ETV Bharat / state

લો બોલો, સરકારી કામમાં S.T. નો ઉપયોગ પણ ઉધારમાં...!

author img

By

Published : Jul 22, 2019, 7:08 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમમાં સરકારી સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં PM કે CMના મોટા કાર્યક્રમમાં S.T. બસો મૂકવામાં આવે છે. પરંતુ સરકાર હવે ઉધારમાં કામ કરતી હોય તેવું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા S.T. બસોનો જાહેર કાર્યક્રમમાં ઉપયોગ તો કરવામાં આવ્યો છે. પરંતુ કરોડો રૂપિયાનું ભાડું સરકારે S.T. નિગમને ચૂકવ્યું નથી.

બોલો લ્યો : સરકારી કામમાં S.T નો ઉપયોગ પણ ઉધારમાં !!!

વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, સરકારી કાર્યક્રમમાં સરકારે ભાડે લીધેલી S.T. બસની ચૂકવણી કેટલી બાકી છે. જેના જવાબમાં રાજ્યસરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2017-18માં કુલ ભાડા પેટે રૂપિયા 4,31,84,151 રૂપિયા ભાડું ચૂકવાનું બાકી છે. જ્યારે વર્ષ 2018-19માં 89,78, 424 રૂપિયા ભાડું S.T. વિભાગને ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બાકી રહેતા નાણાં ક્યારે વસુલ કરવા અને કેવી રીતે વસુલ કરવા તે અંગેના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે, S.T. નિગમે સરકારને પત્ર લખીને નાણાં વસુલવાની કાર્યવાહી કરી છે. જ્યારે રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગ દ્વારા યુવા સંમેલન, યોગા દિવસ, દિવ્યાંગ સહાય વિતરણ, ઉજવલા યોજના, જેવા કાર્યક્રમોમાં બસો ભાડે લીધી હતી.

એક બાજુ સરકાર S.T. નિગમને બાકી રહેલુ ભાડું ચૂકવતા નથી. ત્યારે બીજી બાજુ સરકાર ખાનગી બસ ઓપરેટરો પાસે બસ ભાડે કરે છે. ખાનગી બસ ઓપરેટરોને સરકાર દ્વારા 16.60 પૈસાથી 26.37 રૂપિયાના દરે બસ ભાડે લેવામાં આવે છે. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 160 જેટલી બસો 5 વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ પર લીધી છે.

Intro:હેડિંગ : બોલો લ્યો : સરકારી કામમાં એસ.ટી નો ઉપયોગ પણ ઉધારમાં !!!


ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમમાં સરકારી સાધન નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પીએમ કે સીએમ ના મોટા કાર્યક્રમમાં એસ.ટી. બસો મુકવામાં આવે છે. પરંતુ સરકાર હવે ઉધારમાં કામ કરતી હોય તેવું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. બસો નો જાહેર કાર્યક્રમમાં ઉપયોગ તો કરવામાં આવ્યો કરોડો રૂપિયા નું ભાડું સરકારે એસ.ટી. નિગમને ચૂકવાયું જ નથી. Body:વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સરકારને સવાલ પૂછવામાં આવ્યા હતા કે સરકારી કાર્યક્રમ માં સરકારે ભાડે લીધેલ એસ.ટી. બસની ચુકવણી કેટલી બાકી છે. જેના જવાબમાં રાજ્યસરકારે લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ 2017-18માં કુલ ભાડા પેટે રૂપિયા 4,31,84,151 રૂપિયા ભાડું ચૂકવાનું બાકી છે. જયારે વર્ષ 2018-19માં 89, 78, 424 રૂપિયા ભાડું એસ.ટી. વિભાગને ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બાકી નિકળતા નાણાં ક્યારે વસુલ કરવા અને કેવી રીતે વસુલ કરવા તે અંગેના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે એસ.ટી. નિગમે સરકારને પત્ર લખીને નાણાં વસુલવાની કાર્યવાહી કરી છે. જયારે રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગ દ્વારા યુવા સંમેલન, યોગા દિવસ, દિવ્યાંગ સહાય વિતરણ, ઉજવલા યોજના, જેવા કાર્યક્રમો માં બસો ભાડે લીધી હતી.Conclusion:જ્યારે એક બાજુ સરકાર એસ.ટી. નિગમને બાકી નું ભાડું નથી ચૂકવતા ત્યારે બીજી બાજુ સરકાર ખાનગી બસ ઓપરેટરો પાસે બસ ભાડે કરે છે. ખાનગી બસ ઓપરેટરોને સરકાર દ્વારા 16.60 પૈસા થી 26.37 રૂપિયા ના દરે બસ ભાડે લેવામાં આવે છે. આમ રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 160 જેટલી બસો 5 વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ પર લીધી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.