સરદાર સરોવર ડેમની જમીનના ખાતેદારોના પુનઃવસવાટની વસાહતોને તેના મૂળ ગામમાં ભેળવવામાં આવશે

સરદાર સરોવર ડેમની જમીનના ખાતેદારોના પુનઃવસવાટની વસાહતોને તેના મૂળ ગામમાં ભેળવવામાં આવશે
સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુનઃવસવાટ માટે બનાવાયેલી વસાહતો તેના મૂળ ગામ સાથે ભેળવી દેવાશે. સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી દ્વારા જુદી જુદી જગ્યાએ બનાવાયેલી વસાહતોમાંથી ૮૦ વસાહતો મૂળ ગામ સાથે ભળી જશે. built for the resettlement of the occupiers submerged by the construction of the Sardar Sarovar Dam Original Village Chief Minister Bhupendra Patel
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમના બાંધકામથી ડૂબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુનઃવસવાટ માટે બનાવવામાં આવેલી ૮૦ જેટલી વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવાનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર ડેમના નિર્માણને કારણે જેમની જમીનો ડુબાણમાં ગયેલી છે તેવા ખાતેદારોના પુનઃવસવાટ માટે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા જુદી જુદી જગ્યાએ વસાહતો બનાવવામાં આવી છે.
હકારાત્મક નિર્ણયઃ નર્મદા યોજનાના અસરગ્રસ્તોને પુનઃસ્થાપન કરીને વસાવવામાં આવેલી આવી વસાહતોમાં અસરગ્રસ્તોને માટે રહેણાંકના મકાનો, પીવાના પાણીની સુવિધા, રસ્તા, કોમન પ્લોટ, સ્કુલ, દવાખાના વગેરે ભૌતિક સવલતો પૂરી પાડવામાં આવેલી છે. આવી વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવા અંગે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને મળેલી રજૂઆતોને વિભાગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મુકતાં તેમણે અનુમોદન આપ્યું છે.
80 વસાહતોને લાભઃ મુખ્ય પ્રધાનના આ નિર્ણય થી આવી વસાહતો અંગેના પડતર રહેલા વિષયે સુખદ નિરાકરણ આવ્યું છે. નિર્ણય અનુસાર ભરૂચ જિલ્લાની ૯, છોટાઉદેપુર જિલ્લાની ૧૪, નર્મદાની ૧૩, વડોદરાની ૩૮, પંચમહાલની ૫ અને ખેડાની ૧ મળી કુલ ૮૦ વસાહતોને મૂળ ગામ સાથે ભેળવી દેવાશે. આ વસાહતો મૂળ ગામ સાથે ભળી જવાથી ગ્રામ પંચાયત દ્વારા અપાતી વિવિધ સેવાઓનો લાભ તેમને મળશે. એટલું જ નહીં, ગ્રામ પંચાયતની નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થવાની તક તેમજ જે તે ગ્રામ પંચાયતો જોડે ભળવાને કારણે સામાજિક રીત-રિવાજો, વ્યવહારોમાં પણ એકબીજા સાથે સંકલન અને સંબંધ વધુ સુદ્રઢ બનશે.
