ETV Bharat / state

પોલીસ, તલાટીની કાયમી ભરતી થાય તો શિક્ષકોની કાયમી ભરતી સરકાર કેમ નથી કરતી ? : TAT ઉમેદવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 5:05 PM IST

Updated : Dec 11, 2023, 7:08 PM IST

જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા અને કાયમી શિક્ષકોની ભરતી કરવા છેલ્લા 6 મહિનાઓથી TAT ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે આજે ફરી ગાંધીનગર સચિવાલય બહાર ઉમેદવારોએ કાયમી ભરતી માટેનું આવેદન પત્ર પાઠવ્યું હતું.

સરકાર શિક્ષકોની કાયમી ભરતી કેમ નથી કરતા ? : TAT ઉમેદવારો
સરકાર શિક્ષકોની કાયમી ભરતી કેમ નથી કરતા ? : TAT ઉમેદવારો

સરકાર શિક્ષકોની કાયમી ભરતી કેમ નથી કરતા ? : TAT ઉમેદવારો

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને ગણતરીના માહિનાઓ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અલગ અલગ વિભાગમાં ખાલી રહેલ જગ્યાઓને ભરતી કરવા માટેની સૂચનાઓ અને ખાલી જગ્યા કેટલી છે તે બાબતે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાઓથી સરકારની જ્ઞાન સહાયક સ્કીમનો વિરોધ કરતા ઉમેદવારોએ આજે ફરી સચિવાલય બહાર વિરોધ કરીને રાજયના કેબિનેટ શિક્ષણ પ્રધાનના કાર્યાલયમાં કાયમી ભરતી માટેનું આવેદનપત્ર પાઠવ્યું હતું.

સરકાર શિક્ષકોની કાયમી ભરતી કેમ નથી કરતી ?

'વર્તમાન સમયમાં ગુજરાતની અંદર સળગતો પ્રશ્ન શિક્ષકોની કાયમી ભરતી છે. સરકાર દ્વારા જ્ઞાન સહાયકનો જે પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે તે ખાનગીકરણને વેગ આપી રહ્યો છે. અમે આ પ્રોજેક્ટ સ્વીકારવા તૈયાર નથી. જો 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરવામાં આવે તો 11 મહિના પછી તે શિક્ષક બદલાઈ જશે અને પછી બીજો નવો શિક્ષક આવશે. ' - તેજસ મજેઠીયા, TAT પાસ ઉમેદવાર

છેલ્લા ત્રણ વર્ષમાં 22,000 પોલીસ કર્મચારીઓની ભરતી: રાજ્ય સરકારે ગયા વર્ષે પોલીસની 10,000 જેટલી ભરતીઓ કરવામાં આવી તેની તાલીમ પૂરી થઈ અને ત્યાં હવે ફરીથી 12000 પોલીસ કર્મચારીઓની ભરતીની જાહેરાત બહાર પડી છે, તો વર્તમાન સ્થિતિએ છેલ્લા ત્રણ વર્ષમાં 22,000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી થતી હોય તો શિક્ષકોની ભરતી કેમ નથી આવતી તેવા પ્રશ્નો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા.

TAT ઉમેદવારોની વેદના
TAT ઉમેદવારોની વેદના

'શિક્ષકોની કાયમી ભરતી માટે અમે છેલ્લા 6 મહિનાથી રોડ ઉપર ભટકી રહ્યા છીએ. સોમવાર અને મંગળવારે રાજ્ય સરકારના પ્રધાનો હાજર હોય છે ત્યારે કાયમી ભરતીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. છેલ્લા પાંચ મહિનાથી અમે થાકી ગયા છીએ અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે. ધોરણ 1થી 12ની અંદર સંગીત, વ્યાયામના શિક્ષકો અને અન્ય વિષયના શિક્ષકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. વિધાનસભામાં 32000 જેટલા શિક્ષકોના ઘટ હોવાનું સામે આવ્યું છે.' - તેજસ મજેઠીયા, TAT પાસ ઉમેદવાર

'આજે અનેક શાળામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારે હમણાં ભરતી કરી હતી, તે 2017 પહેલાના ઉમેદવારોની ભરતી કરી હતી પણ વર્ષ 2018થી 2023 સુધીના અનેક ઉમેદવારો પરીક્ષા આપી છે પણ હજુ કાયમી ભરતી થઈ નથી.' - ઉમેદવાર

11 મહિના બાદ ઉમેદવારો બેરોજગાર: 21 નવેમ્બરના રોજ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરી બહાર વિરોધ કર્યો હતો ત્યારે એક મહિલા ઉમેદવારે રડતા રડતા મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપી હતી કે અમે છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષક બનવાની તૈયારીઓ કરી રહ્યા છે પણ સરકાર જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રકટ પર શિક્ષકોની ભરતી કરી રહી છે, જેમાં 11 મહિના સુધી જ શિક્ષક તરીકે ફરજ રહેશે, ઉપરાંત 11 મહિના પુરા થયા પછી પણ રીન્યુ થશે કે નહીં તે પણ કાઈ ફિક્સ હોતું નથી ઉપરાંત કોન્ટ્રકટ રીન્યુ ના થાય તો અમે ફરી બેરોજગાર બની જઈશું.

  1. સાહેબ ફક્ત 5 મિનિટ આપો, રજૂઆત કરવા દ્યો ! શિક્ષક બનવાની વાટ જોતા ઉમેદવારની વ્યથા
  2. Gujarat politics: જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ' આક્રમક, ચૈતર વસાવાએ કહ્યું, આગામી દિવસોમાં ભાજપ MP-MLAનો કરીશું ઘેરાવ
Last Updated :Dec 11, 2023, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.