ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી સોમવારે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત

author img

By

Published : Oct 24, 2021, 4:49 PM IST

Updated : Oct 24, 2021, 5:58 PM IST

PMO દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના (Pradhan Mantri Atmanirbhar Swasth Bharat Yojana) દેશભરમાં આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે દેશવ્યાપી અને સૌથી મોટી યોજના છે. આ નેશનલ હેલ્થ મિશન ઉપરાંત હશે.

પ્રધાનમંત્રી સ્વનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત
પ્રધાનમંત્રી સ્વનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત

  • વડાપ્રધાન મોદી આવતી કાલે ઉત્તરપ્રદેશના પ્રવાસે
  • પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરશે
  • વારાણસીમા 5200 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે ઉત્તર પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ નવ મેડિકલ કોલેજોના ઉદ્ઘાટનની સાથે સાથે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની (Pradhan Mantri Atmanirbhar Swasth Bharat Yojana) શરૂઆત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી મળેલી માહિતી અનુસાર, મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે 5200 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહેશે.

દેશવ્યાપી અને સૌથી મોટી યોજના

PMOએ કહ્યું કે, પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના દેશભરમાં આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે દેશવ્યાપી અને સૌથી મોટી યોજના છે. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનો ઉદ્દેશ્ય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક અને ગંભીર આરોગ્યની સ્થિતિ માટે સુવિધાઓમાં હાલના અંતરને દૂર કરવાનો છે.

આરોગ્ય અને સારવાર કેન્દ્રોને સમર્થન

આ યોજના હેઠળ, 10 રાજ્યોમાં 17,788 ગ્રામીણ અને શહેરી આરોગ્ય અને સારવાર કેન્દ્રોને સમર્થન આપવામાં આવશે. આ સાથે તમામ રાજ્યોમાં 11,024 શહેરી આરોગ્ય અને સારવાર કેન્દ્રો સ્થાપવામાં આવશે. PMOએ કહ્યું કે, દેશના તમામ જિલ્લાઓમાં પાંચ લાખથી વધુની વસ્તી ધરાવતા ક્રિટિકલ કેર સેન્ટરોની સ્થાપના કરવામાં આવશે.

આ પણ વાંચો:

Last Updated : Oct 24, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.