ETV Bharat / state

Gujarat Government: જંત્રીના નવા દર હાલમાં લાગુ નહીં થાય, પ્રજાહિતમાં સરકારે સમયમર્યાદા વધારી

author img

By

Published : Feb 11, 2023, 9:57 AM IST

Gujarat Government: જંત્રીના નવા દર હાલમાં લાગુ નહીં થાય, પ્રજાહિતમાં સરકારે સમયમર્યાદા વધારી
Gujarat Government: જંત્રીના નવા દર હાલમાં લાગુ નહીં થાય, પ્રજાહિતમાં સરકારે સમયમર્યાદા વધારી

રાજ્ય સરકારે જંત્રી મામલે એક મોટો નિર્ણય કર્યો છે. જંત્રી વધારાનો દર હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. જંત્રીદરનો અમલ તારીખ 15 એપ્રિલથી શરૂ થશે. હાલ પુરતો નવો દર લાગુ નહીં પડે.

ગાંધીનગરઃ રાજ્ય સરકારે જંત્રીદરમાં વધારો કરતા સમગ્ર ગુજરાતની બિલ્ડર લોબીમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં નવો જંત્રી દર હાલમાં લાગુ નહીં પડે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. નવો જંત્રી દર 15 એપ્રિલથી લાગુ થશે. જંત્રીની ઝંઝટ વચ્ચે રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય છે. રિયલ એસ્ટેટ અને પ્રજાના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ CM Patel Launch New Scheme: CMએ ટેક્સમાં રાહત આપતી યોજના શરૂ કરવા કર્યો નિર્ણય, કેટલો ફાયદો થશે જુઓ

નિર્ણય મોકુફઃ જંત્રી વધારાનો દર હાલ પૂરતો મોકુફ રાખવામાં આવ્યો છે. જંત્રી વધારાના દરને લઈને બિલ્ડર એસો.માં એક પ્રકારની નારાજગી જોવા મળી હતી. રાજ્યના બિલ્ડર એસો. તરફથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. એ પછી મુખ્યપ્રધાન પટેલે અધિકારીઓને સૂચના આપી હતી. અધિકારી સાથે ખાસ બેઠક યોજી હતી. અધિકારીઓએ આ બિલ્ડર એસો.ને સાંભળીને રીપોર્ટ મુખ્યપ્રધાનને રજૂ કર્યો છે. આ અંગે ગાંધીનગરમાં બિલ્ડર એસો.ની એક ખાસ બેઠક શુક્રવારે યોજાઈ હતી.

મુખ્ય સચીવ હાજરઃ બિલ્ડર સાથે થયેલી આ બેઠકમાં મુખ્ય સચીવ અને રેવન્યૂ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. મુખ્યપ્રધાનના સલાહકાર પણ જોડાયા હતા. આખરે આ બેઠકના અંતે નિર્ણય લેવાયો છે. બિલ્ડરે જણાવ્યું હતું કે, ઘણા મકાન અંગે સોદા થઈ ચૂક્યા છે. જેના લઈ હવે નવી ગણતરીમાં પરેશાની ઊભી થાય એમ છે. બિલ્ડરો અને મકાન લેનારાઓ વચ્ચે કોઈ પ્રકારના મતભેદ ન થાય એ માટે રાજ્ય સરકારે લોકહિતમાં આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ CM Bhupendra Patel on Gujarat Tourism: ગુજરાત પ્રવાસનને વૈશ્વિક નકશામાં અંકિત કરીને જ રહીશુંઃ CM Patel

સારા વાવડઃ જંત્રીદરમાં કોઈ પ્રકારે ઘટાડો કરવામાં નથી આવ્યો. પણ સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. કારણ કે, ઘણા એવા પરિવારે પોતાના મકાન અંગે નોંધણી કરાવી દીધેલી હોય છે. એમાં બાનાખત કરેલો હોય છે. દસ્તાવેજ બાકી હોય છે. હવે આ સમય મર્યાદામાં જૂના જંત્રી પ્રમાણે દસ્તાવેજ થઈ જાય તો રાહત મળી રહે. જંત્રીદરને લઈને બિલ્ડરની માગ સ્વીકારવામાં નથી આવી પણ સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. જેનાથી સોદાના કામમાં સરળતા રહેશે. સમયમર્યાદા અંદર તમામ નવા મકાન ખરીદનારાઓએ દસ્તાવેજ કરાવી લેવો પડશે. રાજ્યમાં જંત્રીદરનો વધારો હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.