ETV Bharat / state

જમીન માલિકના ઓરિજનલ સમજૂતી કરાર અને ખોટા સહી સિક્કા કરી ઓછા ભાવમાં જમીન વેચવાનું કાવતરું

author img

By

Published : Oct 25, 2021, 6:55 AM IST

મૂળ જમીન માલિક પાસેથી પહેલા જમીનનો સોદો (Land deal)કરી અને ત્યારબાદ ઓરીજનલ સમજૂતી કરારની નકલ પરત ના કરી તે નકલમાંથી ખોટા સહી-સિક્કા કરાવી મૂળ કિંમતની જમીન બારોબાર ઓછા ભાવે વેચી દેવાનું કાવતરું ઘડતા સુઘડ ગામના રહેતા ફરિયાદીએ તેમાં સામેલ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

જમીન માલિકના ઓરિજનલ સમજૂતી કરાર અને ખોટા સહી સિક્કા કરી ઓછા ભાવમાં જમીન વેચવાનું કાવતરું
જમીન માલિકના ઓરિજનલ સમજૂતી કરાર અને ખોટા સહી સિક્કા કરી ઓછા ભાવમાં જમીન વેચવાનું કાવતરું

  • જમીન માલિકની જાણ બહાર ખોટી સહી કરી
  • એક વીઘાના 1.85 કરોડ પ્રમાણે વેચાણ નક્કી થયુ
  • 66 લાખ 51 હજાર ભાવથી વેચાણ આપવાનું સામે આવ્યું

ગાંધીનગર : સુઘડ વિસ્તાર(sughad area)માં આવેલી જમીન વેચાણ(Sale of land) રાખવાની વાત કરી તેનો સમજૂતી કરાર કર્યા બાદ ફરિયાદીની સહીઓ લીધા બાદ જમીનનો સોદો કેન્સલ થતા સમજૂતી કરાર ફરિયાદીને પરત ના આપી ઓરીજનલ સહી વાળો પાનાનો ઉપયોગ કરી આ ઓરીજનલ સહીમાંથી ખોટી સહીઓ અને અંગૂઠા કરી બનાવટી સમજૂતી કરાર આધારે ગાંધીનગર કોર્ટમાં(Gandhinagar Court) દાવામાં ખરા તરીકે રજૂ કરી છેતરપિંડી કર્યાનો ગુનો (The crime of cheating)અડાલજ પોલીસ સ્ટેશનમાં (Adalaj Police Station)દાખલ કરવામાં આવ્યો છે.

જમીન માલિકે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી

સુઘડ વિસ્તારના જમીન માલિકે અડાલજ પોલીસ સ્ટેશનમાં(Adalaj Police Station) ફરિયાદ દાખલ કરી હતી. અમદાવદમાં રહેતા ધીરેનભાઈ રામોલિયા, રજનીકાંત સોની, રાજેશ પટેલ, ચંદ્રકાંત ઉમિયાશંકર શેલત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. અડાલજ પોલીસ સ્ટેશનમાં ગાભાભાઇ પરમાર( Gabhabhai Parmar) રહે, સુઘડ જેમને ફરિયાદ દાખલ કરાવી હતી. તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. સુઘડ ગામમાં ખાતા નંબર 206, 130 નવો બ્લોક સરવે નંબર 45 ક્ષેત્રફળ 6900 ચો. મી જમીન તેમની સ્વતંત્ર માલિકીની છે. તેમજ નવો બ્લોક સર્વે નંબર 48, ક્ષેત્રફળ 13,360 ચો.મી. વાળી જમીન અને નવો બ્લોક સર્વે નંબર 46 ક્ષેત્રફળ 12,450 ચોરસ મીટર જમીન તેમની અને તેમના ભાઇ કાળિદાસ પરમારની સહિયારી માલિકીની આવેલી છે. જેમાં ફેબ્રુઆરી 2020 માં પરિવારના સભ્યોના નામ વારસાઈમાં દાખલ કર્યા છે.

જમીન ઓછા ભાવમાં વેચવાનું કાવતરું

સુઘડ ગામની આ ત્રણેય સર્વે નંબર વાળી જમીન 2019 સાલ માં વેચાણ કરવાની હોઈ જમીન દલાલ પંકજભાઈ રહે, આમજા ગામ જેઓ ધીરેન હિરેનભાઈ રામોલિયાને લઇ ગાભાભાઇ પરમાર પાસે આવેલા અને જમીન વેચાણ રાખવા વાતચીત કરી હતી. તેમના ભાગની જગ્યાના એક વીઘાના 1.85 કરોડ પ્રમાણે વેચાણ રાખવા નક્કી થયું. જેના અવેજ પેટે અને બાના પેટે 8.21 લાખ રોકડ અને 5 લાખનો ચેક આપ્યો હતો. જેમાં દીકરા કિશનની પત્ની ક્રિષ્નાબેનના હસ્તાક્ષરમાં વાઉચર લખી આપ્યા અને જે બાબતોનો સમજૂતી કરાર તૈયાર કર્યો. જેમાં તેમને સહી કરી તેમજ જમીનના કાગળ અને સાથેનો સમજૂતી કરાર ઓરીજનલ હતો જે ધીરેનભાઈ તેમની સાથે લઈ ગયા હતા. જેમાં ખોટા સહી સિક્કા કરાવી મૂળ જમીનની ઓછી કિંમતથી આ જમીન ઓછા ભાવમાં વેચવાનું કાવતરું ઘડ્યું હતું.

સમજૂતી કરારની નકલ જ પરત ના કરી
સમજૂતી કરારની નકલ ફરિયાદીએ માંગતા બે દિવસમાં આપવાનું કહ્યું જેથી ગાભાભાઇ પરમાર તરફથી ફોન કરાયો તેમને ફોન ઉપાડવાનું બંધ કરી દીધા બીજા નંબર પર ફોન કર્યો તો ગોળગોળ વાતો કરતા તેમને શંકા જતા જમીનનો સોદો કેન્સલ કરવા કહ્યું અને બાના પેટે તેમજ ચેક પરત લઈ જવા અને અસલ સમજૂતી કરાર વાઉચર અને પરત આપી દેવા કહ્યું પરંતુ ત્યાંથી કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ તેમને મળી પાંચ લાખ ચેક અને 21,000 રોકડા આપ્યા પરંતુ તેમને 8 લાખ અસલ સમજૂતી કરાર આપ્યા બાદ પરત કરીશ એવી શરત તેમના દિકરાએ કરી હતી.

ગાંધીનગર કોર્ટથી દરિયાદીના નામનો એક સમન્સ આવ્યો ત્યારે ખબર પડી

થોડા દિવસ બાદ ગાંધીનગર કોર્ટથી દરિયાદીના નામનો એક સમન્સ આવ્યો અને તેમાં અન્ય કાગળ પણ હતા જેમાં દાવા અરજી પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટ ગાંધીનગર ખાતેથી રાજેશભાઈ વાઘજીભાઈ પટેલ અને ફરિયાદીના નાના ભાઈ કાળાભાઈ જીવાભાઈ પરમાર અને દીકરા કિશનભાઇભાઈ પરમાર અને તેમના પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ દાખલ કરેલ હતો. જે દાવામાં ફરિયાદીએ જમીન રાજેશ વાઘજીભાઈ પટેલને વીઘાના 66 લાખ 51 હજાર ભાવથી વેચાણ આપવાનું નક્કી કરેલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, 21 લાખ વેચાણ અવેજની સ્વીકારેલ હોવા બાબતેથી સમજૂતી કરાર પાને-પાને ફરિયાદીની સહીઓ કરેલી હતી. ઓળખકાર્ડ હતા જેમાં સાક્ષી તરીકે એક અજાણ સહી છે અને બીજા સાક્ષી તરીકે સતીશ કે બારોટની સહી કરેલી હોવાનું સમજૂતી કરારમાં જોવા મળ્યું હતું.

જમીન વેચવાની હતી તેમને ક્યારેય ફરિયાદી મળ્યા જ નથી

જોકે ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ રાજેશભાઈ વાઘજીભાઈ પટેલને ક્યારે મળ્યા નથી ક્યારે જમીન વેચાણ બાબતે કોઈ વાત નથી થઈ. કોઈ સમજૂતી કરાર પણ આ બાબતે નથી થયો. તે છતાં પણ પાને-પાને સહીઓ ફરિયાદીના નામથી કરેલી હતી. તે સહી પણ તેમની નથી તેવું ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું. પરંતુ તેમાં ખોટી સહીઓ હતી ફરિયાદીના સહીવાળા પાનાનો દુરુપયોગ કરી ખોટો કબ્જો સહિતનો સમજૂતી કરાર ઊભો કર્યો અને વિશ્વાસઘાત કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જેથી ગાંધીનગર જિલ્લા કલેકટરને અરજી કરી તેમજ એલસીબી ગાંધીનગર આ અંગે જાણ કરવામાં આવી છે. જેમાં ધીરેનભાઈ રામોલિયા રજનીકાંત પ્રહલાદભાઈ સોની રહે અમદાવાદ અને રજનીકાંતભાઈ એ સદર સમજૂતી કરાર રાજેશ વાઘજીભાઈ પટેલને આપેલ હોવાનું અને તેઓ એકબીજા મળી કાવતરું રચી ફરિયાદીને છેતર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પતિએ પત્નીના ગુપ્તાંગમાં ડિસમિસ મારી હત્યાનો કર્યો પ્રયાસ
આ પણ વાંચોઃ MD ડ્રગ્સનાં જથ્થા સાથે બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.