ETV Bharat / state

Talati Exam 2023 : તલાટી પરીક્ષા આપવા માટે 50 ટકા ઉમેદવારોએ સંમતિ આપી, કેટલી રહી સંખ્યા જૂઓ

author img

By

Published : Apr 20, 2023, 6:22 PM IST

20 એપ્રિલે સવારના 11 કલાક સુધી તલાટી પરીક્ષા આપવા માટેના સંમતિપત્ર આપવાની મુદત વીતી ગઇ છે. ત્યારે હવે આ પરીક્ષામાં વાસ્તવિક સંખ્યા કેટલા ઉમેદવારોની રહી છે તેનો આંકડો સામે આવી ગયો છે. આ વિશે વિસ્તૃૃત જાણકારી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલે આપી છે.

Talati Exam 2023 : તલાટી પરીક્ષા આપવા માટે 50 ટકા ઉમેદવારોએ સંમતિ આપી, કેટલી રહી સંખ્યા જૂઓ
Talati Exam 2023 : તલાટી પરીક્ષા આપવા માટે 50 ટકા ઉમેદવારોએ સંમતિ આપી, કેટલી રહી સંખ્યા જૂઓ

8,65,000 ઉમેદવારો જ પરીક્ષા આપશે

ગાંધીનગર : રાજયના પંચાયત વિભાગ દ્વારા તલાટીની પરીક્ષા 7 મે 2023 ના રોજ લેવાનુ નક્કી કર્યું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તલાટી પરીક્ષામાં ઉમેદવારોને સંમતિપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે તલાટીના 17,10,000 ઉમેદવારોને 20 એપ્રિલ સવારે 11 કલાક સુધી સંમતિ પત્રક આપવાનો સમય ફાળવવામાં આવ્યો હતો. જેમાં તલાટીની પરીક્ષા કે જે સાતમીના રોજ લેવાવાની છે જેમાં ફક્ત 8,65,000 ઉમેદવારો જ પરીક્ષા આપશે.

8.65 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંડળ અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા સંમતિપત્રના નિયમ અનુસાર તલાટીની પરીક્ષામાં કુલ 17.10 લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ સરકારે કરેલ નિર્ણય મુજબ 20 એપ્રિલ સવારના 11:00 વાગ્યા સુધીમાં ફક્ત 8,65,000 જેટલા ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવાની સંમતિ આપવામાં આવી છે. આમ જેટલા ઉમેદવારો સંમતિ પત્ર ભર્યું છે તેટલા જ ઉમેદવારો પરીક્ષા આપશે. જેથી 50 ટકા જેટલા ઉમેદવારો દ્વારા સંમતિપત્ર આપવામાં આવ્યું છે અને આ જ કારણથી હવે વ્યવસ્થા સારી રીતે કરી શકાશે.

આ પણ વાંચો Talati Exam 2023 : તલાટી પરીક્ષા ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો સંદર્ભે મોટો નિર્ણય, પેપર કેવું હશે તેની ઝાંખી આપતાં હસમુખ પટેલ

સંમતિ પત્ર આપ્યું નથી તેઓની ફી પરત થશે નહીં : પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મંડળ દ્વારા તમામ ઉમેદવારને પરીક્ષા આપવા માટે સમાધિ પત્રની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 8,65,000 ઉમેદવારોએ સંમતિ આપ્યું છે. જે ઉમેદવારી સંમતિપત્ર આપ્યું નથી તેવા ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે નહીં, ઉલ્લેખનીય છે કે વિભાગ દ્વારા પરીક્ષા આપવા માટેના ઓપ્શન ખુલ્લા જ રાખવામાં આવ્યા હતા, પરંતુ ઉમેદવારે સામેથી જ સંમતિ પત્ર ભર્યું ન હોવાથી તેવા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં. જેથી તેમને રજીસ્ટ્રેશનની ફી પણ પરત મળશે નહીં.

શ્રેષ્ઠ કેન્દ્રોમાં લેવાશે પરીક્ષા : હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 8,65,000 જેટલા ઉમેદવારો તલાટીની પરીક્ષા 7 મે રોજ આપશે. ત્યારે હવે જે ઉમેદવારો વધારાના હતા તેઓ નીકળી ગયા છે. જેઓએ સંમતિ પત્ર આપ્યું છે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપશે ત્યારે પરીક્ષા કેન્દ્ર પણ શ્રેષ્ઠ રાખવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિને અવકાશ ન રહે.

ડમી ઉમેદવારો અને કર્મચારીઓ વિરુદ્ધ સરકારને જણાવો : ભાવનગરમાં જે રીતે આખો ડમીકાંડ સામે આવ્યો છે તેને ધ્યાનમાં લઈને પણ હસમુખ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં હસમુખ પટેલે મીડિયા સામે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોઈપણ જાહેર પરીક્ષામાં ડમી ઉમેદવારો અને ડમી કર્મચારીઓ સરકારમાં કાર્યરત હોય તો આ બાબતે કોઈપણ વ્યક્તિ વિભાગને જાણ કરી શકે છે. જેથી સરકાર આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે. જ્યારે જે વ્યક્તિ આ બાબતની જાણ કરે તે પોતાની ઓળખ પણ વિભાગને આપવી પડશે. જેથી કોઈપણ કર્મચારી ઉપર આક્ષેપ ન લાગે. જ્યારે સરકાર વિગત આપનારની ઓળખ પણ ગોપનીય રાખશે તેવું નિવેદન પણ હસમુખ પટેલે કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.