ETV Bharat / state

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુબઈના પ્રવાસે, વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 10:24 PM IST

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુબઈના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગ્લોબલ પાર્ટનરશીપ અને ડિપ્લોમેટીક ડેલિકેટસ સાથે તેમજ વન ટુ વન બેઠકમાં ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા માગતા મહત્વના સી. ઈ. ઓ અને વેપારીઓ સાથે કરી મુલાકાત કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુબઈના પ્રવાસેગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુબઈના પ્રવાસે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુબઈના પ્રવાસે

ગાંધીનગર: રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રચાર પ્રસાર અને રોકાણ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસે ગયું છે. દુબઈ પ્રવાસના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને ગુજરાતમાં વિકાસની તકો અગે સવિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

દુબઈ અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, તેના સંદર્ભમાં દુબઈના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

  • it was truly gratifying to discuss and elaborate on Gujarat's achievements, future prospects, and its dedicated focus on business opportunities and development During India Global forum UAE 2023. #VibrantGujarat2024 pic.twitter.com/gJrKIXxucF

    — Harsh Sanghavi (@sanghaviharsh) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દુબઈ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ અને ડિપ્લોમેટીક ડેલિકેટસ સાથે તેમજ વન ટુ વન મીટીંગમાં ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા માગતા મહત્વના સી. ઈ. ઓ અને વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ગુજરાતની સિધ્ધિઓ, ગુજરાતનું ભવિષ્યમા થનાર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ,ભવિષ્યમાં ગુજરાતના ઉદ્યોગ જગતમાં થનારા ડેવલપમેન્ટ પ્લાનની ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત આજે પ્રથમ દિવસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા IGF માં રાઉન્ડ ટેબલ મીટિંગ પર વિવિધ સંસ્થાના મહાનુભાવોને પણ મળીને રાજ્યમાં વિકાસની તકો સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી.

આ મુલાકાતમાં મનોજ લાડવા ઈન્ડિયા ગ્લોબલ ફોરમ,સતીશ સિવાન કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દુબઈ,એલેક્સી ગુણવર્દને શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલ, વિજય શેખર શર્મા પેટીએમ, ઉત્સવ શેઠ ફોરસાઈટ ગ્રુપ, "મેઘન ગ્રેગોનિસ" દુબઈમાં યુનાઇટેડ સ્ટેટ્સના કોન્સ્યુલ જનરલ,વિમલકુમાર ભીમજી શાહ બિડકો આફ્રિકા,નીતિન જયસ્વાલ બ્લૂમબર્ગ,વિક્રમ શ્રોફ યુપીએલ, સંજય નાયર સોરિન ઇન્વેસ્ટમેન્ટ્સ,"પદ્મનાભ રાવ મૂડ્યુમને" લાર્સન એન્ડ ટુબ્રો,શાદા અલ બોર્નો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ,બી એમ જમાલ હુસૈન બાંગ્લાદેશ કોન્સ્યુલેટ જનરલ, એન્ડ્રુ ત્સેપો લેબોના દક્ષિણ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલ,સ્ટેલા માર્ટિન બેક રોયલ કોન્સ્યુલેટ ઓફ ડેનમાર્ક સિનિયર એડવાઈઝર, એનર્જી ટ્રાન્ઝિશનનો સમાવેશ થાય છે.

(પ્રેસ નોટ આધારિત)

  1. 21 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું કાશી, દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી
  2. 16મા નાણાપંચ સમક્ષ અનેક પડકારો, 'શું રાજ્યોને ટેક્સમાં વધુ હિસ્સો મળશે?'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.