ETV Bharat / state

Raid in Gujarat jail: જેલ તંત્રને દરોડાની જાણ પણ ન થવા દીધી, વિશ્વાસ પ્રોજેક્ટથી રાજ્ય ગૃહપ્રધાને લાઈવ દરોડા જોયા

author img

By

Published : Mar 25, 2023, 7:07 AM IST

Updated : Mar 25, 2023, 11:47 AM IST

ગુજરાતની અનેક જિલ્લાની જેલોમાં અચાનક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 1700 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશન ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવી રહ્યું છે.

Raid in Gujarat jail, State Home Minister Harsh Sanghvi watched live raid from Vishwas Project
Raid in Gujarat jail, State Home Minister Harsh Sanghvi watched live raid from Vishwas Project

1700 જેટલા અધિકારી કર્મચારીઓ દ્વારા રેડ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની કામગીરીમાં અમદાવાદ અને સુરત જેલમાંથી અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી હતી, જ્યારે ઉત્તર પ્રદેશના ધારાસભ્ય હત્યા કેસનો મુખ્ય આરોપી અતિક અહેમદ અમદાવાદની જેલમાં બંધ છે અને ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશપાલની જ હત્યા થઈ હતી, ત્યારે રાજ્યના ગૃહપ્રધાન તાત્કાલિક ધોરણે ડીજીપી ઓફિસ ખાતે અધિકારીઓની બે કલાક સુધી બેઠક યોજાઈ અને ત્યારબાદ 17 જિલ્લાથી વધુના જિલ્લાઓની જેલમાં અચાનક રેડ પાડવાનું આયોજન કર્યું હતું. થોડા દિવસ પહેલા રાજ્યગૃહ સંઘવીએ પણ અમદાવાદ સેન્ટ્રલ જેલની અચાનક મુલાકાત લીધી હતી.

Raid in Gujarat jail, State Home Minister Harsh Sanghvi watched live raid from Vishwas Project
વિશ્વાસ અને નેત્રમ પ્રોજેકટથી લાઈવ રેડ

વિશ્વાસ અને નેત્રમ પ્રોજેકટથી લાઈવ રેડ: રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ડીજીપી ઓફિસ ખાતે 19 જિલ્લાથી વધુ જેલની અંદર વિશ્વાસ અને નેત્રમ પ્રોજેક્ટથી લાઈવ રેડ નિહાળી હતી, જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સીએમ ડેશ બોર્ડના માધ્યમથી તમામ કામગીરીનું સર્વેલંસ પણ કર્યું હતું. ગૃહ વિભાગ દ્વારા જે જિલ્લાની જેલમાં રેડ પાડવામાં આવી ત્યાં જેલ પ્રશાસનને કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી અને જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેડ પાડવામાં આવી છે, તેઓને પણ કોઈ પ્રકારની જાણ કરાઈ ન હતી. રેડ કરતા પહેલા તમામ અધિકારીઓના મોબાઈલ પ્રાપ્ત કરી લેવામાં આવ્યા હતા અને બોડી વોર્ન કેમેરાથી જેલની અંદરની વાસ્તવિક પરિસ્થિતિને જોવા માટે આ ખાસ રેડ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે.

Raid in Gujarat jail, State Home Minister Harsh Sanghvi watched live raid from Vishwas Project
વિશ્વાસ અને નેત્રમ પ્રોજેકટથી લાઈવ રેડ

સુરત અને અમદાવાદ જેલમાંથી અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ઝડપાઇ: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 17 માર્ચના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ અમદાવાદ અને સુરત જેલમાંથી પ્રતિબંધિત સામગ્રી મળી આવ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે, 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિમાં કુલ 55,101 રૂપિયા રોકડા ઝડપાયા છે. જેમાં 01 ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં 49,801 અને 01 ફેબ્રુઆરી 2022થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં 5300 રોકડા રૂપિયા ઝડપવામાં આવ્યા છે. જ્યારે 93 અધિકારીઓને ક્ષતિ મુજબ ઇજાફા અટકાવવાની/ અજમાઈસી સમય લંબાવવાનો ઠપકો જેવી શિક્ષા કરવામાં આવી છે.

Raid in Gujarat jail, State Home Minister Harsh Sanghvi watched live raid from Vishwas Project
વિશ્વાસ અને નેત્રમ પ્રોજેકટથી લાઈવ રેડ
કેટલી વસ્તુઓ ઝડપાઇ
વસ્તુનું નામ2021-22 2022-23
મોબાઈલ 2840
સીમકાર્ડ 1121
બેટરી 1529
ચાર્જર 1048
ડેટા કેબલ0002
ધ્રુમપાન 16291980
રેઝર 4828
ચલણી નાણું49,8015300

1700 જેટલા અધિકારી કર્મચારીઓ દ્વારા રેડ: મોડી રાતે રાજ્ય સરકાર દ્વારા 57 જાહેરાત કરવામાં આવી હતી, કે રાજ્યની 17 જિલ્લામાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નેત્રમથી સર્ચ ઓપરેશન જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી કઈ જેલમાંથી કેટલી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી છે તે બાબતની પણ સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરશે.

Last Updated :Mar 25, 2023, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.