ETV Bharat / state

Lion Census in Gujarat - સિંહોની સંખ્યા 674 પહોંચી હોવાનું અનુમાન, કોરોનાને કારણે સિંહની ગણતરી હજૂ બાકી

author img

By

Published : Jun 30, 2021, 5:13 PM IST

દર પાંચ વર્ષ બાદ સિંહની ગણતરી ( Lion Census in Gujarat ) ગુજરાત વન વિભાગ ( Gujarat forest department ) દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે અને સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે સિંહની ગણતરી ( Lion Census in Gujarat ) ન કરવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો. ગુજરાત વન વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વે અનુસાર રાજ્યમાં હાલ કુલ 674 સિંહો છે. જે ગત વર્ષની સરખામણીએ 151 વધુ છે.

સિંહની ગણતરી
સિંહની ગણતરી

  • કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં સિંહની ગણતરી અટકી
  • ગત વર્ષે 523 સિંહ નોંધાયા હતા
  • ચાલુ વર્ષે ગુજરાતમાં સિંહની વસ્તીમાં 151નો વધારો
  • હાલ ગુજરાતમાં સિંહની વસ્તી 674

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સિંહની ગણતરી ( Lion Census in Gujarat ) મોકૂફ રાખવામાં આવી હતી. દર 5 વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે, પણ ચાલુ વર્ષે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ હોવાને કારણે સિંહની સુરક્ષાને ધ્યાનમાં લઈને સિંહની ગણતરી મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત વન વિભાગ ( Gujarat forest department )ના સ્ટાફ દ્વારા પ્રાથમિક સર્વે અનુસાર રાજ્યમાં અત્યારે 674 સિંહો નોંધ્યા છે. ગુજરાત વન વિભાગના સર્વે મુજબ ગત વર્ષની સરખામણીએ 151 સિંહોનો વધારો થયો છે.

રાજ્યમાં ગત વર્ષે સિંહોની સંખ્યા 523 હતી

આ અંગે રાજયના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ( Cabinet Minister Ganpat Vasava )એ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગત વર્ષે કુલ 523 સિંહની સંખ્યા હતી. જ્યારે ચાલુ વર્ષે ગુજરાત વન વિભાગના પ્રાથમિક અવલોકન પ્રમાણે રાજ્યમાં અત્યારે 674 સિંહોની સંખ્યા થઈ છે. જે દર્શાવે છે કે, ગત 1 વર્ષમાં રાજ્યમાં 151 સિંહોનો વધ્યા છે.

ગુજરાત વન વિભાગની પ્રાથમિક માહિતી પ્રમાણે રાજ્યમાં 151 સિંહોની સંખ્યામાં વધારો થયો

મે 2020માં કેન્દ્રીય ટીમ આવી હતી ગુજરાત

ગત વર્ષે મે 2020માં દિલ્હીથી ત્રણ અધિકારીઓની ટીમ ગીરમાં આવીને સિંહોના મોત મામલે તપાસ કરી હતી. જ્યારે ગત વર્ષે મે મહિનાથી છેલ્લા ત્રણ માસ દરમિયાન 25થી વધુ સિંહના મોત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. આ અંગે કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટરનરી ઇન્સ્ટિટયૂટના સભ્ય અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ( wildlife institute of India ) સભ્યની ટીમ ગીર ખાતે આવીને સિંહના મોત અંગેની પણ તપાસ કરી હતી.

વર્ષવયસ્ક સિંહકિશોર સિંહબાળ સિંહકુલ
નરમાદા
199099952763284
1995941003971304
20001011145755327
2005891247274359
2010971627577411
201510910173140523
2020159262115138674

ફરી થશે ગણતરી?

ચાલુ વર્ષે પોતાના સમયને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સિંહની ગણતરી ( Lion Census in Gujarat ) મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારે હવે આગામી સમયમાં પણ રાજ્ય સરકાર દ્વારા સિંહની ગણતરી ( Lion Census ) ફરીથી કરવામાં આવશે. હાલમાં ફક્ત ગુજરાત વન વિભાગ ( Gujarat forest department )ના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક તારણ અને ગણતરી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં એશિયાટિક સિંહ ( Asiatic lion )ની સંખ્યા 674 છે.

ઉલ્લેખનીય છે કે, સિંહની ગણતરી દર પાંચ વર્ષે એકવાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે લોકડાઉનને કારણે સિંહની ગણતરી ( Lion Census in Gujarat ) કરવામાં વિલંબ થયો હતો. જૂનાગઢના નવાબે 1936માં પ્રથમવાર સિંહની ગણતરી હાથ ધરી હતી. જે બાદ 1965થી ગુજરાત વન વિભાગ ( Lion Census in Gujarat ) દ્વારા દર પાંચ વર્ષે નિયમિતપણે સિંહની ગણતરી કરવામાં આવે છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.