ETV Bharat / state

31st પોલીસ ખુણે ખુણે કરશે ટેસ્ટીંગ, નશો કર્યો હશે તો 5 મિનિટમાં ખાખી દેશે પરિણામ

author img

By

Published : Dec 27, 2022, 8:44 PM IST

31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યના 4 મહાનગરોમાં (Police plan 31st December) નશાને લઈને પોલીસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ પાનના ગલ્લા, કોલેજો તેમજ યુવાનો ભેગા થતા હોય તેવી જગ્યા પર મોઢામાં સળી નાખીને ટેસ્ટીંગ કરશે. (31st December celebration 2022)

31st પોલીસ ખુણે ખુણે કરશે ટેસ્ટીંગ, નશો કર્યો હશે તો 5 મિનિટમાં ખાખી દેશે પરિણામ
31st પોલીસ ખુણે ખુણે કરશે ટેસ્ટીંગ, નશો કર્યો હશે તો 5 મિનિટમાં ખાખી દેશે પરિણામ

પોલીસ પાનના ગલ્લે, કોલેજ અને ભીડ ભાળ જગ્યાએ ડ્રગ્સ કીટથી કરશે ટેસ્ટીંગ

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં વર્ષ 2022 વિદાય લઈ રહ્યું છે અને નવું વર્ષ 2023નો આગમન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના યુવાનો નવા વર્ષને વધાવવા માટે થનગની રહ્યા છે. પરંતુ અમુક એવા પણ યુવાનો હોય છે જે દારૂ, ડ્રગ્સ અને નશાનું (Police plan 31st December) સેવન કરીને નવું વર્ષ ઉજવતા હોય છે, ત્યારે આ વર્ષે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વાર નશો લેનાર યુવાઓને ઝડપવા માટે ખાસ એક સ્પેશિયલ કીટ તૈયાર કરાઈ છે. (31st December celebration 2022)

4 મહાનગરોમાં કીટ આપવામાં આવી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરની ઉજવણીને (31st December celebration) ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના ચાર મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા શહેર પોલીસને ડ્રગ્સ બાબતની એક ખાસ એન્ટી સ્પેશિયલ કીટ આપવામાં આવી છે. જેના થકી ગુજરાત પોલીસે દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોના પાનના ગલ્લા કોલેજો અને જ્યાં યુવાનો ભેગા થતા હોય તેવી જગ્યા ઉપર ડ્રગ્સ લીધેલ હોવાનું ટેસ્ટીંગ કરવામાં આવશે અને લીધેલ વ્યક્તિઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. (31st december party)

આ પણ વાંચો પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ

કીટ કઈ રીતે કામ કરશે વધુમાં માહિતી મળી હતી કે, જેમ કોઈ વ્યક્તિએ દારૂ પીધેલ છે કે નહીં તે ચેક કરવા માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી રીતે આ વર્ષે 3 ડિસેમ્બરમાં જો કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે ચેક કરવા માટે પણ ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં એક સળી મોઢામાં નાખવામાં આવે છે અને તેમાં લાળનું સેમ્પલ લેવામાં આવે છે અને 5 મિનિટમાં જ પરિણામ આવે છે. જે અંતર્ગત કલર પ્રમાણે સીનતેથીક ડ્રગ્સ જેમાં એમ.ડી., હેરોઇન, કોઈકીન, ગાંજો અને અફીણ જેવા માદક પદાર્થનું ટેસ્ટિંગ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. જ્યારે અમદાવાદમાં અત્યારે લગભગ 400 જેટલી જ ટેસ્ટ કીટ ઉપલબ્ધ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. (Police Chief Ashish Bhatia)

આ પણ વાંચો કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલુ, અમદાવાદમાં 75 ટકા લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી : આરોગ્ય અધિકારી

સજાની જોગવાઈ વધુમાં માહિતી મળી હતી કે, નાર્કોટિક્સ એક્ટ હેઠળ આ મામલે પોલીસ ગુનો નોંધાશે. જેમાં ઓછામાં ઓછી 7 વર્ષની સજાની જોગવાઈ છે, જ્યારે ગુજરાત પોલીસ માનીએ તો લેનારને વધુ સજા થતી નથી. પણ આમે આવા લોકોને રિહેબિલાઈટ સેન્ટરમાં મોકલવામાં આવે છે. જેથી ડ્રગ્સની લત છૂટી શકે, પરંતુ જે ડ્રગ્સનું સેવન કરનારા પાસેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી હતો. નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. (31st december 2022 party)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.