ETV Bharat / state

અમદાવાદમાં પતંગબાજોની ફૌજ ઊતરશે, 53 દેશના 126 એક્સપર્ટ પેચ લડાવશે

author img

By

Published : Jan 7, 2023, 6:12 PM IST

Updated : Jan 7, 2023, 9:45 PM IST

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં 22 શહેરોના 660 પતંગબાજો  લેશે ભાગ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં 22 શહેરોના 660 પતંગબાજો લેશે ભાગ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 ની (International Kite Festival 2023 Gandhinagar) શરૂઆત થવા જઇ રહી છે. જેમાં તારીખ 8 થી તારીખ 14 જાન્યુઆરી દરમિયાન (Kite Festival from 8th to 14th January) આંતરરાષ્ટ્રીય પતંગ (Kite Festival celebration Gandhinagar) મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.53 દેશોના 126 પતંગબાજો ભાગ લેશે.આ વર્ષે વિવિધ પ્રવાસન અને યાત્રાધામનાં સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે

ગાંધીનગર કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું(International Kite Festival 2023 Gandhinagar) આયોજન કરવામાં આવતું ન હતું. ત્યારે આજે કોરોનાનો કહેર ઓછો થયો છે. જેને ધ્યાનમાં લિજે રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નું(International Kite Festival Gujarat) આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના(Governor Acharya Devvrat) હસ્તે તારીખ 8 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના પ્રવાસનપ્રધાન મુળુભાઈ બેરા પણ હાજર રહેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી

આ પણ વાંચો રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે, પતંગમાં પાવરધા 16 દેશના લોકો લડાવશે પેચ

53 દેશોના 126 પતંગબાજો અલ્જીરીયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહરિન, બેલારૂસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કંબોડિયા, કેમેરૂન, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, બોનેર, સિન્ટ યુસ્ટેટિયસ એન્ડ સબા (ફ્રાન્સ), જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરિશ્યસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પેલેસ્ટીન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈટલી, ઈજિપ્ત વગેરે દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય કઈ જગ્યાએ યોજાશે પતંગ મહોત્સવ આ વર્ષે વિવિધ પ્રવાસન અને યાત્રાધામનાં સ્થળોએ (Kite Festival Gandhinagar) પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રવાસન વિભાગના એમ.ડી. આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે તારીખ 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર,તારીખ 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, તારીખ 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ તારીખ 13 જાન્યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્છ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 માં વિશેષ રીતે થીમ આધારિત વિવિધ સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા છે. પતંગનો ભાતીગળ ઈતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન અને પતંગ માટેનો વર્કશોપ પણ બનાવવામાં આવ્યો છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણેજ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારમાં 50 સ્ટોલ અને ખાણીપીણાંનાં 25 સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023, 132 પતંગબાજ લડાવશે અવનવી પતંગના પેચ

ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવામાં આવશે. વિવિધ દેશોના મહત્તમ પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાડવાના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો(Guinness World Records Gujarat) પ્રયાસ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 આગામી તારીખ 8 થી તારીખ 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

G20 થીમ પર પતંગ મહોત્સવ કેન્દ્ર સરકાર દ્વારા જી-20 નું આયોજન(Theme of Kite Festival 2023 G 20) કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ 20 થી વધુ બેઠકો યોજાશે. ત્યારે તે પહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ G-20ની થીમ ઉજવવાનું (international Kite Festival 2023 theme) આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે G-20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના (Kite Festival celebration Gandhinagar) છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ક્યાં રાજ્યના પતંગબાજો રહેશે હાજર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશમાં(International Kite Festival Gujarat) 14 રાજ્યોના 65 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

વિવિધ આકારના પતંગો પતંગ મહોત્સવમાં 53 દેશોના 126, 14 રાજ્યોના 65 તેમજ રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજો(660 kite flyers participate kite competition) પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવશે. તારીખ 8 થી 14 જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે 10 થી સાંજે 5 કલાક સુધી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે પતંગબાજો દ્વારા પતંગ ઉડાવવામાં આવશે. મુખ્પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં ભાગ લેશે, ત્યારબાદ વિવિધ થીમ આધારિત સ્ટોલ, ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ કોર્ટનું પણ નિદર્શન કરશે.

સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ 8 થી 13 જાન્યુઆરી(Kite Festival from 8th to 14th January) દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની(Tourists from abroad Kite Festival) સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે. પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે.

Last Updated :Jan 7, 2023, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.