ETV Bharat / state

Talati Exam 2023 : પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દરવાજે સીસીટીવીની નજર, ગેરરીતિઓ અટકાવવા તંત્રની દોડધામ

author img

By

Published : May 2, 2023, 6:32 PM IST

તલાટી પરીક્ષા અનુલક્ષી ગેરરીતિઓ થતી અટકાવવા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તંત્ર ચારેતરફ દોડાદોડી કરી રહ્યું હોવાનો તામજામ જોવા મળે છે. એવામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી હતી કે 7 મેએ તલાટી પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા પર સીસીટીવી લગાવાશે.

Talati Exam 2023 : પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દરવાજે સીસીટીવીની નજર, ગેરરીતિઓ અટકાવવા તંત્રની દોડધામ
Talati Exam 2023 : પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દરવાજે સીસીટીવીની નજર, ગેરરીતિઓ અટકાવવા તંત્રની દોડધામ

પરીક્ષા સમિતિ સાથે ચર્ચા

ગાંધીનગર : 7 મે 2023 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ લાખ ૬૫ હજાર જેટલા ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા છે. ત્યારે ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પરીક્ષા બાબતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ડમીકાંડ જેવી સંભાવનાઓ સર્જાય તો તંત્રની કાર્યવાહીમાં મદદ મળે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા પર સીસીટીવી લગાવવામાં આવશે તેની માહિતી પણ હસમુખ પટેલે આપી હતી.

પરીક્ષા સમિતિ સાથે ચર્ચા : તલાટી 2023 પરીક્ષા લઈને જિલ્લા કક્ષાએ કલેકટર અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ પણ રચવામાં આવી છે. જેમાં ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન હસમુખ પટેલ દ્વારા ફરી આજે વિડીઓ કોન્ફરન્સથી પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી છે. જેમાં પરીક્ષા સાથે સંકળાયેલી તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અને પરીક્ષામાં હાજર રહેલ તમામ કર્મચારીઓની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો Talati Exam : તલાટી પરીક્ષા માટે 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, પરીક્ષાર્થીઓ માટે કરાયું ખાસ આયોજન

એસટી અને રેલવેની વ્યવસ્થા : તલાટીની પરીક્ષામાં આઠ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારોને અલગ અલગ જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે. જેથી પરીક્ષામાં કોઈપણ પ્રકારની ન થાય ત્યારે વિદ્યાર્થીઓ અને ઉમેદવાર અને ધ્યાનમાં લઈને ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ દ્વારા એસટી વિભાગ અને રેલવે વિભાગના પત્ર વ્યવહાર કરીને સુચારુ વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસટી વિભાગ દ્વારા 4500થી વધુ બસોની વ્યવસ્થા ફક્ત તલાટીની પરીક્ષા માટે જ કરી છે.

અલગ અલગ જિલ્લામાં સુચારુ આયોજન : હસમુખ પટલે વધુમાં જણાવ્યું હતું કે ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને જ ઉમેદવાર અને અલગ અલગ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે પોતાનો અનુભવ પણ હસમુખ પટેલે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો કે જ્યારે તેઓ યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા ત્યારે ટ્રેનમાં ઉભાઉભા દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતાં. ત્યારે હું પોતે પણ ઉમેદવારોની સમસ્યા સમજી રહ્યો છું પરંતુ આ તકલીફ નથી એક પરિશ્રમ છે અને આ પરિશ્રમથી જ સરકારને સંચાલનમાં સારા કર્મચારીઓ મળશે.

આ પણ વાંચો Talati Exam : તલાટીના પરીક્ષાર્થીઓ માટે એસટી તંત્ર એ 4500 એક્સ્ટ્રા બસોનું કર્યું આયોજન

પરીક્ષા કેન્દ્રો બહાર સીસીટીવી : ગુજરાત પંચાયત પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલ જણાવ્યું કે પરીક્ષા કેન્દ્રના દરવાજા બહાર અને કેમ્પસની અંદરના ભાગે ઉમેદવારો પર નજર રાખવા માટે પણ સીસીટીવી કેમેરા ગોઠવવાની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે. આમ તલાટીની પરીક્ષા દરમિયાન જે કોઈપણ કેન્દ્રમાં પરીક્ષા યોજાશે તેને મુખ્ય દરવાજાની બહાર અને અંદરના કેમ્પસમાં પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.