વલસાડ પોલીસની ત્રીજી આંખ (CCTV) માત્ર ઈ-ચલણ પુરતી સીમિત

author img

By

Published : Aug 2, 2020, 9:36 PM IST

Valsad Police

વલસાડ પોલીસે મુકેલી ત્રીજી આંખ(CCTV) માત્ર ઇ મેમો આપવા પૂરતી સીમિત નથી, આ CCTV દ્વારા લૂંટ અને ચેન સ્નેચીંગ જેવા ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે. વલસાડ જિલ્લામાં 19 સ્થળો પર નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત 97 CCTV લગાવવામાં આવ્યા છે.

વલસાડઃ જિલ્લામાં વખતો વખત વધી રહેલા ગુનાઓને રોકવા તેમજ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા પોલીસ સક્રિય છે જ પણ જિલ્લામાં દરેક સ્થળે નજર રાખવા માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.

Valsad Police
વલસાડ જિલ્લામાં 19 સ્થળો પર નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત 97 CCTV લગાવવામાં આવ્યા

નેત્રમ પ્રજેક્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના 19 સ્થળો પર 97 CCTV મુકવામાં આવ્યા છે, જે ડે નાઈટ વિઝન સાથે છે. કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ કે RTOના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં સરળ બની રહ્યા છે. વળી આ CCTV હાલ RTOના નિયમનું ઉલ્લંઘન કરનારને ઓળખીને તેના ઘર સુધી ઈ મેમો પણ પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

Valsad Police
CCTV દ્વારા લૂંટ અને ચેન સ્નેચીંગ જેવા ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી

વલસાડ જિલ્લામાં વધતા જતા ગુનાઓને નાથવા માટે પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે, પરંતુ પોલીસની ત્રીજી આંખ ગણવામાં આવતા CCTV પણ ગોઠવવામાં આવ્યા છે. ઝડપથી ગુનાખોરીને ડામવા માટે વલસાડ જિલ્લામાં પણ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના 97 જેટલી જગ્યા પર CCTV મુકવામાં આવ્યા છે. જેથી કરીને કોઇપણ ગુનાહિત પ્રવૃત્તિ કરીને ભાગનારાઓ પોલીસની આ ત્રીજી નજરથી બચી શકે નહીં.

વલસાડ પોલીસની ત્રીજી આંખ(CCTV) સતત રાખી રહી છે, ગુનાહિત પ્રવૃતિ પર નજર

વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરમાં કુલ 12 જેટલા સ્થળો પર કેમેરા મુકવામાં આવ્યા છે. જ્યારે વલસાડની બહાર 9 સ્થળો પર કેમેરા મુકાયા છે. જેને લઈને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અનેક વાહનચાલકો પર નજર રાખવામાં આવી રહી છે અને જો કોઇ વાહનચાલક ટ્રાફિક નિયમોનો ભંગ કરે કે તુરંત જ તેવા લોકોને તેમના વાહનના નંબરને આધારિત એડ્રેસ પર સીધું ઈ ચલણ મોકલી દેવામાં આવી છે, એટલે કે તેઓના ઘર સુધી ચલણ પોસ્ટ મારફતે પહોંચી જતું હોય છે અને ટ્રાફિક નિયમનો ભંગ કરનારાને દંડ ફરજિયાતપણે ચુકવાવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ શહેરમાં હજૂ પણ જો સરકાર દ્વારા નેત્રમ યોજનાનું ફેસ ટુ જાહેર કરવામાં આવે તો અનેક એવા જગ્યા છે. જ્યાં પણ હજૂ પણ CCTVની જરૂરિયાત છે. જે આગામી દિવસમાં મૂકવામાં આવે એવી શક્યતાઓ છે. વલસાડ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં એટલે કે સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં પ્રવેશતા પ્રવેશ દ્વાર પાતળિયા ચેકપોસ્ટ હોય, કે પછી વલસાડ શહેરના પ્રવેશતા માર્ગો પર આ CCTV કેમેરા મુકાયા છે. જેથી કરીને કોઇપણ ગુનાહિત પ્રવૃત્તિ કરીને શહેરમાંથી ભાગનારા પોલીસની આ ત્રીજી આંખથી બચી શકે નહીં.

નોંધનીય છે કે, વલસાડ જિલ્લાના 19 લોકેશન પર કુલ 97 કેમેરા મુકવામાં આવ્યા છે. જેથી કરીને દરેક ગતિવિધિ પર ધ્યાન રાખી શકાય અને એ માટેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ વલસાડ સિટી પોલીસ મથકની બાજુમાં બનાવવામાં આવ્યું છે. જ્યાં આગળ નિષ્ણાત એવા કોન્સ્ટેબલ દ્વારા તેનું ઓપરેટિંગ કરવામાં આવે છે. આ CCTVને કારણે અગાઉ પણ લૂંટ અને ચેન સ્નેચીંગ જેવા ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આમ વલસાડ શહેરમાં મૂકવામાં આવેલા નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગતના CCTV કેમેરાથી ગુનાહિત પ્રવૃત્તિને નાથવામાં મહદ અંશે સફળતા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.