ETV Bharat / state

રૂપાલની પલ્લીમાં ઘીની નદીઓ વહી, અન્ય રાજ્યમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

author img

By

Published : Oct 8, 2019, 10:25 AM IST

Updated : Oct 8, 2019, 10:59 AM IST

ગાંધીનગર: રૂપાલ ખાતે યોજાતી પલ્લીમાં ઘી અર્પણ કરવાનું અનોખુ મહાત્મય રહેલુ છે, ત્યારે ગતરાતે રૂપાલમા પલ્લીને ઘી અર્પણ કરતા સમયે ગામમાં ઘીની નદીઓ વહી હતી. વરદાયિની માતાની પલ્લીમાં માત્ર ગામના જ નહી રાજ્યભરમાંથી ભક્તો પહોંચ્યા હતાં. આસો સુદ નોમના દિવસે ગામમાં ઘીનું બજાર ભરાયેલું જોવા મળતું હતું. 27 ચોકમાં શ્રદ્ધાંળુઓનાં માનતાનાં ઘીનાં ટ્રેકટર અને બેરલ ભરેલા જોવા મળ્યા હતાં. તેમજ પીપમાં ભરેલા કે ટ્રેકટરમાં સંગ્રહ કરેલા ઘીથી માતાજીની પલ્લીરથ પર અભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારે પલ્લીરથ હંકારતાં લોકો પણ ઘીમાં સ્નાન કરેલા જોવા મળ્યા હતાં.

Etv Bharat

મહત્વનું છે કે, દર વર્ષે કરોડો રૂપિયાનું ઘીનો માતાજીનાં પલ્લી રથમાં અભિષેક કરવામાં આવે છે અને આ અર્પણ કરાયેલા ઘીનો પ્રસાદ તરીકે ઉપયોગ ફકત ગામનાં વાલ્મીકી સમુદાયનાં લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ પણ ગ્રહણ કરી શકતાં નથી.

રૂપાલની પલ્લીમાં ઘીની નદીઓ વહી

પલ્લી જ્યારે ગામમાંથી નીકળે છે, ત્યારે ગામનાં લોકો અભિષેક કરતા નથી, પણ પલ્લી મંદિરમાં મુકાયા બાદ દશેરાનાં દિવસે ઘી અર્પણ કરે છે. રૂપાલમાં નીકળતી વરદાયિની માતાજીની પલ્લી ગત વર્ષ કરતા 45 મિનિટ મોડી નીકળી હતી. ગત વર્ષે ચાર વાગ્યાની આસપાસ પલ્લીના રથ નીકળ્યો હતો. જ્યારે ગતરોજ 4:45 કલાકે રથ નીકળ્યો હતો. માતાજીના રથના દર્શનાર્થે આવેલા ભક્તો આખી રાત દરમિયાન પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતાં.

ગત વર્ષ કરતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઓટ જોવા મળી હતી. જ્યારે દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવતા હતાં. પલ્લીની સુરક્ષા કરતા ચાવડા સમાજના ભાઈઓ હાથમાં તલવાર લઈને ઉલટા ચાલતા હતાં. પરંપરા પ્રમાણે સમગ્ર રૂટ ઉપર ચાવડા ભાઈઓ ઉલટા ચાલ્યા હતાં. પલ્લીના દિવસે રૂપાલમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે ખિસ્સા કાતરૂ પણ જાણે આ દિવસને અવસાર માનતા હોય તેમ શ્રદ્ધાળુઓના ખિસ્સા કાપવા કાપવા પહોંચ્યા હતાં. જેમાં બંદોબસ્તમાં રહેલી પોલીસે ખિસ્સા કાતરૂને રંગે હાથ ઝડપી લીધા હતાં.

પલ્લી રથ બનાવવામાં ગામના તમામ સમાજનો ફાળો

નોમના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે, ત્યારે વણકર સમાજ પલ્લી માટે ખિજડો કાપી લાવે છે, સુથાર સમાજ પલ્લી બનાવે છે, પ્રજાપતિ સમાજ કુંડા છાંદે છે, વાણંદ સમાજ વરખડાના સોટા બાંધે છે, માળી સમાજ ફુલથી શણગાર કરે છે, મુસ્લિમ અને પીંજારા સમાજ કુંડામાં કપાસ પૂરે છે, પંચોલી સમાજ નૈવેધ માટે સવા મણનો ખીચડો બનાવે છે, ચાવડા સમાજ ખુલ્લી તલવાર લઈને પલ્લીની સુરક્ષા કરે છે, શુક્લ સમાજ પલ્લીની પૂજા કરાવે છે અને પટેલ સમાજ પૂજા-અર્ચના કરાવી કુંડમાં અગ્નિ પ્રગટાવે છે, ત્યાર બાદ વાળંદ સમાજના યુવકો પલ્લી આગળ મશાલ લઈને લઈને ચાલે છે. પલ્લી ગામમાં 27 જગ્યાએ ઉભી રહે છે તેના ઉપર લાખો કિલો ઘીનો અભિષેક કરાય છે.

રૂપાલની પલ્લીનો ઈતિહાસ

વનવાસ દરમિયાન 12મું વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતાં, ત્યારે પાંડવો ધૌમ્ય ઋષિના આદેશથી દધિચી ઋષિના આશ્રમથી 6 કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બીરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતાં, ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં અને વિરાટનગર (ધોળકા) જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુદ્ધમાં તમારો વિજય થશે તેવા આશિર્વાદ આપ્યા હતાં.

ત્યારબાદ યુદ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-૯ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.

Intro:હેડલાઈન) રૂપાલમાં ઘીની નદીઓ વહી, રાજ્ય અન્ય રાજ્યમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

ગાંધીનગર,

ગાંધીનગરના રૂપાલ ખાતે યોજાતી પલ્લીમાંઘી અર્પણ કરવાનું અનોખુ મહાત્મય રહેલુ છે. ત્યારે ગતરાતે રૂપાલમા પલ્લીને ઘી અર્પણ કરતા સમયે ગામમાં ઘીની નદીઓ વહી હતી. વરદાયિની માતાની પલ્લીમાં માત્ર ગામના જ નહી રાજ્યભરમાંથી ભક્તો પહોંચ્યા હતા. આસો સુદ નોમના દિવસે ગામમાં ઘીનું બજાર ભરાયેલું જોવા મળતુ હતુ. 27 ચોકમાં શ્રધ્ધાળુઓનાં માનતાનાં ઘીનાં ટ્રેકટર અને બેરલ ભરેલા જોવા મળ્યા હતા. તેમજ પીપમાં ભરેલા કે ટ્રેકટરમાં સંગ્રહ કરેલા ઘીથી માતાજીની પલ્લીરથ પર અભિષેક કરવામાં આવ્યો હતો. ગામની તમામ શેરી મહોલ્લામાં ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. પલ્લીરથ હંકારતાં લોકો પણ ઘીમાં સ્નાન કરેલા જોવા મળ્યા.Body:દર વર્ષે કરોડો રૂપિયાનું ઘીનો માતાજીનાં પલ્લી રથમાં અભિષેક કરવામાં આવ્યુ અને આ અર્પણ કરાયેલા ઘીનો પ્રસાદ તરીકે ઉપયોગ ફકત ગામનાં વાલ્મીકી સમુદાયનાં લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ પણ ગ્રહણ કરી શકતાં નથી.પલ્લી જ્યારે ગામમાંથી નીકળે છે. ત્યારે ગામનાં લોકો અભિષેક કરતા નથી. પણ પલ્લી મંદિરમાં મુકાયા બાદ દશેરાનાં દિવસે ઘી અર્પણ કરે છે.Conclusion:રૂપાલમાં નીકળતી વરદાયિની માતાજીની પલ્લી ગત વર્ષ કરતા 45 મિનિટ મોડી નીકળી હતી. ગત વર્ષે ચાર વાગ્યાની આસપાસ પલ્લીના રથ નીકળ્યો હતો. જ્યારે ગતરોજ 4:45 અને રથ નીકળ્યો હતો હતો નીકળ્યો હતો હતો માતાજીના રથના દર્શનાર્થે આવેલા ભક્તો દર્શનાર્થે આવેલા ભક્તો આખી રાત દરમિયાન પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. ગત વર્ષ કરતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઓટ જોવા મળી હતી. જ્યારે દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવતા હતા. પલ્લીની સુરક્ષા કરતા ચાવડા સમાજના ભાઈઓ ભાઈઓ હાથમાં તલવાર લઈને ઉલટા ચાલતા હતા પરંપરા પ્રમાણે સમગ્ર રૂટ ઉપર ચાવડા ભાઈઓ ઉલટા ચાલ્યા હતા. પલ્લીના દિવસે રૂપાલમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ખિસ્સાકાતરૂ પણ જાણે આ દિવસને અવસાર માનતા હોય તેમ શ્રદ્ધાળુઓના ખિસ્સા કાપવા કાપવા પહોંચ્યા હતા. બંદોબસ્તમાં રહેલી પોલીસે ખિસ્સાકાતરૂને રંગે હાથ ઝડપી લીધા હતા.

પલ્લી રથ બનાવવામાં ગામના તમામ સમાજનો ફાળો

નોમના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે. ત્યારે વણકર સમાજ પલ્લી માટે ખિજડો કાપી લાવે છે, સુથાર સમાજ પલ્લી બનાવે છે, પ્રજાપતિ સમાજ કુંડા છાંદે છે, વાણંદ સમાજ વરખડાના સોટા બાંધે છે, માળી સમાજ ફુલથી શણગાર કરે છે, મુસ્લિમ પીંજારા સમાજ કુંડામાં કપાસ પૂરે છે, પંચોલી સમાજ નૈવેધ માટે સવા મણનો ખીચડો બનાવે છે, ચાવડા સમાજ ખુલ્લી તલવાર લઈને પલ્લીની સુરક્ષા કરે છે, શુક્લ સમાજ પલ્લીની પૂજા કરાવે છે અને પટેલ સમાજ પૂજા-અર્ચના કરાવી કુંડમાં અગ્નિ પ્રગટાવે છે. ત્યારબાદ વાળંદ સમાજના યુવકો પલ્લી આગળ મશાલ લઈને લઈને ચાલે છે. પલ્લી ગામમાં 27 જગ્યાએ જગ્યાએ ઉભી રહે છે તેના ઉપર લાખો કિલો ઘીનો અભિષેક કરાય છે.

વનવાસ દરમિયાન 12મુ વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતા. ત્યારે પાંડવો ધૌમ્ય ઋષીના આદેશથી દધિચી ઋષીના આશ્રમથી 6 કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બીરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતાં. ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં અને વિરાટનગર (ધોળકા) જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે. તેવા આશિર્વાદ આપ્યા હતાં. તે પછી યુધ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-૯ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.

બાઈટ

મયુર ચાવડા એસપી ગાંધીનગર

જે.એમ ભોરણીયા પ્રાંત ઓફિસર ગાંધીનગર

અરવિંદ ત્રિવેદી મેનેજર વરદાયિની મંદિર ટ્રસ્ટ કાળા શર્ટ વાળા

રોહિત જાદવ શ્રદ્ધાળુ બરોડા

દક્ષા કડિયા શ્રદ્ધાળુ બરોડા
Last Updated :Oct 8, 2019, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.