ETV Bharat / state

ગૃહવિભાગે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશન

author img

By

Published : Jan 23, 2021, 7:13 AM IST

ગૃહવિભાગે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશન
ગૃહવિભાગે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગમે ત્યારે જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે IPS ની બદલી અને પ્રમોશનની વાત પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. પરંતુ ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશનના હુકમ કર્યા છે.

  • રાજ્યના ગૃહવિભાગે કર્યા બદલી અને પ્રમોશનના આદેશ
  • સત્તાવાર રીતે કરવામાં આવી જાહેરાત
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં બદલી અને પ્રમોશન

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગમે ત્યારે જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે IPS ની બદલી અને પ્રમોશનની વાત પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. પરંતુ ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશનના હુકમ કર્યા છે.

ક્યાં અધિકારીઓને IGP કક્ષાનું પ્રમોશન મળ્યું

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બે અધિકારીઓને IGP કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં અશોકકુમાર યાદવ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ભાવનગર રેન્જને પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ડૉ. એસ.કે.ગઢવી ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અમદાવાદના આઇપીએસ અધિકારીને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. આમ રાજ્ય સરકારે બે અધિકારીઓને IGP કક્ષાનું પ્રમોશન આપ્યું છે.

ક્યાં અધિકારીઓ ADGP તરીકે મળ્યું પ્રમોશન

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કુલ 3 જેટલા IPS અધિકારીઓને ADGP તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે કરેલ સત્તાવાર જાહેરાતમાં ત્રણ અધિકારી પૈકી નરસિંહા કોમલ, પ્રફુલકુમાર રોશન અને એસ પાંડ્યા રાજકુમારને ADGP તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

ક્યાં અધિકારીઓની કરાઈ બદલી

રાજ્યમાં કુલ 6 જેટલા આઇપીએસ અધિકારીની રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે બદલીના આદેશ આપવામાં આવ્યા છે અને આ બદલી તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે.

1. અમિત વિશ્વકર્મા IGP, અમદાવાદ

2. વી. ચંદ્રશેખર IGP, અમદાવાદ રેન્જ

3. પ્રેમવીર સિંઘ JCP, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

4. નિરજકુમાર બડગુજર, સાબરકાંઠા એસ.પી

5. ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ અમદાવાદ

6. જગદીશ ચાવડા, એસપી અમદાવાદ ib

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.