ETV Bharat / state

Sujlam suflam yojna 2022: રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ યોજના શરૂ, 75 દિવસ ચાલશે કાર્યક્રમ

author img

By

Published : Mar 19, 2022, 1:54 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)ગાંધીનગરના કોલવડા ગામેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના(Sujlam suflam yojna 2022 ) પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ ના 75માં વર્ષના લક્ષ્યને ધ્યાનમાં લઇને આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન 75 દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરવામાં આવશે.

Sujlam suflam yojna 2022: રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ યોજના શરૂ, 75 દિવસ ચાલશે કાર્યક્રમ
Sujlam suflam yojna 2022: રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ યોજના શરૂ, 75 દિવસ ચાલશે કાર્યક્રમ

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)આજે ગાંધીનગરના કોલવડા ગામેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના(Kolwada village of Gandhinagar) પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિવેદન આપ્યું હતું જેમાં જો ગુજરાતનો (Sujlam suflam yojna 2022 ) નાનામાં નાનો વ્યક્તિ પણ વીજળી, પેટ્રોલ, ડીઝલ અને પાણી બચાવે છે તો તે રાષ્ટ્રહિતનું કાર્ય કરી રહ્યો છે અને તેનાથી જ ભવિષ્ય ઉજજવળ છે.

સુજલામ સુફલામ યોજના

75 દિવસ ચાલશે કાર્યક્રમ - આઝાદીના અમૃત મહોત્સવના 75માં વર્ષના લક્ષ્યને ધ્યાનમાં લઇને આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન 75 દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળસંપત્તિ વિભાગના (Sujlam suflam yojna)સહયોગથી છ જેટલા વિભાગોએ સાથે મળીને આ અભિયાન ઉપાડયું છે તે બાબતનું પણ ઉલ્લેખ(Sujalam Sufalam Jal Abhiyan 2022) કર્યો હતો. કોલવડા ગામના તળાવને ઉંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવીને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જળ અભિયાનનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમ રાજ્યમાં 31 મે 2022 સુધી સમગ્ર રાજ્યમાંથી 13 હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે.

ક્યાં કામો લેવાશે સુજલામ સુફલામ હેઠળ - સુજલામ સુફલામ યોજનાની વાત કરવામાં આવે તો પાંચમા તબક્કા હેઠળ તળાવો ઉંડા કરવા ચેકડેમના ડિસિલ્ટિંગના કામો, જળાશયના કામો નદીઓના કાંસની સાફસફાઈ કરી પુનર્જીવિત કરવાના કામો ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામોની સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ કરવામાં આવશે. આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાન 15,000 ઘન ફૂટ જેટલો વધારો થવાનો પણ રાજ્ય સરકારે અંદાજો કર્યો છે. આ ઉપરાંત મનરેગા હેઠળ કામોમાં આ અભિયાન હેઠળ અંદાજે 25 લાખ કરતાં વધુ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ 2050 સુધી કચ્છમાં પ્રત્યેક વ્યકિતને દૈનિક 100 લિટર પાણી મળશે

અડધી સ્પીચના મુખ્યપ્રધા નું માઇક બંધ થયું - સુજલામ સુફલામ યોજના હેઠળ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાનું વક્તવ્ય કોલવડા ગામ એ જાહેર મંચ ઉપર શરૂ કર્યું હતું અને ત્યારબાદ સ્પીચ હજુ દસ મિનિટ જેટલી જ પૂર્ણ થઈ હતી અને અચાનક જ માઈક બંધ થઈ ગયું હતું, તેમ છતાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાની સ્પીચ ચાલુ રાખી હતી. ત્યારબાદ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટમાં સ્પીચ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પૂર્ણ કરી હતી.

પાણી ફક્ત મનુષ્ય માટે જ ઉપયોગી નથી - રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે પાણી ફક્ત મનુષ્ય માટે ઉપયોગી નથી. પરંતુ પશુ-પક્ષીઓ માટે પણ એટલી ઉપયોગી જેટલું મનુષ્ય માટે ઉપયોગી છે જેથી પાણીનો ખોટો વ્યય કરવો જોઈએ નહીં. જ્યારે વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં દરેક ઘરમાં લક્ષ્મી યોજના પૂર્ણ કરવામાં આવશે અને તમામ લોકોને પાણી આપવામાં આવશે.

અત્યારસુધીમાં કરેલા કર્યો - પાંચમા તબક્કાનું સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે વર્ષ 2018 થી વર્ષ 2001ના વર્ષમાં થયેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કુલ 56,698 જેટલા કામ પૂર્ણ થયા છે. જ્યારે 21,402 તળાવો ઊંડા કરવાના અને નવા તળાવના કામો તથા 1204 નવા જ તેમના કામો અને 50,353 કિલોમીટર અનેરો અને કાચની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. ચાર વર્ષના કામના પરિણામે કુલ 61,781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઉભી થઇ છે.

આ પણ વાંચોઃ નળ થી જળ યોજના અંર્તગત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવ્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.