ETV Bharat / state

વિધાનસભા ગૃહમાં બાળ કિશોર શ્રમ બિલ પાસ, દંડની રકમ બમણી કરાઇ

author img

By

Published : Sep 23, 2020, 10:45 PM IST

ભારતમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવી એ એક મોટો અપરાધ અને ગુનો બને છે. આ અંગે વિધાનસભા ગૃહમાં બાળ કિશોર શ્રમ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થઈ ગયું છે. હવે દંડની રકમ બમણી કરવામાં આવી છે.

વિધાનસભા
વિધાનસભા

ગાંધીનગર : ગુજરાતમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવી એ એક મોટો અપરાધ અને ગુનો બને છે. ત્યારે આ નિયમોમાં સુધારા સાથે ગુરુવાર વિધાનસભા ગૃહમાં બાળ અને કિશોર શરણમ પ્રતિબંધ અને નિયમન સુધારા બિલ શ્રમ પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મનરેગામાં બાળકોને મજૂરી રાખતા હોવાનું અને તેમને મજૂરી ચૂકવાનું હોવાની પણ વિધાનસભામાં જાણ કરી હતી. જ્યારે આ તમામ વિગતોને ધ્યાનમાં રાખીને બાળ અને કિશોર શ્રમ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

વિધાનસભા
વિધાનસભા ગૃહમાં બાળ કિશોર શ્રમ વિધેયક પાસ

વિધાનસભા ગૃહમાં બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમનમાં સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં બાળકોને પાસે કરાવવામાં આવતી મજૂરીમાં મુખ્ય અધિનિયમ તરીકે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ પૈકી પેટા કલમ-1માં જે 50 હજાર રૂપિયાનો દંડ છે, તે દંડની જોગવાઈ 1 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે હવે મ્યુનિસિપલ કમિશનર અને નિયામકને પણ સર્વ સત્તા સોંપવામાં આવી છે.

રાજ્યમાં બાળ આશ્રમ નિયમોમાં સુધારો કરવાના મુખ્ય ઉદ્દેશ અને કારણોમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, તમામ વ્યવસાયોમાં બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકવા અને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ શિક્ષણનો અધિકાર આપવા માટેની જોગવાઈને ધ્યાનમાં લઈને અને તેમને શાળામાં તેમની નામનો અને સરળ બનવાની પ્રક્રિયા કરવાના હેતુથી સુધારો લાવવામાં આવ્યો હતો. આ સુધારા પ્રમાણે કિશોર જે 14 વર્ષ પૂરા થયા હોય, પરંતુ 18 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવી વ્યક્તિને જોખમી વ્યવસાયમાં રોજગાર આપવા પર પ્રતિબંધ મૂકવા અને કિશોરની સેવાની શરતોનો અમલ કરવા માટેની જોગવાઇ કરવામાં આવી હતી.

આમ ગુજરાત વિધાનસભામાં બાળ સુધાર આવી જ એક સર્વસહમતિથી પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે દંડની જોગવાઈમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે જો કોઈ વ્યક્તિ બાળ મજૂરી કરાવે તો તેની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.