૂંટણી હજી સુધી થઈ શકી નથી.આમ ઓબીસી ને તો અન્યાય થઈ રહ્યો છે.

ગૃહમાં ઝવેરી પંચ રીપોર્ટની માંગણી થઈ હતીઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં 24 માર્ચ 2023ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઝવેરી કમિશનનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે સરકારમાં જમા કરવા માંગણી કરી હતી.

  1. Gandhinagar News : રાજ્યસભા ચૂંટણીને લઇ અમિત ચાવડાનું નિવેદન, મોવડીમંડળ સાથે બેઠક કરી અંતિમ નિર્ણય લઇશું
  2. Gujarat Assembly: ઝવેરી કમિશનના રિપોર્ટની માંગ, ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી તાત્કાલિક કરાવવા રજૂઆત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.