ETV Bharat / city

MD ડ્રગ્સનાં જથ્થા સાથે બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

author img

By

Published : Oct 24, 2021, 7:35 PM IST

MD ડ્રગ્સનાં જથ્થા સાથે બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
MD ડ્રગ્સનાં જથ્થા સાથે બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ગુજરાત રાજ્ય સહિત અમદાવાદમાં પણ ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે તેમ છતાં ડ્રગ્સ માફિયાઓ બેફામ ફરી રહ્યા છે. NCB એ ગત મહિનેજ શહેરમાંથી એક કિલો MD ડ્રગ્સ(MD Drugs)ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ આજે રવિવારે અમદાવાદમાં ફરી વખત ક્રાઇમ બ્રાન્ચે ૨૫૦ ગ્રામ ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે જે MD ડ્રગ્સની કિંમત 25 લાખ રૂપિયા છે. ઝડપાયેલા બંને આરોપીઓ રાજસ્થાનથી સરકારી ST બસમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા પરંતું પોલીસે જાણકારીના આધારે બન્નેને MD ડ્રગ્સ(MD Drugs)સાથે ઝડપી પાડયા હતા.

  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 25 લાખનું MD ડ્રગ્સ કબ્જે કર્યુ
  • રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી
  • ડ્રગ્સ સાથે બે આરોપીની કરાઇ ધરપકડ

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને(Crime Branch) ડ્રગ્સની માહીતી મળી હતી જેથી ચિલોડા ખાતે વોચ ગોઠવેલ હતી. તે સમયે રાજસ્થાનથી આવતા તમામ વાહનોને ચેક કર્યા હતા છતા પણ કંઈ મળ્યું ન હતું. એવામાં ST બસને રોકતા તેમાંથી એક શંકાસ્પદ યુવકને ચેક કરાતા તેના પાસેથી 250 ગ્રામ MD ડ્રગ્સ(MD Drugs)જેની કિંમત 25 લાખ રૂપિયા હતી. તે જથ્થા સાથે તારીક શેખ અને તાહિરહુસેન કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેઓ રાજસ્થાનના જોધપુર ખાતે ડ્રગ્સ રેકેટ ચલાવતા અફસરખાન પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

MD ડ્રગ્સનાં જથ્થા સાથે બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

તપાસ દરમિયાન અનેક ખુલાસા સામે આવશે

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, એક આરોપી સામે વર્ષ 2002ના કોમી રમખાણો બાદ આતંકી પ્રવૃત્તિઓ કરવા બદલ ક્રાઇમ બ્રાન્ચે તેના સામે કલમો લગાવી હતી અને તે ઘણો સમય સાબરમતી જેલમાં રહીને આવ્યો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ અમદાવાદમાં કેટલી વખત આવી રીતે ડ્રગ્સ લાવ્યા છે તેમજ અમદાવાદમાં કોને કોને આપતા હતા જેવી બાબતે તાપસ હાથ ધરી છે.

આ પણ વાંચો : જમ્મૂ-કશ્મીર: સર્ચ ઓપરેશનના 14માં દિવસે આતંકવાદીઓનું સુરક્ષાબળો પર ફાયરિંગ, 3 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સોમવારે પ્રધાનમંત્રી સ્વનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.