ETV Bharat / state

Diwali 2023: રાજ્ય સરકારની નવા વર્ષની શુભેચ્છામાં 'શ્રીરામ', મુખ્યપ્રધાનથી લઈને અનેક મંત્રીઓએ શુભેચ્છા કાર્ડમાં શ્રીરામ અને ગુજરાતનો વિકાસ વર્ણાવ્યો.

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 12:24 PM IST

રાજ્ય સરકારની નવા વર્ષની શુભેચ્છામાં 'શ્રીરામ'
રાજ્ય સરકારની નવા વર્ષની શુભેચ્છામાં 'શ્રીરામ'

મંગળવારથી નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઈ રહી છે, ત્યારે નવા વર્ષને લઈને લોકોએ અત્યારથી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે ગુજરાત સરકારના પ્રધાનોની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ થી લઈને રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ ગુજરાત અને રાષ્ટ્રના અનેક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે, જ્યારે નવા વર્ષની શુભેચ્છાઓમાં 'શ્રી રામ', 'ભારત@2027', 'વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવ'ને આવરી લેવામાં આવ્યું છે.

ગાંધીનગર : મંગળવાર થી નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઈ રહી છે, ત્યારે નવા વર્ષને લઈને લોકોએ અત્યારથી સોશિયલ મીડિયાદ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે ગુજરાત સરકારના પ્રધાનોની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ થી લઈને રાજ્ય ઘણા કેબિનેટ પ્રધાનોઓ ગુજરાત અને રાષ્ટ્રના અનેક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે, જ્યારે નવા વર્ષની શુભેચ્છાઓમાં શ્રી રામ, ભારત@2027, વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવને આવરી લેવામાં આવ્યું છે.

CM ભુપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ
CM ભુપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ

વિકસિત ભારત 2047: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દિવાળી અને નવા વર્ષમાં ખાસ એક શુભેચ્છા કાર્ડ પણ તૈયાર કરાવ્યું છે, અને આ કાર્ડ ગુજરાતના નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓને પણ મોકલવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ભૂપેન્દ્ર પટેલે કાર્ડમાં શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, આવો આપણે સૌ સાથે મળીને આ દીપોત્સવના પાવન અવસર એ હૃદયમાં સદવિચારો અને સત્ય નિષ્ઠા સાથે વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક સિદ્ધ કરવાના દિપક પ્રગટાવીએ છે, કે વર્ષ 2047માં ભારત દેશને સૌથી મોટી ઈકોનોમી બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.

CM ભુપેન્દ્ર પટેલની શુભકામનાઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા મા સૌ ગુજરાતીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં લખ્યું છે કે, 'મારા પ્રત્યેક ગુજરાતી બાંધવ માટે નવું વર્ષ કલ્યાણકારી સુખકારી અને સ્વપ્ન પૂર્તિનો સમય બને તેવી શુભેચ્છા' જ્યારે ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમણે દર્શાવેલા ગુજરાતના વિકાસ પથ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને અમને અઢળક આશીર્વાદ આપ્યા છે, અને ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ કરવા માટેનું આજ અમારું સૌથી મોટું પ્રેરકબળ બની રહ્યું છે. ગુજરાતમાં ગરીબો, વંચિતો, આદિવાસી, ખેડૂત, મહિલાઓ, યુવાનો સૌ કોઈ ગુજરાતીઓનો સર્વાંગી વિકાસ માટેની અમારી પ્રતિબંધિતતાની પ્રતીતિ તમામ ગુજરાતી બાંધવોને થઈ રહી છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત અને જી-20 થી ગુજરાતને આગામી સમયમાં લાભ થશે અને ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ નો વિકાસ પણ થઈ રહ્યો છે. આમાં ગુજરાત સરકારની કામગીરી અને આયોજન પણ શુભેચ્છાઓમાં પાઠવીને અંતે સદાય આપનો ભુપેન્દ્ર પટેલ તરીકેનો મેસેજ તમામ ગુજરાતીઓને આપ્યો હતો.

શુભેચ્છાકાર્ડમાં શ્રીરામઃ રાજ્ય સરકારના આરોગ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે પણ નવા વર્ષના અને દિવાળીની શુભેચ્છા માટે ખાસ શુભેચ્છા કાર્ડ તૈયાર કરાવ્યું હતું, જેમાં અયોધ્યા મંદિર અને શ્રીરામના મોટા ફોટાને શુભેચ્છા કાર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના શિક્ષણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધીનગરનું ગિફ્ટ સિટી અને સૌર ઉર્જાને પણ શુભેચ્છા કાર્ડમાં સ્થાન આપ્યું છે.

રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાનો શુભેચ્છા સંદેશ
રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાનો શુભેચ્છા સંદેશ

પ્રફુલ પાનસેરીયાની શુભેચ્છાઃ દિવાળી અને નવા વર્ષના શુભેચ્છા માટે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા એ પણ શ્રીરામને મધ્યમાં રાખીને શુભેચ્છાઓ પાઠવી હતી. પાનસેરીયાએ શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે,

''વિશ્વમાં સૌથી વધુ યુવા ધન ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલ વિવિધ કૌશલ્યને વેગ આપવા વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ નવી શિક્ષણ નીતિ 2020નું ગુજરાતમાં થયેલ અમલીકરણ થકી શિક્ષિત તેમજ સુસજ્જ યુવા ધન રાષ્ટ્રની વિકાસ શૃંખલામાં મહત્વનો ભાગ ભજવશે. આ પવિત્ર પર્વે અયોધ્યામાં હાલ નિર્માણ આધીન ભારતના પ્રાણ સમાન રામ મંદિરમાં બિરાજમાન થનાર પ્રભુ શ્રીરામના આશીર્વાદ સાથે આપણે સૌ સત્ય નિષ્ઠાથી વિકાસ માટેના પ્રકાશના દીવડા પ્રગટાવીને ભારતને વિકાસના માર્ગે આગળ ધપાવીએ. સાથે જ 2047ના લક્ષ્યાંકને સિદ્ધ કરવાની શુભેચ્છા''

'જાન્યુઆરી 2024માં પ્રાણ પ્રતિષ્ઠતા મહોત્સવઃ ઉલ્લેખનીય છે કે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યારે આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. અયોધ્યામાં શ્રી રામનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

રાઘવજી પટેલની શુભેચ્છાઃ રાઘવજી પટેલે આપી મિલેટ વર્ષ સાથેની શુભેચ્છાઃ રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નવા વર્ષની શુભેચ્છાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના દ્વારા જાહેર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષને મધ્યમાં રાખીને શુભેચ્છાઓ આપી હતી, રાઘવજી પટેલ પોતાના સંદેશમાં લખ્યું હતું કે,

''અજ્ઞાન અને અધર્મના અંધકાર પર જ્ઞાન અને ધર્મના તેજના વિજય પર્વ દિવાળી અને ગુજરાતી નવ વર્ષની શુભકામનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના પરિણામે સમગ્ર વિશ્વ આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિનિટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે આજના પવિત્ર દિવસે આ શુભકામનાઓ સાથે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિના સહજીવન સમાન આપણા ધાનની આહાર પરંપરાને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ''.

  1. Gir Somnath News : સોમનાથમાં રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે જોડાયાં, સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું રામ નામ
  2. Gir Somnath News : લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસમાં પાડશે ભંગાણ, સોમનાથમાં સી.આર. પાટીલનું ચોકાવનારૂ નિવેદન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.