VISWAS Project: ગુજરાતમાં 7000 સીસીટીવી લગાવીને સરકાર,પોલીસ અને પ્રજાને શું થયો ફાયદો?

author img

By

Published : Jun 16, 2022, 7:15 PM IST

VISWAS Project: ગુજરાતમાં 7000 સીસીટીવી લગાવીને સરકાર,પોલીસ અને પ્રજાને શું થયો ફાયદો?

ગુજરાતમાંં શાંતિ સુરક્ષા અને સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ(VISWAS Project) કરવામાં આવ્યો હતો. ગૃહ વિભાગ દ્વારા સાત હજાર જેટલા સમગ્ર રાજ્યમાંનું નેટવર્ક પાઠવવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગૃહવિભાગને અનેક કેસનો ભેદ ઉકેલવા માટે મહત્ત્વની કડી સાબિત થયું છે.

ગાંધીનગર: ગુજરાતમાંં શાંતિ સુરક્ષા અને સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ(VISWAS Project) કરવામાં આવ્યો હતો. અને તે જગ્યા ઉપર અથવા તો પવિત્ર યાત્રાધામ કે જ્યાં સૌથી વધુ લોકો એકઠા થતા હોય તે જગ્યા ઉપર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાત હજાર જેટલા સમગ્ર રાજ્યમાંનું નેટવર્ક પાઠવવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગૃહવિભાગને અનેક કેસનો ભેદ ઉકેલવા માટે મહત્ત્વની કડી સાબિત થયું છે.

શું થયું વિશ્વાસ પ્રોજેક્ટમાં - VISWAS પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લા મુખ્ય મથકો, 6 યાત્રાધામો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 7000 થી વધુ CCTV Camera લગાડીને આધુનિક Traffic Management System ની સ્થાપના કરવામાં આવેલ છે અને તમામ ૩૪-જીલ્લાઓ ખાતે ‘નેત્રમ’ (Command & Control Centre) સ્થાપિત કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ વલસાડ પોલીસની ત્રીજી આંખ (CCTV) માત્ર ઈ-ચલણ પુરતી સીમિત

કેવા અને કેટલા ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા - 1. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ CCTV કેમેરાના ઉપયોગથી રાજ્યમાં ચોરી, લૂંટ, ચીલ ઝડપ, હીટ એન્ડ રન, અકસ્માત, અપહરણ, ગુમ, ગુના બાદની તપાસના 3000 થી વધુ કેસો શોધવામાં મદદ મળેલ છે. રાજ્યના કુલ 1600 થી વધુ તહેવાર, સરઘસ, મેળા દરમિયાન તેમજ જનરલ ટ્રાફીક નિયમન કરવામાં મદદ મળેલ છે. આ ઉપરાંત રાજ્યમાં મહાનુભાવોની સુરક્ષા માટે 1500થી વધુ બંદોબસ્તમાં CCTV કેમેરાનો અસરકારક રીતે ઉપયોગ થયેલ છે.

2. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ CCTV કેમેરા તથા અન્ય અસરકારક પગલાઓના પરિણામે રાજ્યમાં વર્ષ 2018 ની તુલનામાં વર્ષ 2021 માં ઘરફોડના કેસો શોધવાના દરમાં અંદાજે 8 ટકાના વધારા સહિત તમામ ચોરીઓના કેસો શોધવાના દરમાં અંદાજે 13 ટકા જેટલો વધારો થયેલ છે. તેમજ લૂંટના કેસો શોધવાના દરમાં અંદાજે 6 ટકાનો અને રમખાણો, તોફાનો ના આરોપીઓને પકડવામાં અંદાજે 3 ટકાનો વધારો થયેલ છે.

3. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ CCTV કેમેરાની ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ માર્ગ સલામતીના અન્ય અસરકારક પગલાઓના પરિણામે, રાજ્યમાં માર્ગ અકસ્માતોના કેસોમાં વર્ષ 2018ની તુલનામાં વર્ષ 2021માં અંદાજે 19 ટકા જેટલો ઘટાડો થયેલ છે. આ સમયગાળા દરમ્યાન માર્ગ અકસ્માતના કારણે થતી ઇજાઓમાં અંદાજે 21 ટકા તેમજ મૃત્યુમાં અંદાજે 7 ટકા જેટલો ઘટાડો થયેલ છે.

DGPએ આપ્યા એવોર્ડ - VISWAS Project અંતર્ગત ‘SHODH’ અને ‘MARG SURAKSHA’ કેટેગરીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જિલ્લાની ‘નેત્રમ’ ટીમને વર્ષ-2022ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા (જાન્યુઆરી-2022થી માર્ચ-2022) માટે Reward Certificate એનાયત કરવામાં આવેલ છે. જેમાં CATEGORY-I: ‘SHODH’ માટે વર્ષ-2022ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન, જુનાગઢ જિલ્લાની ‘નેત્રમ’ ટીમે 56 કેસો શોધીને પ્રથમ સ્થાન, ભાવનગર જિલ્લાની ‘નેત્રમ’ ટીમે 43 કેસો શોધીને દ્વ્રિતિય સ્થાન અને કચ્છ-પશ્ચિમ જિલ્લાની ‘નેત્રમ’ ટીમ 33-કેસો શોધીને તૃતીય સ્થાન હાંસિલ કરેલ છે.

આ પણ વાંચોઃ 'વિશ્વાસ પ્રોજેકટ' હેઠળ રાજ્યમાં 7000 CCTV મુકાયા, 15 દિવસમાં 372 કેસમાં મદદ મળી

પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા - આ જિલ્લાઓના ‘નેત્રમ’ ટીમ વતી ‘નેત્રમ’ ઇન્ચાર્જઓને DGP ગુજરાત રાજ્ય આશિષ ભાટીયાનાઓના હસ્તે સારી કામગીરી સબબ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. CATEGORY II MARG SURAKSHA’ માટે વર્ષ-2022ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમિયાન પર્ફમન્સમાં સાબરકાંઠા જિલ્લની ‘નેત્રમ’ ટીમે 82.6 ટકા મેળવીને પ્રથમ સ્થાન, ભાવનગર જિલ્લની ‘નેત્રમ’ ટીમે 80.9 ટકા મેળવીને દ્વિતિય સ્થાન અને મહેસણા જિલ્લાની ‘નેત્રમ’ ટીમે 78.0 ટકા મેળવીને તૃતીય સ્થાન મેળવેલ છે. આ જિલ્લાઓના ‘નેત્રમ’ ટીમ વતી ‘નેત્રમ’ ઇન્ચાર્જને આશિષ ભાટીયાનાઓના હસ્તે સારી કામગીરી સબબ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.