ETV Bharat / state

ગાંધીનગરમાં ગૃહ પ્રધાન પ્રદિપસિંહની હાજરીમાં કુપોષણ અભિયાનનો પ્રારંભ

author img

By

Published : Feb 1, 2020, 3:11 PM IST

રાજ્યમાં બાળકો કુપોષિત હોવાની વિગતો બહાર આવતા જ કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં સરકાર નો વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુપોષણ અભિયાન ની શરૂવાત કરવામાં આવી છે. 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં તમામ જગ્યાએ કુપોષણ અભિયાન ની શરૂવાત કરવામાં આવી હતી જેમાં આજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માં કુપોષણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

ગાંધીનગરમાં કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગાંધીનગરમાં કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ કોર્પોરેશન વિસ્તારમાં શનિવારના રોજ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ કુપોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા એક નાની શોર્ટ ફિલ્મ દર્શાવી હતી જેમાં બાળકના જન્મથી બે વર્ષનું થાય ત્યાં સુધી કઈ જ પ્રકારના ધ્યાન રાખવું પડે તે તમામની વિગતો દર્શાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે. ત્યારે તમામ જગ્યા ઉપર આ શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યમાં આવેલ આંગણવાડીની બહેનોને પણ ખાસ પ્રકારની તાલીમ આપીને રાજ્ય સરકાર દ્વારા કુપોષણનો આંક વધુમાં વધુ ઓછો થાય તે માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં ગૃહ પ્રધાન પ્રદિપસિંહની હાજરીમાં કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જ્યારે આજના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે બાળકોને મોઢું મીઠું કરાવ્યું હતું આ સાથે જ જે ગર્ભમાં મહિલાઓ છે. તેઓને આયોડીન અને પોષણયુક્ત આહાર મળી રહે તેના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.

ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યત્વે રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પટેલ ગાંધીનગરના કલેક્ટર કુલદિપ આવ્યા સહિતના પદાધિકારીઓએ હાજર રહ્યા હતા. આ સાથે જ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા સ્પર્ધાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બનેલા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Intro:approved by panchal sir






ગાંધીનગર : રાજ્યમાં બાળકો કુપોષિત હોવાની વિગતો બહાર આવતા જ કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં સરકાર નો વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુપોષણ અભિયાન ની શરૂવાત કરવામાં આવી છે. 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં તમામ જગ્યાએ કુપોષણ અભિયાન ની શરૂવાત કરવામાં આવી હતી જેમાં આજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માં કુપોષણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.


Body:ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ની અધ્યક્ષતા હેઠળ કુપોષણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કોર્પોરેશન દ્વારા એક નાની શોર્ટ ફિલ્મ દર્શાવી હતી જેમાં બાળકના જન્મથી બે વર્ષનું થાય ત્યાં સુધી કઈ જ પ્રકારના ધ્યાન રાખવું પડે તે તમામની વિગતો દર્શાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે ત્યારે તમામ જગ્યા ઉપર આ શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ રાજ્યમાં આવેલ આંગણવાડીની બહેનોને પણ ખાસ પ્રકારની તાલીમ આપીને રાજ્ય સરકાર દ્વારા કુપોષણનો આંક વધુમાં વધુ ઓછો થાય તે માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે.


જ્યારે આજના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે બાળકોને મોઢું મીઠું કરાવ્યું હતું આ સાથે જ જે ગર્ભમાં મહિલાઓ છે તેઓને આયોડીન અને પોષણયુક્ત આહાર મળી રહે તેના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.


Conclusion:ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યત્વે રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પટેલ ગાંધીનગરના કલેક્ટર કુલદિપ આવ્યા સહિતના પદાધિકારીઓએ હાજર રહ્યા હતા આ સાથે જ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા સ્પર્ધાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં વિજેતા બનેલા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.