ETV Bharat / state

ગૌણ સેવા પેપર લીક મામલો, CCTVની તપાસ કરીને ગુનેગાર સામે કાર્યવાહી કરશે: આશિત વોરા

author img

By

Published : Nov 30, 2019, 12:02 AM IST

CCTVની તપાસ કરીને કસુરવારો સામે કાર્યવાહી કરશે: આશિત વોરા
CCTVની તપાસ કરીને કસુરવારો સામે કાર્યવાહી કરશે: આશિત વોરા

ગાંધીનગર: ગત રવિવારે યોજાયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, પરંતુ રવિવારે રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા તથા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં અમુક ઉમેદવારો દ્વારા વર્ગખંડમાં કાપલીમાં ચોરી કરતા હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે, ત્યારે ગુજરાત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સમગ્ર ઘટના બાબતે જણાવ્યું હતું કે, જે સેન્ટરમાંથી જરૂરી થઈ છે, તેવા તમામ સેન્ટરના સીસીટીવી ચેક કરીને કસુરવાર સામે પગલાં ભરવામાં આવશે.

વોરાએ વધુમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી આ પ્રકારની ઘટના બની નથી, પણ સુરેન્દ્રનગર અને અન્ય પરીક્ષા કેન્દ્રના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઉમેદવારો દ્વારા કાપલી લઈને ચોરી કરવામાં આવી હતી. જ્યારે આજે કર્મયોગી ભવન ખાતે આવેલ ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં પેપર લીક થઈ હોવાના સ્ક્રિન શોટ અને અન્ય મટિરિયલ્સ લાવ્યા હતા, ત્યારબાદ હોબાળો પણ કર્યો હતો. પણ આ સમગ્ર બાબતે ગુજરાત પસંદગી બોર્ડના અધ્યક્ષ આશિત વોરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આવી કોઈ જ ઘટના બની નથી પણ આ પ્રથમ ઘટના છે. જેમાં હવે સીસીટીવીની તપાસ કરીશુ, જ્યારે ચોરી કરતા અને અન્ય કસુવાર સામે પગલાં લેવામાં આવશે. જ્યારે ઉમેદવારો દ્વારા કરેલ ફરિયાદની વાત કરવામાં આવે તો તેઓ માત્ર બે દિવસ રજુવાત કરવા માટે આવ્યા હતા.

CCTVની તપાસ કરીને કસુરવારો સામે કાર્યવાહી કરશે: આશિત વોરા
વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે હજુ સુધી મંડળ પાસે સીસીટીવી આવ્યા નથી, જ્યારે રાજ્યમાં કુલ 34 હજાર કેન્દ્રોના સીસીટીવી મંગાવ્યા છે, જેમાં કોપી કરતા વિધાર્થીને મંડળ ખાતે બોલાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ભાવનગર પોલીસને પણ સમગ્ર મામલે પોલીસે જાણ કરવામાં આવશે. સાથે જ ઉમેદવારો દ્વારા ચિમકી પણ આપવામાં આવી હતી કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા કોઇ તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ગાંધીજી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
Intro:Approved by panchal sir


ગાંધીનગર : રવિવારે યોજાયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષામાં આવું ૧૦ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ રવિવારે રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા તથા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં અમુક ઉમેદવારો દ્વારા વર્ગખંડમાં કાપડી માં ચોરી કરતા હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે ત્યારે ગુજરાત ગૌણ પસંદગી મંડળ ના અધ્યક્ષ અસિત વોરાએ સમગ્ર ઘટના બાબતે જણાવ્યું હતું કે જે સેન્ટરમાંથી જરૂરી થઈ છે તેવા તમામ સેન્ટરના સીસીટીવી ચેક કરીને કસુરવાર સામે પગલાં ભરવામાં આવશે.
Body:વોરાએ વધુમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી આ પ્રકાર ની ઘટના બની નથી, પણ સુરેન્દ્રનગર અને અન્ય પરીક્ષા કેન્દ્રના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ઉમેદવારો દ્વારા કાપલી લઈને ચોરી કરવામાં આવી હતી. જ્યારે આજે કર્મયોગી ભવન ખાતે આવેલ ઉમેદવારોએ સોસિયલ મીડિયામાં પેપર લીક થઈ હોવાના સ્ક્રિન શોટ અને અન્ય મટિરિયલ્સ લાવ્યા હતા ત્યારબાદ હોબાળો પણ કર્યો હતો. પણ આ સમગ્ર બાબતે ગુજરાત પસંદગી બોર્ડના અધ્યક્ષ આશિત વોરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આવી કોઈ જ ઘટના બની નથી પણ આ પ્રથમ ઘટના છે જેમાં હવે સીસીટીવી ની તપાસ કરીશુ, જ્યારે ચોરી કરતા અને અન્ય કસુવાર સામે પગલાં લેવામાં આવશે. જ્યારે ઉમેદવારો દ્વારા કરેલ ફરિયાદ ની વાત કરવામાં આવે તો તેઓ માત્ર બે દિવસ રજુવાત કરવા માટે આવ્યા હતા.

બાઈટ.... આશિત વોરા અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા મંડળ
બાઈટ... કિરણ ચૌધરી ઉમેદવાર
Conclusion:વોરાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હજુ સુધી મંડળ પાસે સીસીટીવી આવ્યા નથી, જ્યારે રાજ્યમાં કુલ 34 હજાર કેન્દ્રો ના સીસીટીવી મંગાવ્યા છે, જેમાં કોપી કરતા વિધાર્થીને મંડળ ખાતે બોલાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ઉપરાંત ભાવનગર પોલીસને પણ સમગ્ર મામલે પોલીસે જાણ કરવામાં આવશે. સાથે જ ઉમેદવારો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા કોઇ તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ગાંધીજી કયા માર્ગે આંદોલન કરવામાં આવશે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.