ETV Bharat / state

Gir Somnath News : સોમનાથમાં રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે જોડાયાં, સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું રામ નામ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 9:18 PM IST

Gir Somnath News : સોમનાથમાં રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે જોડાયાં, સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું રામ નામ
Gir Somnath News : સોમનાથમાં રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે જોડાયાં, સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું રામ નામ

અયોધ્યામાં રામ મંદિર લોકાર્પણ પ્રસંગે રામ નામ મહાયજ્ઞ લેખન ગ્રંથ પહોંચાડવામાં આવશે. જેને લઇ સોમનાથમાં રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞનું આયોજન થયું છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમાં શામેલ થઇ રહ્યાં છે.

રામ નામ મહાયજ્ઞ લેખન

ગીર સોમનાથ : આગામી જાન્યુઆરી માસમાં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ન્યાસમાં રામલલાનું ભવ્ય મંદિર દર્શનાર્થીઓ માટે ખુલવા જઈ રહ્યું છે. ત્યારે રામ મંદિરના લોકાર્પણ પ્રસંગે રામ નામ મહાયજ્ઞ લેખન ગ્રંથ પણ લોકાર્પણ સમયે વિવિધ ધાર્મિક સ્થળોથી પહોંચાડવામાં આવશે. સોમનાથ નજીક પણ રામ નામ લેખન મહાયજ્ઞનું આયોજન રામ મંદિરમાં કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે બોલીવુડના અભિનેત્રી કંગના રનૌત અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ભગવાન રામને સમર્પિત મહાયજ્ઞમાં સામેલ થયા હતાં.

અયોધ્યા મોકલાશે ગ્રંથો
અયોધ્યા મોકલાશે ગ્રંથો

રામ નામ લેખન મહાયજ્ઞ : આગામી જાન્યુઆરી માસમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું નવનિર્મિત મંદિર તમામ દર્શનાર્થીઓ માટે ખુલવા જઈ રહ્યું છે. ત્યારે ભારતના ઇતિહાસમાં જોડાવા જઈ રહેલા એક સુવર્ણયુગ સાથે ભગવાને રામને સમર્પિત એવા રામ નામ લેખન મહાયજ્ઞનું દેશના અનેક સ્થળો પર અને ખાસ કરીને ધાર્મિક સ્થાનો પર શરૂઆત કરવામાં આવી છે.

પરોક્ષ સહભાગિતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હોવાને કારણે પણ ભાલકા નજીક આવેલા રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞની શરૂઆત 1લી નવેમ્બરથી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને બોલીવુડની ખ્યાતના અભિનેત્રી કંગના રનૌત પણ રામ નામ લેખન મહાયજ્ઞમાં હાજરી આપીને અયોધ્યામાં દર્શન માટે ખુલવા જઈ રહેલા ભગવાન રામના મંદિરમાં તેમની પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સહભાગીતા દર્શાવીને રામ નામ લેખન મહાયજ્ઞમાં હાજરી આપી છે.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા : ત્રિવેણી સંગમ નજીક આવેલું સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રામ મંદિરમાં 1લી નવેમ્બરના દિવસથી રામનામ લેખન મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. જે આગામી 10 મી જાન્યુઆરી 2024 સુધી સતત અને અવિરત પણે જોવા મળશે. આ સમય દરમિયાન જે કંઈ પણ રામ ભક્તો ભગવાન રામને સમર્પિત એવા રામ નામ લેખન મહા યજ્ઞમાં હાજર રહીને જે ગ્રંથો પૂર્ણ કરશે તે તમામ ગ્રંથોને રામ મંદિરના લોકાર્પણ પ્રસંગે અયોધ્યા મોકલવામાં આવશે. જ્યાં રામ નામ લેખનમાં સામેલ થયેલા પ્રત્યેક રામભક્તની પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે વિશેષ નોંધ પણ લેવામાં આવનાર છે. જેને કારણે પણ આ મહા યજ્ઞ અને ગ્રંથ ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વના બની રહેશે.

શ્રદ્ધાળુઓએ આપ્યો પ્રતિભાવ : મૂળ ગુજરાતી પણ પાછલા ઘણા વર્ષોથી મહારાષ્ટ્રના પૂનામાં સ્થાયી થયેલા પીયૂષ પટેલ આજે સોમનાથ દર્શન કરવા માટે આવ્યા હતા. તેમણે પણ રામ મંદિરમાં રાખવામાં આવેલા રામ નામ લેખન મહાયજ્ઞમાં તેમના પરિવાર સાથે હાજરી આપી હતી. ઈ ટીવી ભારત સાથે તેમણે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ભગવાન રામનું જે કાર્ય થઈ રહ્યું છે આગામી જાન્યુઆરી મહિનામાં રામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાવા જઈ રહ્યું છે. આવા પ્રસંગે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ધર્મ કાર્યમાં જોડાવાની જે તક પ્રાપ્ત થઈ છે જેને કારણે હું મારી જાતને ધન્ય ગણું છું.

  1. CM Bhupendra Patel Somnath Visit : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે, રામનામ લેખન યજ્ઞમાં સહભાગી થયા
  2. Kangana Ranaut: સોમનાથ મહાદેવના ચરણોમાં અભિનેત્રી કંગના રનૌત, મહાદેવ પર કર્યો જળાભિષેક
  3. RSS Shibir in Bhuj : અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક પૂર્ણ, ત્રિદિવસીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.