ETV Bharat / state

4 લાખ હેકટરમાં પાક નુકશાનીનો પ્રાથમિક અહેવાલ, પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે કરી કમોસમી વરસાદને લઇ મહત્વની વાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 6:50 PM IST

રવિવારે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઇ રાજ્યમાં આશરે 4 લાખ હેકટરમાં નુકશાનીનો પ્રાથમિક અહેવાલ મળી રહ્યો છે. રવી પાકનું આગામી આયોજન કર્યું હશે તેવા ખેડૂતોને નુકશાન થાય તેવી શક્યતાઓ હોવાનો સ્વીકાર પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે કર્યો હતો.
4 લાખ હેકટરમાં નુકશાનીનો પ્રાથમિક અહેવાલ, પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે કરી કમોસમી વરસાદને લઇ મહત્વની વાત
4 લાખ હેકટરમાં નુકશાનીનો પ્રાથમિક અહેવાલ, પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે કરી કમોસમી વરસાદને લઇ મહત્વની વાત

ત્રણથી ચાર લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં 26 અને 27 નવેમ્બરના રોજ વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદને ધ્યાનમાં લઈને ગાંધીનગરના ડિઝાસ્ટર સેન્ટર ખાતે રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મળી હતી. જેમાં બેઠક બાદ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે આશરે ત્રણથી ચાર લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું હોવાની પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આજથી સર્વેની કામગીરી શરુ થઇ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે વરસાદ છે નહીં. ત્યારે આજથી રાજ્યના જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો તે તમામ જિલ્લાઓમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેના રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ્યારે ગુજરાત પરત ફરશે ત્યારે સહાય અને પેકેજ બાબતે આખરે નિર્ણય કરવામાં આવશે...ઋષિકેશ પટેલ ( પ્રવક્તાપ્રધાન )

ચાર લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાની ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વરસાદના કારણે આશરે ત્રણથી ચાર લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનીના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા 21 નવેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે જ સરકારે રાજ્યની તમામ એપીએમસી અને ખેડૂતોને ખેતરમાં અને એપીએમસીમાં ખુલ્લો પડેલ માલને સલામત જગ્યાએ સુરક્ષિત કરશે સૂચના આપવામાં આવી હતી જેથી નુકસાન ખૂબ ઓછા પ્રમાણમાં થયું છે.

86 લાખ હેકટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે યોજાયેલ બેઠકમાં રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. જે અંતર્ગત ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં 86 લાખ હેકટર વિસ્તારમાં ખરીદ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 20 થી 25 લાખ હેક્ટરમાં કપાસ એરંડા જેવા પાકની ખેતી કરવામાં આવી રહી છે અને ત્રણથી ચાર લાખ હેક્ટરમાં નુકસાન થવાની સંભાવના હાલમાં પ્રાથમિક ધોરણે વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જે ખેડૂતોએ રવી સિઝનમાં આગોતરું આયોજન કર્યું હશે તેવા ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સરકારે 9 વર્ષમાં 10,000 કરોડની સહાય આપી ગુજરાત વિધાનસભા ના વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર પાક સહાય અને નુકશાની પેકેજ સહાય બાબતે આક્ષેપ કર્યા હતા જેમાં સરકારે ખેડૂતોને પૂરતી સહાય આપી નથી, સહાય બાકી છે જ્યારે વર્ષ 2016-17 થી 2019 સુધીમાં જે પાક સહાય યોજના હતા એ યોજનામાં ખેડૂતોને સહાય પ્રાપ્ત થઈ નથી ત્યારે રાજ્ય સરકાર ના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આક્ષેપ નો જવાબ આપ્યો હતો કે સરકારે છેલ્લા 9 વર્ષમાં કમોસમી વરસાદ, કુદરતી આપતી જેવી ઘટનાઓમાં કુલ 10,000 કરોડ જેટલી સહાય ચૂકવી છે.

  1. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપશે સરકાર, આજથી સર્વેની પ્રક્રિયા શરૂ
  2. ખેડૂતોને સહાયની તમામ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે - ઋષિકેશ પટેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.