ETV Bharat / state

NFSU Gandhinagar : 47 વિદ્યાર્થીઓ આત્મનિર્ભર ભારત માટે સંશોધન કરશે, એનએફએસયુ આર્થિક સહાય આપશે

author img

By

Published : Feb 14, 2023, 7:29 PM IST

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી NFSU ના 47 વિદ્યાર્થીઓ આત્મનિર્ભર ભારત માટે સંશોધન કરશે. તે માટે તેમને ગ્રાન્ટના પ્રૂફ ઓફ કન્સેપ્ટ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓ સંશોધનને રાષ્ટ્રીયસ્તરના સ્ટાર્ટઅપનું સ્વરૂપ આપે તેવી અપેક્ષા સાથે જે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ હશે તેને આગળ વધારવા એનએફએસયુ આર્થિક સહાય પણ પૂરી પાડશે.

NFSU Gandhinagar : 47 વિદ્યાર્થીઓ આત્મનિર્ભર ભારત માટે સંશોધન કરશે, એનએફએસયુ આર્થિક સહાય આપશે
NFSU Gandhinagar : 47 વિદ્યાર્થીઓ આત્મનિર્ભર ભારત માટે સંશોધન કરશે, એનએફએસયુ આર્થિક સહાય આપશે

ગાંધીનગર : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગરમાં 47 વિદ્યાર્થીઓને ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવા માટેના નવા વિચારો રજૂ કરવા બદલ કુલ 20 લાખ રૂપિયાની ગ્રાન્ટના “પ્રૂફ ઓફ કન્સેપ્ટ” અંગેના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટનું વિતરણ NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરશે : એનએફએસયુના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે સંશોધનના માધ્યમથી એનએફએસયુના વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કાર્યરત્ થયા છે એ ગૌરવ અને આનંદની વાત છે. આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. સંશોધન એ ઇનોવેશન(નવાચાર)માં પરિવર્તિત થવું જોઈએ અને ઇનોવેશન, સ્ટાર્ટઅપનું વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કરે તે માટે વિદ્યાર્થીઓએ અથાગ પ્રયાસો કરવાના છે.

આ પણ વાંચો Harsh Sanghvi : પોલીસ સ્ટેશનના ક્લસ્ટર બનાવી ફોરેન્સિક એક્સપર્ટ નીમાશે

ગુજરાત સરકારે ગ્રાન્ટ આપી છે : સંશોધન ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપતા ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જે ગ્રાન્ટ આપી છે તે રકમનું વિતરણ આજે NFSUના વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું છે.

કુલ 20 લાખ રૂપિયાની ગ્રાન્ટના “પ્રૂફ ઓફ કન્સેપ્ટ” અંગેના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું
કુલ 20 લાખ રૂપિયાની ગ્રાન્ટના “પ્રૂફ ઓફ કન્સેપ્ટ” અંગેના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરના સ્ટાર્ટઅપનું સ્વરૂપ આપે : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ સંશોધન માટે જરૂરી એવા વાતાવરણ, માર્ગદર્શન, ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓ પોતાના સંશોધનને રાષ્ટ્રીય સ્તરના સ્ટાર્ટ-અપનું સ્વરૂપ આપે તેવી શુભકામના ડૉ. વ્યાસે પાઠવી હતી. ઉપરાંત, જે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ હશે તેને આગળ વધારવા માટે એનએફએસયુ આર્થિક સહાય પણ પૂરી પાડશે.

આ પણ વાંચો DGGI and NFSU MoU : ડીજીજીઆઈ એનએફએસયુ સાથે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થાપશે, મોટા આર્થિક ગુના ઉકેલશે

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા : આ પ્રસંગે પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન ડૉ. મંજૂનાથ ઘાટે, ડીન-સ્કૂલ ઓફ ફાર્મસીએ કર્યું હતું અને આભારજ્ઞાપન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના એસોસિએટ ડીન ડૉ. હરેશ બારોટે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NFSUના આસિસ્ટંટ પ્રોફેસર ડૉ. હેમેન દવેએ કર્યું હતું. આ પ્રસંગે અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ ભારત સરકારના હોમ અફેર્સ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.