ETV Bharat / state

Yuvrajsinh Jadeja On Exam Cancle: ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકાર્યો છે

author img

By

Published : Dec 21, 2021, 3:23 PM IST

Updated : Dec 21, 2021, 4:38 PM IST

Yuvrajsinh Jadeja On Exam Cancle: ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકારીયે છે
Yuvrajsinh Jadeja On Exam Cancle: ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકારીયે છે

હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટવાના પગલે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામા આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આ મુદ્દે સમગ્ર કાંડ ઉજાગર કરનાર જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા (Yuvrajsinh Jadeja On Exam Cancle) આપી હતી કે, ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકાર્યો છે.

ગાંધીનગર: હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટવા (Head Clerk Paper Leak)ના પગલે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામા આવી છે. ગૃહ રાજ્ય (Harsh Sanghvi on Paper Leak) પ્રધાન હર્ષ સંઘવીએે પરીક્ષા (GSSSB Head Clerk Exam 2021) રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાયા સુધીની તાપસ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તમામ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે સમગ્ર કાંડ ઉજાગર કરનાર જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા (Yuvrajsinh Jadeja On Exam Cancle) આપી હતી કે, ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકાર્યો છે.

હું હંમેશા વિદ્યાર્થી હિત માટે કામ કરીશ: જયરાજસિંહ જાડેજા

વધુમાં જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રિન્ટ પ્રેસના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરવાની ખાસ જરુર છે કે, ગૌણ સેવા દ્વારા આ પ્રેસને કયા બેસ પર પ્રિન્ટ માટે પસંદગી કરવામા આવી છે. સરકાર કહે છે કે, કેસને હિસ્ટોરીકલ સમયમાં પૂરો થાય તે બાબતે સરકાર કટિબદ્ધ છે, પણ ભવિષ્યમા આવુ ના થાય તે માટે સરકાર કેવા પગલા ભરશે? મીડિયા દ્વારા આપ પાર્ટીના વીરોધ મુદ્દે સવાલ પુછતા જણાવ્યું હતું કે, હું હંમેશા વિદ્યાર્થી હિત માટે કામ કરીશ, પાર્ટી તેનુ કામ કરશે.

આપે ગૌણ સેવા કાર્યાલય પર જ જવાની જરુર હતી: જયરાજસિંહ જાડેજા

આપે કરેલા વિરોધના પગલે વધુ સવાલો પુછતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે પરીક્ષા લેવાય છે, તેમા ઉમેદવારોને ન્યાય મળે તે હેતુ આપ દ્વારા યુવા નેતા સહીત કાર્યકરોએ વિરાધ પ્રદર્શન કર્યું હતું, જો કે, આ પ્રદર્શન માટે આપે ગૌણ સેવા કાર્યાલય પર જ જવાની જરુર હતી.

આ પણ વાંચો: GSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત

Last Updated :Dec 21, 2021, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.